બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Politics / Amit Shah's entry in the Maharashtra-Karnataka border dispute, the opposition demanded an all-party meeting

મોટા સમાચાર / મહારાષ્ટ્ર-કર્ણાટકના સીમા વિવાદમાં અમિત શાહની એન્ટ્રી, વિપક્ષે સર્વપક્ષીય બેઠક બોલાવવાની કરી માંગ

Megha

Last Updated: 09:58 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા મહારાષ્ટ્ર - કર્ણાટકના સીમા વિવાદને કારણે બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ ઉભો થયો છે. ફડણવીસે મંગળવારે અમિત શાહને માહિતી આપી હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.

  • મહારાષ્ટ્ર - કર્ણાટકના સરહદ વિવાદ પર અમિત શાહના હસ્તક્ષેપ કરવાની માંગ
  • ફડણવીસે કર્ણાટક સાથેના સીમા વિવાદથી સંબંધિત ઘટનાક્રમ વિશે જાણકારી આપી
  • મહારાષ્ટ્ર - કર્ણાટકના સરહદ વિવાદ પર શાહે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે

મહારાષ્ટ્ર સરકારે બુધવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે કર્ણાટક સાથેના સરહદ વિવાદને કારણે ઊભી થયેલી વર્તમાન પરિસ્થિતિને ઉકેલવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી.આ સાથે જ વિપક્ષી દળોએ આ મુદ્દે સર્વપક્ષીય બેઠકની માંગ કરી હતી અને સરહદ મુદ્દે ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્ર પર નિશાન પણ સાધ્યું હતું.

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે એમને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે વાત કરી અને એમને છેલ્લા એક અઠવાડિયામાં કર્ણાટક સાથેના સીમા વિવાદથી સંબંધિત ઘટનાક્રમ વિશે જાણકારી આપી હતી. ફડણવીસના કાર્યાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર અમિત શાહે દાયકાઓ જૂના સરહદ વિવાદ પર મહારાષ્ટ્રના વલણ પર નાયબ મુખ્ય પ્રધાનના અભિપ્રાયને ધીરજપૂર્વક સાંભળ્યું હતું. 

છેલ્લા કેટલાક દિવસોમાં વધી રહેલા સીમા વિવાદને કારણે બંને રાજ્યોના સરહદી વિસ્તારોમાં તણાવ ઉભો થયો છે અને એ મામલે ફડણવીસે મંગળવારે શાહને કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈ સાથેની તેમની ટેલિફોનિક વાતચીત વિશે પણ માહિતી આપી હતી.

ફડણવીસે બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે એમને આ મામલે કેન્દ્રીય ગૃહ પ્રધાન શાહની હસ્તક્ષેપ કરવાની માંગ કરતાં કહ્યું હતું કે “મહારાષ્ટ્રથી જતા વાહનોની તોડફોડ સારી બાબત નથી. બે રાજ્યો વચ્ચે આવી સ્થિતિ યોગ્ય નથી. અમિત શાહને જાણ કરી છે કે મેં ગઈ કાલે કર્ણાટકના મુખ્યમંત્રી સાથે વાત કરીને વિનંતી કરી હતી કે તેમણે બોમ્મઈ સાથે પણ વાત કરવી જોઈએ. આ વાત પર શાહે કહ્યું કે તેઓ આ મામલાની તપાસ કરશે.

આ દરમિયાન શિવસેના ના નેતા સંજય રાઉતે કેન્દ્ર પર પ્રહાર કરતા દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે હિંસાની ઘટનાઓ 'દિલ્હીના સમર્થન' વિના ન થઈ શકે અને આ સાથે જ એમને બેલાગવીને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની પણ માંગ કરી હતી.

આ મુદ્દા પર બીજી તરફ કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે કર્ણાટક સાથેનો સીમા વિવાદ ભાજપ દ્વારા મહારાષ્ટ્રને "વિભાજન" કરવાના ષડયંત્રના ભાગરૂપે ઉશ્કેરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેને સરકારનું વલણ સ્પષ્ટ કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવવાની માંગ કરી છે. આ સાથે જ કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના અધ્યક્ષ નાના પટોલેએ આરોપ લગાવ્યો કે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ કેન્દ્ર સરકાર અને પસંદગીના ઉદ્યોગપતિઓના ઈશારે કામ કરી રહ્યા છે.

જો કે, મહારાષ્ટ્રના લાતુર જિલ્લાના દેવની તહસીલના એક ગામના રહેવાસીઓએ સ્થાનિક સ્તરે મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કરીને ગામને કર્ણાટકમાં સમાવવાની માંગ કરી છે. જણાવી દઈએ કે દેવની તાલુકામાં 1,200 ની વસ્તી ધરાવતા બોમ્બલી બુદ્રુક ગામના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. જણાવી દઈએ કે ઉત્તર-પશ્ચિમ કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (NWKRTC) એ બુધવારે બેલાગવી જિલ્લાની સરહદે આવેલા વિસ્તારોમાં કેટલીક બસોની તોડફોડ અને નુકસાનના અહેવાલોને પગલે મહારાષ્ટ્રમાં તેની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ