બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Amid continuous police patrolling in Ahmedabad, bikers snatched away the girl's iPhone

ગઠીયાઓ બેફામ / પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે અમદાવાદમાં બાઇકર્સ યુવતીનો આઇફોન ખેંચી રફુચક્કર, કામગીરી પર સવાલ

Malay

Last Updated: 03:58 PM, 3 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં મોડી રાતે પોલીસના સતત પેટ્રોલિંગ વચ્ચે ગઠીયાઓ યુવતીના હાથમાંથી આઇફોન ખેંચી નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

  • બાઈકર્સ યુવતીના હાથમાંથી આઈફોન ખેંચી ગયા
  • સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે બનેલો બનાવ
  • આનંદનગર પોલીસે ગુનો દાખલ કર્યો

તથ્ય પટેલે સર્જેલા અકસ્માત બાદ પુરઝડપે વાહન હંકારતા યંગસ્ટર સામે પોલીસે તવાઇ બોલાવી છે ત્યારે સ્નેચર્સને કોઇ ફરક પડતો ના હોય તેવું લાગી રહ્યું છે. પોલીસે આજે ઠેર-ઠેર નાકાબંધી કરી દીધી અને રફતારથી વાહન ચલાવતા નબીરાઓ તેમજ યંગસ્ટર વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ સ્થિ‌તિમાં મોબાઇલ સ્નેચિંગની ઘટના બને તો પોલીસની કામગીરી ઉપર અનેક સવાલ ઊભા થાય છે. સ્નેચર્સ પણ ધૂમ સ્ટાઇલથી વાહન ચલાવીને ફરાર થાય છે તો તે પોલીસના હાથે કેમ નથી આવી રહ્યા? અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં મોડી રાતે મોબાઇલ સ્નેચર્સ યુવતીના હાથમાંથી આઇફોન સ્નેચિંગ કરીને નાસી જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. 

1 એપ્રિલથી મોબાઈલ પર વાત કરવી અને ઈન્ટરનેટ વાપરવુ પડશે મોંઘુ, ટેલીકોમ  કંપનીએ કરી આ તૈયારી | mobile data plan and tariff will be expensive from  april 1 telecom sector can increase ...
ફાઈલ ફોટો

યુવતીનો આઈફોન લઈને ગઠીયાઓ નાસી ગયા 
સેટેલાઇટ વિસ્તારમાં આવેલા કલાસાગર-2માં રહેતી અક્ષિતા ભારદ્વાજે આનંદનગર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ સ્નેચર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અક્ષિતા ભારદ્વાજ મૂળ ઉત્તરપ્રદેશની છે અને આંબલી-બોપલ રોડ પર આવેલી એક કંપનીમાં નોકરી કરે છે, જ્યાં તે પીજીમાં રહે છે. અક્ષિતા પોતાના રૂમ પરથી ગઈકાલે નજીકમાં આવેલી રેસ્ટોરાંમાં ચા પીવા માટે ગઇ હતી. ચા પીને અક્ષિતા તેના મિત્ર શિવાંગ સાથે ફોન પર વાત કરતા-કરતા રૂમ તરફ જઇ રહી હતી ત્યારે બાઇક પર આવેલા શખ્સોએ તેનો મોબાઇલ સ્નેચિંગ કરી લીધો હતો. અક્ષિતાનો આઇફોન લઇને ગ‌ઠીયાઓ નાસી ગયા હતા. અક્ષિતાએ વાત કરવાનું એકદમ બંધ કરી દેતાં શિવાંગને કંઇક બનાવ બન્યો હોવાની ખબર પડી ગઇ હતી, જેથી તે તરત જ અક્ષિતા પાસે પહોંચી ગયો હતો. બંને જણાએ મોડી રાતે મોબાઇલ સ્નેચર્સ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.


 
યુવતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
સમગ્ર ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે સેટેલાઇટ, વસ્ત્રાપુર, આનંદનગર સહિતના પોશ વિસ્તારમાં પોલીસે પેટ્રો‌લિંગ વધારી દીધું છે, જ્યારે ઠેર-ઠેર ચેકિંગ પણ કરી રહી છે ત્યારે આવી ‌સ્થ‌િતમાં બાઇક પર આવીને ત્રણ શખ્સોએ આઇફોન સ્નેચિંગ કરી લીધો છે. પોલીસની આ કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે. સવાલ એ ઊભો થાય છે કે શું પોલીસ મોડી રાતે જે ચેકિંગ કરે છે તે માત્ર નબીરાઓને પકડવા માટેનું હોય છે.    

  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ