બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / વિશ્વ / America will welcome PM Modi by 21 gun salute and special dinner party at white house

USA / વ્હાઇટ હાઉસમાં ખાસ ડિનર, 21 તોપોની સલામી અને કોંગ્રેસને સંબોધન: PM મોદીની અન્ય યાત્રાઓ કરતાં અલગ હશે આ USA વિઝિટ

Vaidehi

Last Updated: 06:12 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi America Visit: PM મોદી 21 જૂનનાં રોજ અમેરિકા પહોંચશે અને ત્યાં વ્હાઈટ હાઉસ પર તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે.

  • PM મોદી 21થી 24 જૂન સુધી અમેરિકાની યાત્રા પર
  • વ્હાઈટ હાઉસ પર PM મોદીને આપવામાં આવશે 21 તોપોની સલામી
  • જો બાઈડનનાં ગેસ્ટ હાઉસમાં જ રહેશે PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 24 જૂન સુધી અમેરિકાની યાત્રા પર જઈ રહ્યાં છે. તેમની આ યાત્રા ખાસ રહેવાની છે કારણ કે એવું પહેલીવાર થશે કે જ્યારે PM મોદી વ્હાઈટ હાઉસ પહોંચશે ત્યારે તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સિવાય રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી MRS Bidenની તરફથી પ્રધાનમંત્રી મોદીનાં સમ્માનમાં રાજકીય ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 

22 જૂનનાં PM મોદીને મળશે 21 તોપોની સલામી
PM મોદી 21 જૂનની સાંજે અમેરિકા પહોંચશે અને ત્યાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત થશે. 22 જૂનનાં તેઓ વાઈટ હાઉસ પહોંચશે જ્યાં તેમને 21 તોપોની સલામી આપવામાં આવશે. આ સિવાય અનેક સ્વાગતનાં કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યાં છે. આ બાદ PM મોદી અને રાષ્ટ્રપતિ જો બાઈડનની વચ્ચે બેઠક થશે. સાંજે રાજકીય ભોજનું આયોજન કરવામાં આવ્યું છે. PM મોદી રાષ્ટપતિનાં ગેસ્ટ હાઉસ બ્લેયર હાઉસમાં જ રહેશે. રાજકીય યાત્રા દરમિયાન PM મોદી અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરસે. તે અમેરિકી કોંગ્રેસને 2 વખત સંબોધિત કરનારા પહેલાં ભારતીય PM હશે.

અત્યારસુધીમાં કુલ 7 વખત અમેરિકા ગયાં છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2014થી લઈને અત્યારસુધીમાં કુલ 7 વખત અમેરિકા ગયાં છે. પરંતુ એવું પહેલીવાર થશે કે તેઓ રાજકીય યાત્રા માટે અમેરિકા જઈ રહ્યાં છે. PM અહીં અમેરિકી કોંગ્રેસને સંબોધિત કરશે. આવો જાણીએ કે આ રાજકીય યાત્રા અન્ય યાત્રાઓ કરતાં કઈ રીતે ખાસ છે?

રાજકીય યાત્રા એટલે શું?
જ્યારે કોઈ દેશનાં પ્રમુખ દ્વારા અન્ય દેશનાં પ્રમુખને પોતાના દેશમાં આવવા માટે આમંત્રણ આપવામાં આવે છે તો તેને રાજકીય યાત્રા કહેવામાં આવે છે. PM મોદીને આ યાત્રા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને પ્રથમ મહિલા જિલ બાઈડને આમંત્રણ આપ્યું હતું. અમેરિકા તરફથી કેટલાક ચોક્કસ દેશનાં પ્રમુખોને જ રાજકીય યાત્રા માટે આમંત્રિત કરવામાં આવ્યું છે.

હોસ્ટ દેશ જ યાત્રાનો ખર્ચ ઊઠાવે છે
અમેરિકામાં જ્યારે પણ કોઈ રાષ્ટ્રાધ્યક્ષને રાજકીય યાત્રા માટે આમંત્રણ આપવામાં આવે છે તો તેની તૈયારી 6 મહિના પહેલાં જ શરૂ થઈ જાય છે. ખાસ વાત તો એ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ પોતાના કાર્યકાળમાં કોઈપણ દેશનાં પ્રમુખને માત્ર એક જ વખત રાજકીય યાત્રા માટે આમંત્રણ આપી શકે છે. રાજકીય યાત્રામાં મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ