ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / AMC remdesivir injection 13 days 4 lacs injection distribution figure dispute

ડોઝ હજમ ન થયો / 13 દિવસમાં ગુજરાતમાં 4 લાખ રેમડેસિવીરનું વિતરણ, આટલા તો કુલ દર્દીઓ પણ થતા નથી તો ઈન્જેક્શન ગયા ક્યાં?

Published By: vtvAdmin

Last Updated: 09:51 PM, 14 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AMC દ્વારા રેમડિસિવીર ઈન્જેક્શનને લઈને માહિતી બહાર પાડવામાં આવી છે જેના પર સવાલો ઊભાં થઈ રહ્યાં છે.

ADVERTISEMENT

ગુજરાતમાં હાલ કોરોનાને કારણે પરિસ્થિતિ દિવસને દિવસે બગડી રહી છે. કોરોનાના ગંભીર દર્દીઓ માટે હાલમાં રેમડેસિવીર ઈન્જેક્શનની ભારે ડિમાન્ડ ચાલી રહી છે તેમાં તેની અછતને લઈને પ્રશ્નો ઊભાં થઈ રહ્યાં છે. 

આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે પ્રેસ નોટ જાહેર કરીને રેમડેસિવીરના 13 દિવસના આંકડા બહાર પાડવામાં આવ્યાં હતાં. જેમાં 1 એપ્રિલ 2021થી 13 એપ્રિલ 2021 સુધી 4 લાખ ઈન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. જ્યારે અમદાવાદની કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓને 24962 રેમડેસિવીર ઈન્જેક્શન અપાયા હોવાનું જણાવાયું છે. તેમ જ ખાનગી હોસ્પિટલોમાં દૈનિક ધોરણે 10 હજાર જેટલા ઈન્જેક્શન નિર્ધારિત કરી રાખવામાં આવેલ છે. 

એક દર્દીના 6 ડોઝ ગણીએ તો 66,666 દર્દીઓના 4 લાખ ઈન્જેક્શન થાય

હવે સવાલ એ ઊભો થાય છે કે જો 4 લાખ ઈન્જેક્શનનું વિતરણ કરાયું હોય તો પછી ગુજરાતમાં ખરેખરમાં કોરોનાના કેટલાં કેસ હશે? કારણ કે આ રીતે જોવા જઈએ તો 4 લાખ ઈન્જેક્શનનું વિતરણ થયું હોય તો એક દર્દીને વધુમાં વધુ 6 ડોઝ જોઈએ તે રીતે ગણીએ તો 66,666 દર્દીઓ થાય. અને તે પણ ગંભીર દર્દીઓ. ઉલ્લેખનીય છે કે અહીં તો 4 લાખની વાત કરીએ છીએ પરંતુ AMCએ તો 4 લાખથી વધુ ઈન્જેક્શનના વિતરણનો દાવો કર્યો છે.

આંકડા મેળ નથી ખાતા

હવે  1લી એપ્રિલ 2021 સુધી ઍક્ટિવ 12996 ઍક્ટિવ કેસ હતા. જ્યારે 1 એપ્રિલ 2021થી 13 એપ્રિલ 2021 સુધી ગુજરાતમાં કોરોનાના કુલ કેસ જોઈએ તો 52508 નોંધાયા છે. આ બંનેનો પણ સરવાળો કરી કુલ આંકડો કરીએ તો 65604 કોરોના દર્દી થાય છે (આમાં ડિસ્ચાર્જ ગણ્યા નથી તો પણ). એમાં પણ જો એ વાત કરીએ કે 13 એપ્રિલ 2021ના રોજ સૌથી વધુ કેસ 6690 હતા એ દર્દીઓમાંથી પ્રથમ દિવસે તો રેમડેસિવીર ઈન્જેક્શન તમામે તમામ દર્દીઓને જરૂર તો નહીં જ પડી હોય. આ ઉપરાંત જે કુલ દર્દીઓ છે તેમાંથી પણ તમામને રેમડેસિવીર આપવાની જરૂર તો પડી નહીં જ હોય અને આપ્યા પણ નહીં હોય. કારણ કે ગંભીર કે અતિ ગંભીર હોય તેવા દર્દીઓને જ આ ઈન્જેક્શનની જરૂર પડે છે. જ્યારે સરકારના કોરોના દર્દીઓના આંકડામાં તો હોમ આઈસોલેશન વાળા દર્દીઓનો પણ આંકડો હોય છે જેથી એવા અમુક લક્ષણો વિનાના કે ગંભીર નહીં હોય તેવા દર્દીઓને ઈન્જેક્શનની જરૂર નહીં જ પડી હોય. 

ગંભીર સવાલો ઊભા થયા

એટલે હવે આ આંકડાની માયાજાળમાં એ નથી સમજાતું કે તંત્રએ આપેલો રેમડેસિવીરનો આંકડો ખોટો છે કે પછી કોરોનાના નોંધાતા દર્દીઓનો આંકડો. સવાલ એ પણ થાય છે કે તો બાકીના ઈન્જેક્શન ગયા ક્યાં?

AMCની પ્રેસનોટ

 

સંકળાયેલા મુદ્દાઓ

AMC Vtv Exclusive remdesivir injection Vtv Exclusive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ