બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / AMC ranks first in the country in sanctioning and disbursing loans under PM financing

સરાહનીય / લોન આસાનીથી મળે છે.! PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર અને વિતરણમાં AMC દેશમાં પ્રથમ સ્થાને, જાહેર થયા આંકડા

Kishor

Last Updated: 04:43 PM, 29 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર અને વિતરણની કામગીરીમાં અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓએ સરાહનીય કાર્ય કરતા AMC દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે.

  • PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર અને વિતરણમાં AMC દેશમાં પ્રથમ સ્થાને
  • લખનૌ મ્યુનિ. કોર્પોરેશન બીજા ક્રમાંકે
  • શેરી ફેરિયાઓને રૂ. ૧૩૩.૭૫ કરોડની લોન મંજૂર કરાઈ

પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર આત્મનિર્ભર નિધિ એટલે કે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન મંજૂર અને ડિસ્બર્સમેન્ટ કરાવવામાં અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હાલ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે, એટલે કે PM સ્વનિધિ હેઠળ લોન મંજૂર કરવામાં અને વિતરણ કરવામાં AMC દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે. જ્યારે લખનૌ મ્યુનિ. કોર્પોરેશન બીજા ક્રમાંકે અને કાનપુર મ્યુનિ. કોર્પોરેશન ત્રીજા ક્રમાંકે છે.કોવિડ-૧૯ સંદર્ભના તબક્કાવાર લોકડાઉન બાદ શેરી ફેરિયાઓને કાર્યકારી મૂડી માટે લોન મળી રહે તે આશયથી કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના અમલમાં મુકાઈ છે.

Topic | VTV Gujarati

પ્રથમ વખત નિયમિત લોન ભરપાઈ કરનારને બીજી ટર્મ માટે અપાઈ છે લોન
અમદાવાદ મ્યુનિ. તંત્રના યુસીડી વિભાગ દ્વારા શેરી ફેરિયાઓ જેવા કે શાકભાજી, ફળ, ખાણીપીણી, ચાની લારીવાળા, પાથરણાંવાળાં, જીવન-જરૂરી અન્ય વસ્તુઓની ફેરી કરીને અથવા ફૂટપાથ-ખુલ્લી જગ્યામાં વેચાણ કરનારા તમામના ધંધા-રોજગારને માઠી અસર થઈ હતી. આ લોકોના ધંધા-રોજગારને પુનઃ બેઠો કરવા માટે પીએમ સ્વનિધિ યોજના જૂન-૨૦૨૦થી અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ મ્યુનિ. તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧થી ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં ફેરિયાઓને કોઈ પણ જામીનગીરી વગર રૂ. ૧૦ હજારની લોનસહાય બેન્ક મારફતે આપવામાં આવે છે, જે કાર્યકારી મૂડી ભંડોળ તરીકે શેરી ફેરિયાઓને મળે છે. પ્રથમ વખત નિયમિત લોન ભરપાઈ કરનારને બીજી ટર્મ માટે રૂ. ૨૦ હજાર, ત્રીજી ટર્મ માટે રૂ. ૫૦ હજારની લોન અપાય છે.

જો લોન લેનાર વ્યક્તિની મૃત્યુ થઈ જાય તો કોણ કરે છે તેની ચુકવણી? જાણો શું છે  લોન રિકરવી અંગેના નિયમો | Who pays the loan if the borrower dies? Know what  are

૧૦ હજારની પ્રથમ લોન પેટે કુલ રૂ. ૮૭.૩૩ કરોડ
અત્યાર સુધીમાં કુલ ૧,૩૮,૬૫૩ શેરી ફેરિયાઓની અરજીને મ્યુનિ. યુસીડી ખાતાની વોર્ડ ઓફિસ ખાતેથી ઓનલાઇન ફોર્મ ભરી વિવિધ સરકારી, ખાનગી અને સહકારી બેન્કમાં સ્પોન્સર કરાઈ છે.તંત્ર  દ્વારા ૮૭,૩૩૭ શેરી ફેરિયાઓને રૂ. ૧૦ હજારની પ્રથમ લોન પેટે કુલ રૂ. ૮૭.૩૩ કરોડ, પ્રથમ લોન ભરપાઈ કરનાર ૧૯,૬૯૯ શેરી ફેરિયાઓને રૂ. ૨૦ હજારની લોન પેટે કુલ રૂ. ૩૯.૪૦ કરોડ અને ૧,૪૦૪ શેરી ફેરિયાઓને રૂ. ૫૦ હજારની ત્રીજી લોન પેટે રૂ. ૩.૦૨ કરોડ મળી કુલ ૧,૦૮,૪૪૦ શેરી ફેરિયાઓને રૂ. ૧૩૩.૭૫ કરોડની લોન બેન્ક મારફતે મંજૂર કરાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ