બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / AMC in action against illegal construction in Ahmedabad

ઓપરેશન ડિમોલિશન / અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ AMC એક્શનમાં, બહેરામપુરાના અલ હબીબ એસ્ટેટ પર ઝીંક્યા હથોડા

Priyakant

Last Updated: 03:51 PM, 2 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Illegal Construction News: અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 1949 હેઠળ કાર્યવાહી કરાઈ

  • અમદાવાદમાં મ્યુનિશિપલ કોર્પોરેશનનું મિશન ડિમોલિશન
  • બહેરામપુરાના અલ હબીબ એસ્ટેટમાં AMC ત્રાટક્યું
  • કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 1949 હેઠળ કાર્યવાહી કરાઈ

અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા રોજેરોજ શહેરમાં ઓપરેશન ડિમોલિશન હાથ ધરાય છે. જે અંતર્ગત ગેરકાયદે બાંધકામો હટાવાઈ રહ્યાં છે. આ ઝુંબેશ અંતર્ગત તંત્ર ગઈકાલે દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં આવેલા અલ હબીબ એસ્ટેટમાં હથોડા ઝીંક્યા હતા. જેના કારણે આવા બાંધકામકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

દક્ષિણ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. 63 (ઈસનપુર વેસ્ટ)માં રે.સ. નંબર 226+ 227+228+231 પૈકીમાં નારોલ સર્કલ પાસે આવેલા અલ હબીબ એસ્ટેટના પ્લોટ નં.23 માં અંદાજે 1300 ચો. ફૂટ ક્ષેત્રફળમાં કરવામાં આવેલા ગ્રાઉન્ડ ફ્લોર તેમજ ફર્સ્ટ ફ્લોરના ઇન્ડસ્ટ્રિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામ સામે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા જીપીએમસી એક્ટ 1949 હેઠળ કાર્યવાહી કરાઈ હતી. 

તંત્રની નોટિસનો અનાદર કરી બાંધકામકર્તાએ બાંધકામ પૂર્ણ કરી તેનો વપરાશ ચાલુ કર્યો હતો, જેના કારણે તંત્રે આ મિલકતમાંથી સાત જેટલી આઇશર ગાડીનો ઉપયોગ કરી માલ-સામાન ખાલી કરાવ્યો હતો તેમજ દાણીલીમડા પોલીસ સ્ટેશનના ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યું હતું.

જ્યારે પૂર્વ ઝોનના રામોલ-હાથીજણ વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નં. 106 (રામોલ-વસ્ત્રાલ)માં તંત્રના રિઝર્વ પ્લોટમાં 14 કાચાં-પાકાં ઝૂંપડાં અને એક 150 ચો.મી.ની દેરીનું દબાણ થયું હતું. સત્તાવાળાઓએ આ તમામ દબાણને દૂર કરી 5327 ચો.મી. ક્ષેત્રફળના મ્યુનિ. રિઝર્વ પ્લોટને ખુલ્લો કરાયો હતો.

આ ઉપરાંત ગોમતીપુર વોર્ડમાં રાજેન્દ્ર પાર્કથી 132 ફૂટ રોડ સુધીના 18 મીટર ટીપી રોડમાંથી ચાર રહેણાક પ્રકારનાં કુલ 110 ચો.મી.ના બાંધકામને હટાવ્યાં હતાં તેમજ 18 વ્હીકલને લોક મારી રૂ. 2400નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો. વસ્ત્રાલ વોર્ડ અને ભાઈપુરા વોર્ડમાં 12 વ્હીકલને લોક મારી રૂ.3000 નો તેમજ નિકોલ વોર્ડમાં 16 વ્હીકલને લોક મારી રૂ.8000નો વહીવટી ચાર્જ વસૂલ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ