બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ambaji gabbar prikrama begin on 8 april

આરાધનાનો મહાઅવસર / અંબાજીમાં ભવ્યાતિભવ્ય તૈયારી: તારક મહેતાની ટીમ-ગાયક આવશે, CM શરૂ કરાવશે સૌથી મોટો લાઇટ-શૉ

Khyati

Last Updated: 11:12 AM, 7 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબીજી ખાતે 8 એપ્રિલથી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો થશે શુભારંભ, સૌથી મોટા લાઇટ શૉનો સીએમ કરાવશે પ્રારંભ

  • શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર પરિક્રમાને લઇ તૈયારી
  • 8એપ્રિલથી 10 એપ્રિલ સુધી યોજાશે પરિક્રમા
  • જાણીતી હસ્તીઓ આપશે હાજરી 

જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે  પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે.   8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે...

51 શક્તિપીઠ પરિક્રમાનું કેવું છે આયોજન ?

8 એપ્રિલે સવારે 6 વાગ્યાથી તમામ મૂર્તિઓની પ્રક્ષાલન વિધિ થશે. 51 જેટલા અંબાજીના અગ્રણીઓ ગબ્બર પર્વત પરથી જ્યોત લાવશે .8 એપ્રિલે શોભાયાત્રા કાઢીને પરિક્રમાની શરૂઆત થશે. 2.8 કિલોમીટરની લંબાઈમાં 1500 પગથિયામાં પરિક્રમા થશે. 3 દિવસ અંબાજીમાં યજ્ઞ, હોમ હવન, ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 9 એપ્રિલે 650 જેટલા આનંદ ગરબા મંડળ પરિક્રમામાં જોડાશે. 10 એપ્રિલે આનંદ ગરબા મંડળો પાલખી યાત્રા યોજશે. શક્તિપીઠ અંબાજીના ગબ્બર પર્વત પર પરિક્રમા યોજાશે. આ પ્રસંગે ભારતના સૌથી મોટા લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરાયું છે..યાત્રાધામ વિકાસ બોર્ડે પણ અલગ અલગ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓને આમંત્રણ આપ્યું છે.

કોણ કોણ રહેશે હાજર ?

યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રખ્યાત ગાયિકા અનુરાધા પોનડવાલ 8 તારીખે અંબાજી આવશે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ  કોટેશ્વર મંદિર ખાતે ભૂમિપૂજન કરશે. મુખ્યમંત્રી રાત્રે  8 વાગ્યે સૌથી મોટા લાઈટ શોનું લોકાર્પણ કરશે. જ્યારે  9એપ્રિલે તારક મહેતાની ટીમ પણ અંબાજી આવશે. 

 

ભક્તોને નહી પડે અગવગડતા 

51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જે માટે વિવિધ સમિતિઓના અધિકારીઓને જે કામગીરી સોંપાઈ છે તે ચોકસાઈપૂર્વક કરવા, સમગ્ર પરિક્રમા મહોત્સવ દરમિયાન સ્વચ્છતા અંગે સવિશેષ ધ્યાન આપવા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ