બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / Amazing view of 'Biporjoy' seen in space, watch VIDEO, will clash with Gujarat today!

Cyclone Biporjoy / OMG! અંતરિક્ષ પર જોવા મળ્યો 'બિપોરજોય'નો અદભુત નજારો, જુઓ VIDEO, આજે ગુજરાત સાથે ટકરાશે!

Megha

Last Updated: 10:04 AM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ ચક્રવાતનો વિડીયો અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે

  • તોફાન બિપરજોય અવકાશમાંથી પણ દેખાઈ રહ્યું છે
  • 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા
  • ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને પોસ્ટ કર્યો વિડીયો 

અરબી સમુદ્રમાં આવેલું તોફાન બિપરજોય અવકાશમાંથી પણ દેખાઈ રહ્યું છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ UAE અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ આનો વીડિયો શેર કર્યો છે. વાવાઝોડું આજે 15 જૂનની સાંજ સુધીમાં કચ્છ જિલ્લાના જાખો બંદર પર ત્રાટકશે. આ દરમિયાન 150 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે બે દિવસથી ગુજરાત અને મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો 
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) પર પોસ્ટ કરાયેલ સંયુક્ત આરબ અમીરાતના અવકાશયાત્રી સુલતાન અલ નેયાદીએ અરબ સાગર પર ઉછળતા આ ચક્રવાતનો વીડિયો શેર કર્યો છે. 4.30 મિનિટનો આ વીડિયો સ્પેસ સ્ટેશન પરથી લેવામાં આવ્યો છે. તે જોઈ શકાય છે કે, અરબી સમુદ્ર પર ચક્રવાતી વાદળોનો મોટો સમૂહ દેખાય છે તે ધીમે ધીમે ગુજરાત અને પાકિસ્તાનના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

74 હજાર લોકોનું કરાયું સ્થળાંતર
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન્સ) મોહસીન શાહિદીના જણાવ્યા અનુસાર, છેલ્લા બે દિવસમાં ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 74,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જોરદાર પવન અને ઊંચા મોજાંને કારણે અત્યાર સુધીમાં 9 લોકોનાં મોત થયાં છે. એક અંદાજ છે કે વાવાઝોડાને કારણે 8 જિલ્લાના 442 નીચાણવાળા ગામો પૂર અને વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

NDRFની 18 ટીમો એક્ટિવ 
NDRFએ તોફાનનો સામનો કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ટીમો તૈનાત કરી છે. ગુજરાતમાં 18 ટીમો એક્ટિવ રહેશે. આ ઉપરાંત એક ટીમ દાદર અને નગર હવેલી તેમજ દમણ અને દીવમાં પણ ટીમ હાજર રહેશે. ગુજરાતની વાત કરીએ તો NDRFની 4 ટીમો ગુજરાતના કચ્છ જિલ્લામાં, ત્રણ ટીમ રાજકોટમાં અને ત્રણ ટીમ દ્વારકામાં તૈનાત કરવામાં આવી છે.

દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા મંદિરો 
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. વાવાઝોડાની આગાહીને કારણે સૌરાષ્ટ્રના મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સોમનાથ, દ્વારકા, પાવગઢ, સાળંગપુર, ખોડલધામ બાદ હવે ચોટીલા ચામુંડા માતાજીના વહીવટી તંત્ર દ્વારા ભક્તોને મંદિરે ન આપવવાની અપીલ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ