બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Amarnath Yatra 2023 stopped due to bad weather shrine board jammu kashmir

BIG NEWS / અમરનાથ જનારા ભક્તો માટે મોટા સમાચાર: યાત્રા પર મૂકાયો અસ્થાયી પ્રતિબંધ, જાણો કારણ

Arohi

Last Updated: 01:16 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2023: 1 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે.

  • 1 જુલાઈથી શરૂ થઈ હતી અમરનાથ યાત્રા 
  • ખરાબ હવામાનના કારણે હાલ રોકવામાં આવી યાત્રા 
  • શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી રોકી 

1 જુલાઈથી શરૂ થયેલી અમરનાથ યાત્રા ખરાબ હવામાનના કારણે હાલ રોકી દેવામાં આવી છે. વાતાવરણ સારૂ થયા બાદ જ શ્રદ્ધાળુઓને આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. વાતાવરણ ખરાબ હોવાના કારણે આજે બાલટાલ અને નુનવાનમાં શ્રી અમરેશ્વર ધામની તીર્થ યાત્રાને રોકી દેવામાં આવી છે. 

ખરાબ હવામાનના કારણે કોઈ પણ તીર્થ યાત્રીને પવિત્ર ગુફાની તરફ જવાની પરવાનદી નથી આપવામાં આવી. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓ જણાવ્યા અનુસાર સ્થિતિ સુધરશે ત્યાર બાજ જ શ્રદ્ધાળુઓને આગળની તીર્થ યાત્રાની પરવાનગી આપવામાં આવશે. 

17202 શ્રદ્ધાળુઓએ ગુરૂવારે કર્યા દર્શન 
ગુરૂવારે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. ત્યાં જ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધી કુલ 84768 શ્રદ્ધાળુ દર્શન કરી ચુક્યા છે. 1 જુલાઈએ 3400થી વધારે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો રવાના થયો હતો. જણાવી દઈએ કે આ યાત્રા 62 દિવસ ચાલશે. 

અમરનાથ યાત્રાને લઈને સેનાના જવાન સુરક્ષા વ્યવસ્થા રાખવા માટે ડ્રોન, ડોગ સ્કવોર્ડ દ્વારા ખૂણે ખૂણે તપાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે ગયા વર્ષે 3.60 લાખ શ્રદ્ધાળુ દર્શન માટે આવ્યા હતા. આ વખતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ આંકડો 6 લાખ પાર કરી જશે. 

અમરનાથ ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક 
હિંદૂ ધર્મમાં પવિત્ર માનવામાં આવતી વાર્ષિક તીર્થયાત્રા, હિમાલયની વચ્ચે દક્ષિણ કશ્મીરમાં 3,880 મીટર ઉંચા પવિત્ર અમરનાથ ગુફા મંદિરમાં સ્થિત છે. અમરનાથને ભગવાન શિવના સૌથી પવિત્ર તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ