બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / along with the burning pyre dead body was stretched in hathmati river

સાબરકાંઠા / કેવી કરુણતા? હાથમતી નદીમાં પૂર આવતા સળગતી ચિતા સાથે મૃતદેહ પાણીમાં તણાયો, અંતિમ સંસ્કાર રહ્યો અધૂરો

Dhruv

Last Updated: 09:50 AM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના પરવઠ ગામમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે હાથમતી નદીમાં પૂર આવી જતા અધૂરી અંતિમક્રિયાએ મૃતદેહ પાણીમાં તણાયો.

  • સાબરકાંઠાના પરવઠ ગામમાં અધૂરી અંતિમક્રિયાએ મૃતદેહ તણાયો
  • હાથમતી નદીમાં પૂર આવી જતા મૃતદેહ ધસમસતા પ્રવાહમાં તણાયો
  • ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં આવ્યું હતું પૂર

સાબરકાંઠાના વિજયનગરમાં ભારે વરસાદને પગલે નદીમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. તે સમયે વિજયનગરની હાથમતી નદીમાં એક ઘટનાએ સમગ્ર લોકોને ચોકાવી નાખ્યા હતા. નદી પાસે એક સ્માશન ગ્રુહમાં અંતિમ વિધિ ચાલી રહી હતી. અંતિમ સંસ્કાર દરમિયાન અચાનક નદીમાં પુર આવતા સળગતી ચિતા સહિત મૃતદેહ તણાયો હતો. જેના કારણે અંતિમ સંસ્કારની વિધિ સંપન્ન થઈ શકી ન હતી. કેટલાક સ્થાનિકોએ પુલ પરથી આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.

અગ્નિસંસ્કાર પૂર્ણ થાય એ પહેલાં નદીમાં પૂર આવી જતા સળગતી ચિતા પાણીમાં તણાઇ

ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. એવામાં ગઇકાલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો. જેને સૌ કોઇને ચોંકાવી દીધા હતા. સાબરકાંઠાના વિજયનગરની હાથમતી નદીમાં એક સળગતી ચિતાના હજુ તો સંપૂર્ણ અગ્નિસંસ્કાર થાય એ પહેલાં નદીમાં પૂર આવી જતા સળગતી ચિતા પાણીમાં તણાઇ ગઇ.

વિજયનગરના પરવઠ ગામના એક નિવૃત્ત આચાર્યનું મોત નિપજ્યું

વધુમાં જણાવીએ કે, વિજયનગરના પરવઠ ગામ નજીક મંગળવારે સાંજના ગામના જ એક 90 વર્ષીય નિવૃત્ત આચાર્ય નાનજી સાજા ડામોરનું સોમવારે સાંજના 4 વાગ્યે મૃત્યુ થયું હતું. આથી, તેમનો દીકરો કે જે કલોલ નજીક એક ખાનગી સ્થળે નોકરી કરે છે. જેને જાણ કરતા જ તે મોડી રાત્રે આવી પહોંચ્યો હતો. બાદમાં મંગળવારના બપોરે 11:30 વાગ્યે તેમની સમાજના રીતીરીવાજ મુજબ સ્મશાન યાત્રા ઘરેથી નીકાળવામાં આવી અને ગામની સીમમાંથી પસાર થતી હાથમતી બ્રીજ નીચે તેઓના અંતિમસંસ્કાર શરૂ કર્યા. એ જ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં અચાનક પૂર આવી જતા અંતિમક્રિયા પૂર્ણ થાય એ પહેલા જ તેઓની સળગતી ચિતા પાણીમાં વહી ગઇ. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકામાં વરસાદ વરસ્યો

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 183 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી. જેમાં સૌથી વધુ ખેડાના માતરમાં 3.25 ઈંચ વરસાદ વરસ્યો. તો નડિયાદ અને વસોમાં 3-3 ઈંચ વરસાદ, પોશિના અને કપરાડામાં 2.75 ઈંચ વરસાદ, મહેમદાવાદ અને ખેડામાં 2.25 ઈંચ વરસાદ, હાલોલ, વિજયનગર અને કડાણામાં 2-2 ઈંચ વરસાદ જ્યારે મહુધા, ઈડર, ગોધરા, ખેડબ્રહ્મામાં અને ધરમપુરમાં 2-2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ