બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Allegations of coup in BJP on three seats of Vadodara district

પત્તા કપાતા રોષ / ગુજરાતમાં ભાજપને 'પોતાના જ નડશે'! મામાએ કહ્યું એક વોટથી જીતીશ તોય હું સિકંદર! કુલ ત્રણ નેતા કરશે નવા જૂની

Malay

Last Updated: 02:30 PM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવ્યા બાદ કેટલીક જગ્યાએ નારાજગી જોવા મળી રહી છે. વડોદરા જિલ્લાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે.

  • વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ 
  • વાઘોડિયા અને પાદરા બાદ કરજણ બેઠક પર બળવાની સ્થિતિ 
  • સતીશ નિશાળિયા, દિનેશ પટેલ અને મધુ શ્રીવાસ્તવ નારાજ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ગતરોજ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપ દ્વારા એક સાથે 160 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કુલ 38 સીટિંગ ધારાસભ્યોના પત્તા કપાયા છે. વડોદરા શહેર-જિલ્લાની 10 બેઠકોમાં એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યોના પત્તા કપાયા છે. જે ધારાસભ્યોના પત્તા કપાયા છે, તેવા ધારાસભ્યોમાં અને તેમના સમર્થકોમાં નિરાશા જોવા મળી છે. યાદી જાહેર થયા બાદ વડોદરા જિલ્લાની ત્રણ બેઠક પર ભાજપમાં બળવાના એંધાણ વર્તાય રહ્યા છે. વડોદરાની વાઘોડિયા, પાદરા અને કરજણ બેઠક પર બળવાની સ્થિતિ દેખાઈ રહ્યા છે. 

વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવની જગ્યાએ અશ્વિન પટેલને ટિકિટ
ભાજપ દ્વારા વડોદરાની વાઘોડિયા સીટ પરથી દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની શરણાગતિ નહિ માની તેની સામે જિલ્લા પ્રમુખને ટિકિટ આપવામાં આવતા સમગ્ર મામલો દિવસભર ટોક ઓફ ધ ટાઉન બન્યા હતો. ત્યારે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે કે નહિ તે બાબતે તેઓએ કાર્યકરો જેમ કહેશે તેમ કરીશ તેવું કહ્યું હતું. ત્યારે મોડી સાંજે મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતા સમગ્ર મામલો હવે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.

વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવશે મધુ શ્રીવાસ્તવ 
વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ જેઓ અવાર નવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. ત્યારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે. ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે.

IFrame

કરજણ બેઠક પર બળવાની સ્થિતિ
 ભાજપમાં કરજણ બેઠક પર બળવાની સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપે ટિકિટ ન આપતાં પૂર્વ MLA સતીશ નિશાળિયા નારાજ થયા છે. અક્ષય પટેલને ભાજપે ટિકિટ આપતાં સતીશ નિશાળિયા નારાજ થયા છે. પોતાનાં કાર્યાલયમાંથી સતીશ નિશાળિયાએ ભાજપનાં બેનર પણ હટાવી દીધા છે. તદુપરાંત સતીશ નિશાળિયાએ અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કર્યાની પણ ચર્ચા ચાલી રહી છે. એટલે કે કહી શકાય કે સતીશ નિશાળિયા કોંગ્રેસની ટિકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સતીશ નિશાળિયાનાં ચૂંટણી લડવાથી અક્ષય પટેલની મુશ્કેલી પણ વધી શકે.

EX MLA સતીશ નિશાળિયા

પાદરા ભાજપમાં ભડકો
ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાયા બાદ વડોદરા જિલ્લાની પાદરા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા) નારાજ થયા છે. પાદરાની બેઠક ઉપર પ્રબળ દાવેદાર મનાતા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના વર્તમાન ચેરમેન દિનેશ પટેલના બદલે ભાજપે પાદરા નગરપાલિકાના પ્રમુખ વિજયસિંહ ઝાલાને ટિકિટ આપતા ભડકો થયો છે. દીનુ પટેલે અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓએ મીડિયાને જણાવ્યું હતું કે, હું આગામી 17 નવેમ્બરના રોજ ઉમેદવારીપત્ર ભરીશ અને હું પાદરા બેઠક ઉપર જંગી મતથી જીત મેળવીશ.

અગાઉ પણ અપક્ષ ચૂંટણી લડી ચૂક્યા છે દિનેશ પટેલ
અત્રે ઉલ્લેખીય છે કે, વર્ષ 2007માં પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જેમાં તેમનો વિજય થયો હતો. ત્યારબાદ તેઓએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. ભાજપમાં ગયા બાદ 2012માં ભાજપે તેઓને ટિકિટ આપી હતી અને તેમાં પણ તેઓ વિજયી બન્યા હતા. જોકે, ગત વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો. તેમને કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ ઠાકોર (પઢીયાર)એ હરાવ્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ