બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / allegation on lumpy virus by Poonja vansh and Geniben Thakor on govt

ગૃહમાંથી વોકઆઉટ / ગાય માતા તરફડીને મરી રહી છે, લમ્પી વાયરસને નાથવામાં સરકાર નિષ્ફળ, પૂંજા વંશ અને ગેનીબેનનો સરકાર પર આક્ષેપ

Dhruv

Last Updated: 01:18 PM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સત્રના બીજા દિવસે પણ વિધાનસભા ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવી વૉક આઉટ કરી દીધું. વિપક્ષે કહ્યું 'લમ્પી વાયરસને નાથવામાં સરકાર નિષ્ફળ'.

  • આજે પણ વિધાનસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો
  • ગાય માતા તરફડીને મરી રહી છે: પૂંજા વંશ
  • સરકાર લમ્પી વાયરસને નાથવામાં નિષ્ફળ: ગેનીબેન

ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસે આજે ગૃહમાં  લમ્પી વાયરસ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ અધ્યક્ષે તેઓની માંગ ન સ્વીકારતા કોંગ્રેસે આજે પણ હોબાળો મચાવ્યો. હોબાળા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કરી દીધું હતું.

જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થાત: પૂંજા વંશ

જોકે, કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું કે, 'સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત. ગાયો તડફડીને મરી રહી છે. મે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો. પરંતુ સંવેદનાપૂર્વક ચર્ચા કરવાના બદલે મારો પ્રશ્ન રદ કરાયો. આ મુદ્દાને વિધાનસભામાં મે ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પશુપાલન મંત્રીએ અસંમતિ દર્શાવી છે. લમ્પી વાયરસમાં યોગ્ય રીતે વળતર ચૂકવવાની અમારી માંગણી છે. 25 હજારથી દોઢ લાખ ગાયની કિંમત છે. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે. તાત્કાલિક લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં આવે.

આ સરકાર અંગ્રેજો કરતાં પણ નીચે ઉતરતી સરકાર છે: ગેનીબેન ઠાકોર

બીજી બાજુ વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લમ્પી વાયરસને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'સરકાર લમ્પી વાયરસને નાથવામાં નિષ્ફળ રહી. સરકારે રૂ.500 કરોડની જોગવાઈ પાંજરાપોળ માટે કરી હતી. હજુ પાંજરાપોળને તેમની ગ્રાન્ટ આપવામાં નથી આવી. પાંજરાપોળમાં આવતી દાનની રકમમાં પણ ઘટાડો થયો. ગૌ-ભક્તો, સાધુ-સંતો ગાયને બચાવવા માટે ઉપવાસ ઉપર ઉતર્યા. આ સરકાર અંગ્રેજો કરતાં પણ નીચે ઉતરતી સરકાર છે. ધારાસભ્ય ગુલાબસિંહ છેલ્લા છ દિવસથી ઉપવાસ પર છે. સરકારનો કોઈ પ્રતિનિધિ તેમની મુલાકાત લેતું નથી. આથી જો ગુલાબસિંહને કંઈ થયું તો સરકાર જવાબદાર રહેશે.'

નોંધનીય છે કે, આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસ હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ