બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / All the proposed societies in the metros of the state will become legal, find out how the title of the land can be cleared

મોટી રાહત / રાજ્યના મહાનગરોમાં તમામ સૂચિત સોસાયટીઓ બનશે કાયદેસર, જાણો કેવી રીતે કરી શકાશે જમીનનું ટાઇટલ ક્લિયર

Mehul

Last Updated: 07:59 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાનગરોમાં મોટાપાયે ગેરકાયદેસર સોસાયટીઓ- સૂચિત સોસાયટીને કાયદેસરતા બક્ષવા માટે રાજ્ય સરકાર અભિયાન ચલાવવામાં આવશે- શહેરી વિકાસ મંત્રી મોરડીયા

  • અમદાવાદ પૂર્વમાં મોટા ભાગની સૂચિત સોસાયટી
  • સૂચિત સોસાયટીને કાયદેસરતા બક્ષવા ખાસ અભિયાન
  • સરકાર યોગ્ય સૂચિત સોસાયટીને કાયદેસરતા બક્ષશે

અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર સહિતના મનપા વિસ્તારમાં મોટાપાયે ગેરકાયદેસર સોસાયટીઓ બનાવી દેવામાં આવી છે.આ સોસાયટીના રહિશો પ્રાથમિક સુવિધાઓને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.મહત્વપૂર્ણ બાબત તો એ છે કે 100 રૂપિયાના સ્ટેમ્પ પર મકાનો વેચાયા હોવાને લીધે લોન લેવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે.એજ્યુકેશન લોન ,વિદેશ અભ્યાસ લોન સહીતના કામોમાં ગેરકાયદેસર સોસાયટીઓના રહીશો પુરાવા રજુ કરી શકતા નથી.તથા તેમને મનપાની સુવિધાઓ અને સરકારની યોજનાઓથી પણ વંચિત રહેવું પડે છે.

.યોજનાથી રહેવું પડે છે વંચિત 

આ મામલે ભાજપના MLA વલ્લભભાઈ કાકડિયાએ જણાવ્યુ કે મોટાભાગની પૂર્વ વિસ્તારની 90 ટકા સૂચિત સોસાયટીઓ ગેરકાયદેસર હોવાની રજુઆત કરાઈ છે જેને કાયદેસરતા બક્ષવા માટે તેમના દ્વારા ઈમ્પૅક્ટ ફી નો કાયદો લાવવામાં આવ્યો હતો...જોકે જમીનનું ટાઇટલ ક્લિયર ન હોવાથી તેમના મકાનનો દસ્તાવેજ થઇ શકતો ન હતો...તેમણે વધુમાં જણાવ્યુ કે તેમના ઠક્કરનગર વિધાનસભા મત વિસ્તારમા 199 જેટલી ગેરકાયદેસર સોસાયટીઓ આવેલી છે જે પૈકી 67 સોસાયટીઓએ અરજી કરેલી છે...જે પૈકી 37 સોસાયટીઓને સૂચિત સોસાયટીના કાયદા મુજબ કાયદેસર કરી દેવામાં આવી છે  અમદાવાદ ના પૂર્વ વિસ્તાર ની વાત કરી એ  શક્તિધારા ,કૃષ્ણપાર્ક સહીત ની સોસાયટી ના રહીશો સાથે વાત કરતા કહ્યું હતું કે ગેરકાયદેસર સોસાયટી હોવાને લીધે તેમને મહાનગર પાલિકાની સુવિધાઓ  અને સરકારની યોજનાઓથી વંચિત રહેવું પડે છે.

સૂચિત સોસાયટીઓને કરાશે કાયદેસર; મોરડીયા 

સૂચિત સોસાયટી ને કાયદેસરતા બક્ષવા માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા સૂચના આપી હોવાનું શહેર વિકાસ મંત્રી વિનુભાઈ મોરડીયા એ કહ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વર્ષ 2022માં યોજાનાર છે.વિધાનસભા ની ચૂંટણીમાં બીજેપીનો ભગવો લહેરાય તે માટે બીજેપી સરકાર  અત્યારથી કમર કસી રહ્યું છે જેના ભાગ રૂપે રાજય ની બીજેપી સરકારે તેની પોતાની મતબેન્ક ને જાળવી રાખવા માટે સૂચિત સોસાયટી ને કાયદેસરતા બક્ષવા માટે અભિયાન ચલાવવામાં આવશે

બિલ્ડરો દ્વારા વર્ષો પહેલા ખેડૂતો પાસેથી જમીનો લઇ સૂચિત સોસાયટી બનાવી દઈ કાયદાકીય પ્રકિયા કર્યા વગર જ પાવર ઓફ એટર્ની થી વેચાણ કરી દેવામાં આવ્યું હતું જેને લીધે મકાન કે ફ્લેટ ધારકો એટર્ની થી વેચાણ કરી દેવામાં આવ્યું હતું પરિણામે  મકાન કે ફ્લેટ ધારકોને  નગર પાલિકા કે મહાનગર પાલિકા ની સોસાયટી ને યોજનાઓ નો લાભ મળતો ન હતો જોકે આજે પણ સ્થિતિ ઠેર ની ઠેર છે.ત્યારે શહેરી વિકાસ રાજય પ્રધાન  મોરડીયા એ  કહ્યું કે માલિકી હક ન ધરાવતા તમામ ધારકોને માલિકી હક આપવા માટે સૂચિત સોસાયટીને કાયદો લાવવા માં આવ્યો

જંત્રી ભરવામાં રાહત આપી 

કોરોના મહામારી ને કારણે લોકો આર્થિક સંકડામણ ને કારણે સૂચિત સોસાયટી ને કાયદેસરતા બક્ષવા માટે જંત્રી ની રકમ ભરી શકતા ન હતા નાની મોટી મંદી ને કારણે લોકો જંત્રી ની રકમ ભરી શકતા ન હતા.  લોકોને  દોઢ થી બે લાખ રૂપિયા જંત્રી ની રકમ ભરવા ની થતી હતી તેમની મુશ્કેલી નિવારવા માટે રાજય સરકારે સમગ્ર ગુજરાત માં સૂચિત સોસાયટીમાં જંત્રીની રકમ ભરી શકે તે માટે ત્રણ થી ચાર હપ્તામાં ભરવાની રાહત આપી છે જેથી વધુ ને વધુ લોકો સૂચિત સોસાયટી કાયદાનો લાભ મળી શકે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ