બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / Alcohol and drugs were also served in Jismna Khel in Ahmedabad under the guise of a spa.

ગોરખધંધા / અમદાવાદમાં સ્પાની આડમાં ચાલતા જિસ્મના ખેલમાં દારૂ અને ડ્રગ્સ પણ પીરસાતાં હોવાનો ઘટસ્ફોટ, રંગેહાથે ઝડપી લેવા પોલીસે ગોઠવ્યું આવું છટકું

Vishal Khamar

Last Updated: 10:28 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મસાજનાં નામે ચાલતા સ્પા સેન્ટરમાં ચાલતા દેહવિક્રયનાં ધંધાને લીધે અનેક લોકો મોતનાં મુખમાં ધકેલાઈ રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા મિઝોરમની યુવતિનાં મોત નિપજ્યું હતું. તે HIV પોઝીટીવ હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

  • સ્પાની આડમાં ચાલતા જિસ્મના ખેલમાં દારૂ અને ડ્રગ્સ પણ પીરસાતાં હોવાનો ઘટસ્ફોટ
  • અમદાવાદમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટર
  • મોટા ભાગનાં સ્પા સેન્ટરમાં ગોરખધંધા ચાલતા હોવાનો આરોપ

શહેરમાં ચાલતાં સ્પા સેન્ટરમાં મસાજના નામે અનેક વાર ગોરખધંધા ચાલતા હોવાની ફરિયાદો મળી છે. સાથે બહારથી યુવતીને બળજબરીપૂર્વક લાવવામાં આવતી હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું હતું. જે મામલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે થોડા સમય પહેલાં જાહેરનામું બહાર પાડીને શહેરમાં ચાલતા સ્પાનાં સંચાલકોનાં નામ, સરનામાં, કર્મચારીઓનાં નામ સરનામાં, વતનનાં સરનામાંની વિગત ઓળખપત્ર સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે સૂચના આપી હતી. આ જાહેરનામું માત્ર નામ પૂરતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં મોટા ભાગનાં સ્પા સેન્ટર રજિસ્ટ્રેશન વગર ધમધમી રહ્યાં છે જ્યારે તેમનો કોઇ ડેટા પોલીસ સ્ટેશનમાં જમા થતો નથી. અમદાવાદના સી.જી. રોડ પર સંખ્યાબંધ સ્પા સેન્ટરો આવેલાં છે જેમાં મોટા ભાગનો ડેટા પોલીસ સ્ટેશનમાં જમા થયો નથી.
મોટાભાગનાં સ્પા સેન્ટર લાઈસન્સ વગર ધમધમે છે
શહેરનાં એસજી હાઇવે પરની હોટલના રૂમમાંથી સ્પા સેન્ટરમાં કામ કરતી મિઝોરમની યુવતીની લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવતીએ ડ્રગ્સનો ઓવરડોઝ લીધો હોવાના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. આ ઘટનાએ સ્પા સેન્ટરમાં ચાલતા અનેક ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. શહેરમાં પાંચ હજારથી વધુ સ્પા સેન્ટર આવેલાં છે. જેમાં મોટાભાગનાં સ્પા સેન્ટર લાઈસન્સ વગર ધમધમે છે જેમાં દેહવ્યાપાર, ડ્રગ્સ પાર્ટી તેમજ દારૂ પાર્ટી થાય છે. 
શહેરમાં બિલાડીની ટોપની જેમ સ્પા સેન્ટરનો રાફડો એટલી હદે ફાટી નીકળ્યો છે કે દર એકાદ બે બિલ્ડિંગ છોડીને સ્પા સેન્ટર આસાનીથી મળી જાય છે. મસાજ અને રિલેક્સ કરી આપવાનાં નામ પર સ્પા સેન્ટરમાં દેહવ્યાપારના ગોરખધંધા ખુલ્લે આમ ચાલી રહ્યા છે. જેની જાણ ખુદ પોલીસને પણ છે. દેહવ્યાપારના ગોરખધંધા સાથે સ્પા સેન્ટરમાં દારૂ પાર્ટી તેમજ ડ્રગ્સ પાર્ટી પણ યોજાય છે જેનો પર્દાફાશ અનેક વખત થયો છે. 

મિઝોરમની યુવતીનાં રહસ્યમય રીતે થયેલા મોતના કેસમાં વધુ એક ઘટસ્ફોટ 
શહેરમાં સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપાર ચાલી રહ્યો છે. જેમાં પોલીસની કામગીરી નહીંવત છે ત્યારે એસજી હાઇવે પર આવેલી હોટલમાં મિઝોરમની યુવતીનાં રહસ્યમય રીતે થયેલા મોતના કેસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે. યુવતી સ્પા સેન્ટરમાં કામ કરતી હતી અને  તે એચઆઇવી પોઝિટિવ હતી. યુવતી ડ્રગ્સની બંધાણી હતી અને તે સ્પા સેન્ટરમાં જ ડ્રગ્સનો નશો કરતી હતી સાથે દારૂ પાર્ટી પણ સ્પા સેન્ટરમાં કરતી હતી. સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહવ્યાપારના ધંધામાં દારૂ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટી થાય છે.  શહેરમાં સ્પા સેન્ટરનો રાફડો ફાટ્યો છે ત્યારે લોકલ પોલીસ, મહિલા પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઇ રહી છે. અમદાવાદમાં પાંચ હજાર કરતાં વધુ સ્પા સેન્ટરો છે. જેમાં પોલીસની કામગીરી નહીંવત છે. 
પહેલાં બ્યુટી પાર્લર અને હવે સ્પા સેન્ટર
પહેલાં બ્યુટી પાર્લરની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. જેમાં ક્રાઇમ બ્રાંચના પૂર્વ એસીપી ઉષા રાડાએ ઠેર ઠેર રેડ કરી હતી અને એજન્ટો સહિત બ્યુટી પાર્લર બંધ કરાવ્યાં હતાં ત્યાર બાદ એજન્ટોએ સ્પા સેન્ટરની આડમાં દેહવ્યાપારનો ધંધો શરૂ કર્યો હતો. પોલીસે પહેલાં સ્પા સેન્ટરમાં ચાલતા દેહવ્યાપારને પકડવા માટે અનેક છટકાં ગોઠવીને રેડ કરી જેમાં તે સકસેસ પણ ગઈ હતી.
ડમી ગ્રાહકનો મિસ કોલ આવતાં પોલીસ સ્પા સેન્ટરમાં રેડ કરે છે
પોલીસ બાતમીના આધારે ડમી ગ્રાહકને ૫૦૦-૫૦૦ રૂપિયા લઇને મોકલે છે. ડમી ગ્રાહક મસાજ કરવાના ૫૦૦ રૂપિયા આપે છે અને ત્યારબાદ મસાજ કરનાર યુવતીને સંબંધ રાખવા માટે ૫૦૦ રૂપિયા આપે છે. યુવતીને રૂપિયા  આપ્યા બાદ ડમી ગ્રાહક પોલીસને મિસ કોલ કરે  છે. જેથી સિવિલ ડ્રેસમાં રહેલી પોલીસ તરત જ રેડ કરી દે છે. આ મામલે ઝોન ૭ના ડીસીપી બી.યુ.જાડેજાએ જણાવ્યું છે કે પોલીસ અનેક વખત સ્પા સેન્ટરમાં ચેકિંગ કરે છે અને જરૂર લાગે તો રેડ પણ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ