બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / રાજકોટ / Al Qaeda network ATS in Gujarat, tasked to give task to Al Qaeda network ATS, reveals how terrorist module was exposed

રાજકોટ / ગુજરાતમાં અલકાયદાના નેટવર્ક પર ATSનો સૌથી મોટો ખુલાસો, બાંગ્લાદેશમાં બેઠેલો આકા આપવાનો હતો ટાસ્ક, ખતરનાક પર્દાફાશ

Vishal Khamar

Last Updated: 05:51 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાંથી ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓ છેલ્લા 1 વર્ષથી સામાન્ય નાગરિકની જેમ રાજકોટમાં સોની બજારમાં મજૂરી કરતા હતા. તેમજ તેઓની પાસેથી ઓટોમેટિક પિસ્તોલ તેમજ કારતૂસ પણ કબ્જે કરાયા છે.

 

  • રાજકોટમાંથી અલકાયદાની વિચારધારા ધરાવતા ત્રણ આતંકીઓ ઝડપાયા
  • આતંકવાદીઓ ટેલિગ્રામ મારફતે એકબીજા સાથે સંપર્ક કરતા
  • આતંકવાદીઓ ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટીવ કરવાની ફિરાકમાં હતા

ગુજરાત એટીએસને મોટી સફળતા મળી છે. જેમાં ગુજરાતમાં અલકાયદાનાં નેટવર્કને પર્દાફાશ કર્યો છે. જેમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા 3 આતંકીઓની રાજકોટ સોની બજારમાંથી ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણેય આતંકીઓને SOG  ઓફિસ લાવવામાં આવ્યા હતા. ત્રણેય આરોપીઓને ATS SOG  ઓફિસ લાવી છે. 
પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં રહેતા હોવાની બાતમી મળી હતીઃ એટીએસ
ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે એટીએસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં એટીએસનાં એસપી ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 
અમન માલિક ટેલીગ્રામના માધ્યમથી કોન્ટેક કરતો 
એટીએસ દ્વારા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વોચ રાખીને બેઠી હતી. ત્યારે ગત રોજ 31 તારીખે ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં અમન મલિક તેમજ શેખ નવાજ સોની બજારમાં રહે છે. ત્યારે અમન મલિક ટેલીગ્રામનાં માધ્યમથી કોન્ટેક્ટ કરતો હતો. અલકાયદામાં બે એપની મદદથી જોડાયો હતો. અલકાયદામાં જોડાયા બાદ તેઓને સેમી ઓટોમેટીક હથિયાર મળ્યું હતું. ત્યારે હવે હથિયારનાં ઉપયોગને લઈને તેની તપાસ હવે હાથ ધરવામાં આવનાર છે.  આ ત્રણ લોકોનું કામ બીજા લોકોને જોડવાનું હતું. આ ત્રણેય લોકો પાસેથી 5 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. તેમજ મોબાઈલ ફોનમાંથી ઘણા પુરાવા મળ્યા છે. કન્વર્સેશન એપની મદદ લેવાતી હતી. તેમજ હથિયાર ક્યાંથી લીધુ તે માહિતી ગુપ્ત છે. 

આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે
આતંકીઓ સૌરાષ્ટ્રમાં શું કરવાનાં હતા. તેની માહિતી બાંગ્લાદેશથી મળવાની હતી. તેમજ પૈસાની કોઈ વિગતો મળી નથી. આતંકીઓએ કટ્ટરપંથી શોધવાનું કામ કર્યું છે. ત્યારે આ આતંકવાદીઓ કોના કોના સંપર્કમાં હતા તેની પૂછપરછ બાકી છે. તેમજ લોકલ હેન્ડરલ કોણ છે તેની પણ તપાસ કરવામાં આવનાર છે. સોનાનાં કારીગર તરીકે ત્રણેય કામ કરતા હતા. એક વર્ષ પહેલાની તેઓની ગતિવિધિઓની તપાસ બાકી છે. તેમજ કોઈ પણ પ્રકારની તાલીમ લીધા અંગેની પણ તપાસ બાકી છે. 

ગૃહરાજ્ય મંત્રીએ એટીએસની ટીમને અભિનંદન આપ્યા
આ બાબતે રાજ્યનાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસને અભિનંદન આપુ છું. ગુજરાત એટીએસની ટીમ દ્વારા ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરી છે. ત્યારે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ વેસ્ટ બંગાળનાં અલકાયદાથી રેડિક્લાઈઝ થયા છે. તેમજ ગુજરાત એટીએસની ટીમને મોટી સફળતા મળી છે. એટીએસ દ્વારા છેલ્લા રાજકોટ ખાતે છેલ્લા ઘણા સમયથી ધામા નાંખ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ