બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Akshaya Tritiya shubh sanyog get maa lakshmi blessings

અક્ષય તૃતિયા 2023 / અખાત્રીજ 2023: બની રહ્યા છે 6 શુભ સંયોગ, આ 5 પાંચ કાર્યો કરવાથી જીવનભર રહે છે ધનલાભ

Manisha Jogi

Last Updated: 02:17 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દિવસે પંચાંગ જોયા વગર કોઈપણ સમયે શુભ કાર્ય કરી શકાય છે, આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.

  • પંચાંગ જોયા વગર કોઈપણ સમયે થશે શુભ કાર્ય.
  • અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત.
  • શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે.

હિંદુ ધર્મમાં તમામ તિથિ અને તહેવારનું એક અલગ મહત્ત્વ રહેલું છે. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ માસની શુક્લ પક્ષની તિથિએ અક્ષય તૃતિયા (અખાત્રીજ) ઊજવવામાં આવે છે. 22 એપ્રિલના રોજ અક્ષય તૃતિયા છે, આ પાવન અવસરે 6 શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ દિવસે પંચાંગ જોયા વગર કોઈપણ સમયે શુભ કાર્ય કરી શકાય છે, આખો દિવસ શુભ મુહૂર્ત રહેશે. અક્ષય તૃતિયાનો દિવસ માઁ લક્ષ્મીને સમર્પિત છે, આ દિવસે શુભ મુહૂર્તમાં કાર્ય કરવાથી લક્ષ્મીજીની કૃપા વરસે છે. 

અક્ષય તૃતીયા 

22 એપ્રિલના રોજ સવારે 07:49 વાગ્યે અક્ષય તૃતીયા શરૂ થશે અને 23 એપ્રિલના રોજ સવારે 07:47 વાગ્યે પૂર્ણ થશે. આ દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત છે. 

શુભ યોગ

પંચાંગ અનુસાર આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે 6 શુભ યોગ બની રહ્યા છે, જેનાથી આ દિવસના મહત્ત્વમાં વૃદ્ધિ થશે. 

  • આયુષ્માન યોગ- 22 એપ્રિલના રોજ સવારે 9:26 વાગ્યા સુધી
  • સૌભાગ્ય યોગ- 22 એપ્રિલના રોજ સવારે 9:36 વાગ્યાથી સંપૂર્ણ રાત સુધી
  • ત્રિપુષ્કર યોગ- 22 એપ્રિલના રોજ સવારે 5:49 વાગ્યાથી સવારે 7:49 વાગ્યા સુધી
  • સર્વાર્થ સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
  • રવિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી
  • અમૃત સિદ્ધિ યોગ- 22 એપ્રિલના રોજ રાત્રે 11:24 વાગ્યાથી 23 એપ્રિલના રોજ સવારે સવારે 5:48 વાગ્યા સુધી

અક્ષય તૃતિયાના દિવસે આ 5 શુભ કાર્ય કરો

  • આ વર્ષે અક્ષય તૃતિયાના દિવસે અનેક શુભ સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. વિવાહ તથા અન્ય શુભ કાર્યો માટે અક્ષય તૃતિયાનો દિવસ ખાસ રહેશે. આ દિવસે કોઈપણ સમયે સુવિધા અનુસાર લગ્નના બંધનમાં બંધાઈ શકીએ છીએ.
  • જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે તમે સગાઈ અથવા લગ્નની વાત નક્કી કરી શકો છો. 
  • અક્ષય તૃતિયાના દિવસે સોનુ અથવા અન્ય આભૂષણ પણ ખરીદી શકાય છે. આ દિવસે સોનાની ખરીદીને શુભ માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ દિવસે સોનુ ખરીદવાથી તેમાં અનેક ગણી વૃદ્ધિ થાય છે. 
  • અક્ષય તૃતિયાને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે નવી ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. 
  • આ દિવસે તમે નવું મકાન, ફ્લેટ અથવા પ્લોટ પણ ખરીદી શકો છો અથવા તેનું બુકિંગ પણ કરી શકો છો. 
  • આ દિવસે સંપત્તિ, આભૂષણની ખરીદી કરવાથી જીવનભર સુધી તેમાં કોઈ કમી રહેતી નથી. અક્ષય તૃતિયાના દિવસે અક્ષય પદ પ્રદાન થાય છે. આ દિવસે ધન અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ