બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના અનેક મતદાન મથકો પર તંત્રની બેદરકારી,EVMમાં મત આપતા ફોટો-વિડીયો વાયરલ

logo

શક્તિસિંહ ગોહિલે બુથમાં ઉપસ્થિત ભાજપ કાર્યકરને લઇ ઉઠાવ્યો વાંધો

logo

ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

logo

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિહનું મોટું એલાન, કહ્યું 'આ મારી છેલ્લી ચૂંટણી હશે..'

logo

AAPના ચૈતર વસાવાએ મતદાન કર્યું

logo

અખિલેશ યાદવે કહ્યું,'ભાજપે લોકોને પરેશાન કરવા જાણીજોઈને ઉનાળામાં મતદાન ગોઠવ્યું!'

logo

વડાપ્રધાન મોદીની મધ્યપ્રદેશમાં જાહેર રેલી, કહ્યું 'આ તો ટ્રેલર છે,હજુ ઘણું બાકી છે..'

logo

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં કર્યું મતદાન

logo

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર મતદાન મથકમાં મોબાઈલ લઈ જવાના પ્રતિબંધના ધજાગરા ઉડ્યા

logo

દેશમાં 9 વાગ્યા સુધી 10.57 ટકા મતદાન નોંધા7

VTV / ajit pawar in nda camp now how difficult for eknath shinde bjp seat sharing 2024

રાજકીય એનાલિસીસ / 2024 પહેલા મોદી-શાહે ફટકાર્યો માસ્ટરસ્ટ્રોક ! 'અજિત તીર'થી પાડ્યાં અનેક નિશાન, ભાજપને મળશે 7 લાભ

Hiralal

Last Updated: 10:44 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મહારાષ્ટ્રમાં બે હાથમાં લાડૂ જેવો ઘાટ થયો છે અને હવે અજિત પવાર એનડીએ કેમ્પમાં આવી જતાં તેના હાથ ઉપર રહ્યો છે.

  • મહારાષ્ટ્રમાં અજિત પવાર આવી જતાં ભાજપને મોટી રાહત
  • એકીસાથે મળશે 3 મોટા લાભ
  • શિંદેનો વિકલ્પ મળ્યો, શરદ પવારની તાકાત ઘટી, વિપક્ષી એકતા પર પ્રહાર 

મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક છે જે યુપીની 80 બાદ બીજા નંબરની સૌથી વધારે બેઠકો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટી રાહત મળી છે. મહારાષ્ટ્રમાં રવિવારે જે રાજકીય ઉથલપાથલ થઈ છે તેમાં બે વાત સીધી જ સામે આવે છે. પ્રથમ એનસીપી તૂટવાની સાથે જ તે નબળી પડી ગઇ છે અને શરદ પવારની રાજકીય તાકાત પણ ઘટી ગઇ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપે જોરદાર પગપેસારો કર્યો છે. હવે ભાજપ પાસે સીએમ શિંદે ઉપરાંત અજીત પવાર પણ મોટા વિકલ્પ તરીકે છે, જેનો ફાયદો પાર્ટી લોકસભા ચૂંટણીમાં ઉઠાવી શકે છે.

2024ના છ મહિના પહેલા જ વિપક્ષી એકતાને ફટકો 
આ બે બાબતો સિવાય ત્રીજી સૌથી મોટી વાત એ બની કે ભાજપે 2024ના છ મહિના પહેલા જ વિપક્ષી એકતાને ફટકો માર્યો છે. તેનાથી માત્ર શરદ પવારને જ નહીં, પરંતુ તાજેતરમાં જ પટનામાં એક ભવ્ય સભાનું આયોજન કરનારા નીતિશ કુમાર સહિત તમામ વિપક્ષી દળોને પણ નુકસાન થશે. આ સિવાય આગામી સામાન્ય ચૂંટણીમાં વાપસીના સપના જોઈ રહેલી કોંગ્રેસને પણ આનાથી નુકસાન થયું છે.

'અજીત પવાર' નામના તીરથી 3 નિશાન 
ભાજપે 'અજીત પવાર' નામના તીરથી બે નિશાન સાધ્યા છે. સૌથી પહેલા મહારાષ્ટ્રમાં સીએમ એકનાથ શિંદેની પાંખો કાપવામાં આવી છે. 
અને આગામી લોકસભા ચૂંટણી માટે ગઠબંધનનો નવો ભાગીદાર પણ મળી ગયો છે. આ સાથે જ ભાજપ સામે એકજૂથ થવાનો પ્રયાસ કરી રહેલા વિપક્ષી નેતાઓની એકતાનો ભંગ થયો છે. કારણ કે શરદ પવાર વિપક્ષી ગઠબંધનનો મુખ્ય ચહેરો છે અને હવે તેમની જ પાર્ટીમાં ભાગલા પડી ગયા છે.

કેવી અજિત-ફડણવીસની જોડી શિદે પર પડી શકે ભારે 
અજિત પવારનું શિંદે-ભાજપ સરકારમાં સામેલ થવું એક રીતે ભાજપને મજબૂત કરી રહ્યું છે. ભાજપ શિંદે જૂથના સમર્થનથી પણ આગળ વધીને બહુમતના આંકડા સુધી પહોંચી રહી છે. હાલ સરકાર પાસે કુલ 166 ધારાસભ્યોનું સમર્થન છે. જો શિંદે કેમ્પના 40 ધારાસભ્યો જશે તો આ સંખ્યા 126 થશે. અજીત પવાર છાવણીના 30 ધારાસભ્યો ઉમેરાય તો પણ સરકારને 156 ધારાસભ્યોનું સમર્થન મળશે, જે બહુમતથી 11 વધુ હશે. આવી સ્થિતિમાં શિંદે મુખ્ય પ્રધાન હોય તો પણ ડેપ્યુટી સીએમ તરીકે અજિત અને દેવેન્દ્ર ફડણવીસની જોડી સરકાર પર હાવી થઈ જશે. સાથે જ આ બંને નેતાઓ પોતાના મુદ્દાઓ અને લોકોને આગળ વધારવાનું કામ પણ કરશે. શિવસેના સાથે ગઠબંધન તૂટ્યા બાદ ભાજપને શિંદેના રૂપમાં મહારાષ્ટ્રમાં ભાગીદાર મળ્યો, પરંતુ તેમ છતાં આટલા મોટા રાજ્યમાં ગઠબંધનના મજબૂત ચહેરાઓની પાર્ટીને જરૂર હતી. હવે અજીત પવારની મદદથી ભાજપ લોકસભા ચૂંટણીમાં એનસીપીની મોટી વોટબેંકને એનડીએમાં ખેંચી શકે છે.

અજિત પવારના આવવાથી ભાજપે શું લાભ
- મહારાષ્ટ્રમાં એનડીએ વધારે મજબૂત
- એકનાથ શિંદેનો વિકલ્પ મળશે
- વિપક્ષી એકતાને ઝટકો આપ્યો
- એનસીપીના બે ફાડિયા થયા, ઘટી શરદ પવારની તાકાત
- 2024ની લોકસભાની ચૂંટણીમાં વધારે બેઠકોની સોદાબાજી કરી શકશે
- ભાજપને બે વિકલ્પો મળ્યાં, જરુરિયાત પ્રમાણે શિંદે કે અજિતનો કરી શકે ઉપયોગ 
-યુપી બાદ મહારાષ્ટ્રમાં લોકસભાની સૌથી વધારે બેઠકો, 48 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ