બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad traffic police in action regarding traffic rules

મોટો નિર્ણય / માત્ર હેલમેટ જ નહીં, ફોન પર વાત-ટ્રિપલ સવારી માટે પણ આવશે ઈ-મેમો; રિક્ષા-કારમાં આ ભૂલ કરી તો ગયા સમજો: જાણો 16 નવા નિયમો

Malay

Last Updated: 09:19 AM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્રાફિક નિયમને લઇ અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે. હવેથી ટ્રાફિકના આ 16 નિયમના ભંગ બદલ ઘરે આવશે ઈ-મેમો.

 

  • ટ્રાફિક નિયમનો ભંગ કરનારાની ખેર નહીં
  • હવેથી ટ્રાફિકના 16 નિયમના ભંગમાં આવશે ઈ-મેમો
  • રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો આવશે ઈ-મેમો

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.  આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા..

ટ્રાફિક નિયમો તોડનારની ખેર નહીં: અમદાવાદમાં લાગશે નવા 2146 CCTV, હાલમાં  રોજના 5 હજાર ઇ-મેમો થાય છે ઇશ્યૂ | Traffic violators will not be fine: 2146  new CCTVs will be installed ...

ફોર વ્હિલરમાં કાળા કાચ હશે તો આવશે ઈ-મેમો
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે. 

આડેધડ પાર્કિંગ કરનારને ફટકારાશે ઈ-મેમો
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે. સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.

રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો....
ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. આ સાથે શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો આવશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે. 

એક જ દિવસમાં 700 લાયસન્સ રદ્દ
મહત્વનું છે કે, અમદાવાદમાં પુરઝડપે રફ વાહન ચલાવતાં લોકોની હવે ખેર નથી. કારણ કે અકસ્માત કરીને નિર્દોષ લોકોના મોત નિપજાવવનારા સામે અમદાવાદ RTOએ લાલ આંખ કરી છે. એક જ દિવસમાં 700 વાહન ચાલકોના લાયસન્સ રદ્દ કરી દીધા છે. હજુ 150 વાહન ચાલકો સામે લટકતી તલવાર હોવાનુ RTO ઓફિસના અધિકારી તરફથી જાણવા મળ્યુ છે. લાયસન્સ રદ્દ કર્યા બાદ પણ વાહન ચાલક ડ્રાઇવીંગ કરતો ઝડપાશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. 

Ahmedabad RTO cancels the licenses of 700 vehicle drivers in a single day

મેમો ન ભર્યો હોય તો લાઈસન્સ પણ રદ થઈ શકે
મહત્વનું છે કે, જે લોકોએ વારંવાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને ઇ-મેમો ભર્યો નથી તેવા લોકોએ ચેતવાની જરૂર છે. અમદાવાદ પોલીસે આવા વાહનચાલકો વિરુદ્ધ તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે. પોલીસના એક અંદાજ મુજબ જે વાહનચાલક 20થી વધુ વખત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતાં પકડાયા છે અને અનેક વખત ઈ-મેમો મોકલાવ્યા બાદ પણ તેમણે દંડ ભર્યો નથી. અમદાવાદ પોલીસે આવા લોકોની એક યાદી બનાવી આરટીઓ ઓફિસમાં મોકલી આપી છે. પોલીસના અંદાજ મુજબ અમુક વાહનચાલકોએ 111થી પણ વધુ વખત ટ્રાફિક નિયમ તોડ્યા છે. આવા વાહનચાલકો વિરુદ્ધ આરટીઓ લાઈસન્સ રદ કરવાની કાર્યવાહી કરશે.

અમદાવાદ આરટીઓએ કરી કાર્યવાહી 
ગુજરાત ઉપરાંત રાજસ્થાન, ગોવા અને મહારાષ્ટ્રની પોલીસ દ્વારા અમદાવાદના વાહન ચાલકોની ફરિયાદ RTOને મળી હતી. જેના કારણે તાત્કાલિક અસરથી અમદાવાદ આરટીઓ આર.એસ.દેસાઈએ કાર્યવાહી કરી છે. નજીકના દિવસોમાં અમદાવાદના રસ્તા ઉપર પણ રફ ડ્રાઇવીંગ કરનારા લોકો સામે પણ કાયદાકીય કાર્યવાહી થશે.  RTO અને પોલીસ દ્વારા નિયમનું પાલન નહિ કરનાર વાહન ચાલકો પર તવાઈ શરૂ કરી છે. નિયમનું પાલન નહિ કરનાર વાહન ચાલકો વિરુદ્ધ હવે કાયદાનું ભાન કરાવવા વધુ કડક કાર્યવાહી હાથ ધરશે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad ememo Ahmedabad news Ahmedabad traffic police અમદાવાદ સમાચાર વાહનચાલકો માટે ખાસ વાહનચાલકો સાવધાન ahemedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ