બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું

અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું

Last Updated: 01:31 PM, 14 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આર્યને કહ્યું હતું કે હું ગામડે રહું છું. મારા ગામ પાસેથી વિમાન ઉડતું નથી, એટલે ક્યારેય જોયું નહોતું. હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો અને પાસેથી વિમાન જતું હતું એટલે મને લાગ્યું કે વીડિયો ઉતારી લઉં

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો સૌથી પહેલો વીડિયો જે સામે આવ્યો હતો તે વીડિયો ઉતારનાર યુવકની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે વીડિયો વાયરલ થયો છે તે 17 વર્ષના સગીરે પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. સૌથી પહેલા રેકોર્ડ કરેલો વીડિયો જ સામે આવ્યો હતો. પ્લેન ક્રેશની દુર્ઘટનાનો વીડિયો ઉતારનાર 17 વર્ષીય સગીરનું નામ આર્યન અંસારી છે જેણે લક્ષ્મીનગર સ્થિત પોતાના મકાનની છત પરથી વીડિયો પોતાના મોબાઈલમાં રેકોર્ડ કર્યો હતો. હાલ પોલીસ આર્યનને પૂછપરછ માટે પોતાની સાથે લઇ ગઇ છે.

આર્યને કહ્યું હતું કે હું ગામડે રહું છું. મારા ગામ પાસેથી વિમાન ઉડતું નથી, એટલે ક્યારેય જોયું નહોતું. હું પહેલીવાર અમદાવાદ આવ્યો હતો અને પાસેથી વિમાન જતું હતું એટલે મને લાગ્યું કે વીડિયો ઉતારી લઉં અને મિત્રોને બતાવીશ. પ્લેન જઈ રહ્યું હતું તો મને લાગ્યું કે ત્યાં એરપોર્ટ છે, તો પ્લેન લેન્ડિંગ કરી રહ્યું છે. તે ત્યાં જઈને બ્લાસ્ટ થઈ ગયું. મેં વિચાર્યું પણ નહોતું. હું ડરી ગયો હતો. પછી મેં મારી બહેનને બતાવ્યું કે આ શું થયું છે."

આર્યનની બહેને જણાવ્યું કે, "તેણે મને વીડિયો બતાવ્યો હતો. તે બહુ ડરી ગયો હતો. પિતાનો ફોન આવતાં તેણે તેમને પણ આ અંગે જણાવ્યું હતું અને તેમને વીડિયો મોકલ્યો હતો."

આ પણ વાંચોઃ પ્લેન ક્રેશ સ્થળથી માત્ર 500 મીટર દુર છે આ પ્રત્યક્ષદર્શીઓની વસાહત, આંખો સામે જોયું મોતનું તાંડવ

મહત્વનું છે કે અમદાવાદમાં બે દિવસ પહેલા બપોર 1 વાગ્યા સુધી બધુ નોર્મલ સ્થિતિમાં હતું રોજબરોજની ક્રિયા ચાલતી હતી. બપોર 1.40 થયોને સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વ હચમચી ગયું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 1.38 વાગ્યે લંડન જવા એક ફ્લાઈટે ઉડાન ભરી હતી, જો કે ઉડાન ભર્યાના બે મિનિટમાં જ 1.40 વાગ્યે જ પ્લેન મેઘાણીનગરમાં IGP કપાઉન્ડમાં ક્રેશ થયું હતું. આ સાથે જ અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Plane Crash Ahmedabad Plane Crash,
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ