ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad Municipal Corporation presented the draft budget for the year 2024-25
Last Updated: 02:47 PM, 31 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25 નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર એમ. થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 15.65 કિમી લાંબી ખારીકટ કેનાલનું ડેવલપમેન્ટ કરાશે. તેમજ 1230 કરોડના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ-2 નું કામ કરાશે.
100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે
ઈન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ રોડ સુધીનું કામ કરાશે. તેમજ 1 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટ ફેઝ-3 નું કામ કરાશે. જ્યારે 250 કિમીના રસ્તા રીગ્રેડ કરાશે. જ્યાર 40 કિમીના માઈક્રો રિસરફેસિંગ કરાશે. તેમજ 100 કિમીના ડસ્ટ ફ્રી રોડ મળી 400 કિમી રોડ 790 કરોડના ખર્ચે બનાવાશે. 135 કરોડના ખર્ચે 5 આઈકોનિક રોડ બનાવાશે.
ADVERTISEMENT
શહેરમાં પ્રવેશવાના માર્ગ પર એન્ટ્રીગેટ બનાવાશે
આઈકોનિક રોડમાં પાર્કિગ, ગ્રીન બેલ્ટ સાથેનાં વોક-વે બનાવાશે. તેમજ સીટિંગ એરેજમેન્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથેની સુવિધા રખાશે. તેમજ લો ગાર્ડનની આજુબાજુના રોડ ડેવલપમેન્ટનું 75 કરોડનાં કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. તો શહેરમાં પ્રવેશવાના ચારે તરફના રોડ પર 15 કરોડના ખર્ચે એન્ટ્રીગેટ બનાવાશે.
ADVERTISEMENT
સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેના નવા વિસ્તારનો સમાવેશ
તેમજ ઓલિમ્પિક-2026 ને ધ્યાને લઈ 5 કરોડના ખર્ચે સિટી માસ્ટર પ્લાન બનાવાશે. તેમજ 45 કરોડના ખર્ચે વર્ષ દરમિયાન ટીપી સ્કીમમાં રોડ બનાવાશે. વિવિધ ટીપીમાં 67 કિમીના રોડ ખોલવાનું અને રસ્તા બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ટીપી સ્કીમમાં હંસપુરા, ચિલોડા, ભાડજ, મકરબા સહિત સરખેજ, કઠવાડા, કમોડ, નિકોલ સાથેના નવા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વધુ વાંચોઃ ગિફ્ટ સિટીમાં ગુજરાતી સ્ટારે પીધો: કહ્યું બિયર અને વેજ-નોનવેજ ટોપ હતું... જુઓ ફોટોઝ
ADVERTISEMENT
જુદી જુદી જગ્યાએ 21 વેજિટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ
4 ફૂટ ઓરવબ્રિજ પાછળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના 18 તળાવ બ્યુટીફિકેશન માટે 100 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમજ શહેરમાં 7 ફ્રૂડ પાર્ડ બનાવવા માટે 7 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો જુદી જુદી જગ્યાએ 21 વેજીટેબલ માર્કેટ બનાવવા 21 કરોડની જોગવાઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.