બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad KC Holiday owner arrested

કાર્યવાહી / ગુજરાતીઓને સસ્તામાં ફોરેન ટૂરના નામે ચાર કરોડનો ચૂનો! પોલીસે 100 લોકોની તો પૂછપરછ કરી

Malay

Last Updated: 02:45 PM, 22 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સસ્તી હોલીડે ટૂર આપવાના બહાને કરોડોની ઠગાઈ કરનાર મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે. જોકે, કેસી હોલીડેનો મેનેજર અને સહ આરોપી હજુ પણ ફરાર છે. જેની પોલીસ શોધખોળ કરી રહી છે. સાથે જ પોલીસ તપાસમાં 250 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 250 જેટલા લોકો સાથે આશરે 4 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું પોલીસ માની રહી છે.

  • અમદાવાદના કેસી હોલીડેના સંચાલકની ધરપકડ
  • દુબઈ ટૂરના નામે લોકો સાથે કરી હતી છેતરપિંડી
  • કિરણ ચૌહાણે 250 જેટલા લોકો સાથે કરી હતી ઠગાઈ
  • કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અમદાવાદના કેસી હોલીડેના કિરણ ચૌહાણની સેટેલાઈટ પોલીસે કરોડોની ઠગાઈ મામલે ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કિરણ ચૌહાણ અને સહ આરોપી મિહિર શાહે ભેગા મળી દુબઈ, સિંગાપુર સહિતની હોલીડે ટૂર ઓછા ભાવની આપી લોકો સાથે છેતરપિંડી આચરી હતી. જેમાં 250 જેટલા લોકો સાથે આશરે 4 કરોડથી વધુની છેતરપિંડી કરી હોવાનું પોલીસ માની રહી છે સાથે જ સેટેલાઈટ પોલીસે અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. જેમાં અલગ-અલગ ટૂરના નામે કરોડો રૂપિયા પડાવ્યા હતા સાથે જ ટૂરમાં ગયેલા લોકોને અપૂરતી સુવિધાઓ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોલીસે નોંધ્યા 100 લોકોના નિવેદનો
આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.વાય વ્યાસે જણાવ્યું કે, કેસી હોલીડે ટૂર એન્ડ કંપનીના માલિક અને તેના મળતિયાઓ દ્વારા સસ્તામાં વિદેશની ટૂર બહાર પાડી લોકોને લાલચ આપી બુકિંગના પૈસા લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. લોકોને જે દિવસે ટૂર પર જવાનું હોય એ દિવસે ટિકિટ ન આપીને અને ટૂરમાં ગયેલા લોકોને અપૂરતી સુવિધાઓ આપી છેતરપિંડી આચરવામાં આવી હતી. જે અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. આશરે 250 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ દેખાઈ રહ્યું છે. જે પૈકીના 100 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. જેમાં ટોટલ 4 કરોડથી વધારેની છેતરપિંડી થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ આવે છે. 

કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
સેટેલાઈટ પોલીસ સ્ટેશનના પી.આઈસ જણાવ્યું કે,  કેસી હોલીડેના માલિક કિરણ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. તેની પાંચ દિવસની કસ્ટડી મેળવવામાં આવી છે. ઝડપાયેલા આરોપી કિરણ ચૌહાણની પૂછપરછ કરતા અને ભોગ બનનારના નિવેદનમાં એ વાત સામે આવી કે આરોપીઓએ કેટલાક લોકોના પાસપોર્ટ પણ પોતાની પાસે રાખ્યા હતા. જે પાસપોર્ટ ક્યાં છે અને કોની પાસે છે સાથે જ તે પાસપોર્ટનો કોઈ દુર ઉપયોગ થયો છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ આરોપી વિરુદ્ધ કૃષ્ણનગરમાં પણ ફરિયાદ નોંધાઇ હતી

મહત્વનું છે કે, આ ગુનામાં અન્ય આરોપી મિહિર શાહની આગોતરા જામીન અરજી પર સુનાવણી ચાલુ છે, માટે તેની ધરપકડ થયા બાદ આ છેતરપિંડી અંગે ઘણી નવી હકીકત સામે આવી શકે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ