બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

VTV / ગુજરાત / અમદાવાદ / ahmedabad builders doing cash transaction, fraud cases increasing

રિયલ એસ્ટેટ / અમદાવાદમાં ડાયરી-રોકડ વ્યવવહારથી બિલ્ડરોની શાખ દાવ પર, રોકાણકારો ટેન્શનમાં

Parth

Last Updated: 05:41 PM, 22 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બિલ્ડરો દ્વારા રોકડ વ્યવહાર તથા ડાયરીઓ દ્વારા કરવામાં આવતા વ્યવહારોના કારણે રોકાણકારોના નાણાં પર જોખમ ઊભું થયું છે અને બિલ્ડરોની શાખ દાવ પર છે.

  • બિલ્ડરો ની શાખ પર ઊભું થયું છે જોખમ
  • રિયલ એસ્ટેટમાં હજુ પણ રોકડ વ્યવહારોની બોલબાલા
  • મસમોટી રોકડ રકમ ચૂકવી હોવાથી રોકાણકારો પણ કાયદાકીય કાર્યવાહી કરી શકે તેમ નથી

ડાયરીઓ દ્વારા થતાં વ્યવહારોમાં રોકાણકારોની સલામતી કેટલી?

ગુજરાતના મોટા શહેર અમદાવાદમાં રિયલ એસ્ટેટનો દબદબો છે ત્યારે હજુ પણ બિલ્ડરોના વ્યવહારોમાં ડાયરીઓની બોલબાલા હોવાનું સામે આવ્યું છે. રોકાણકારોના લાખો અને કરોડો રૂપિયા બિલ્ડરો ડાયરીઓન આધારે બ્રોકરોમાં ફેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે જે બાદ રોકાણકારો પણ સ્તબ્ધ થઈ ગયા છે. 

ડાયરીઓની બોલબાલા : બિલ્ડરોની શાખ દાવ પર 

અમદાવાદ શહેરના જાણીતા બિલ્ડરના પ્રોજેક્ટમાં રોકાણકારોના નાણાં ફસાયા હોવાની માહિતી સામે આવતા બિલ્ડરોની શાખ પર જોખમ ઊભું થયું છે. એસ્ટેટ શેર બ્રોકર અશેષ ગુમ થયા હોવાની ફરિયાદ સામે આવતા તે વાત પણ સામે આવી છે કે ગુજરાતના બિલ્ડરો નાણાકીય બ્રોકરોને નાણાકીય વ્યવહાર કરવાની છૂટ આપે છે. રોકાણકારોના મનમાં હવે સવાલ ઊભા થયા છે કે બિલ્ડરો ડાયરીઓના આધારે રોકાણકારોના નાણાં રોકડમાં વ્યવહાર કરવા આપી રહ્યા છે તો તે કેટલા સલામત છે? રિયલ એસ્ટેટમાં આજે પણ રોકડ વ્યવહારોની બોલબાલા છે અને મસમોટી રોકડ રકમોનો વ્યવહાર બિલ્ડરો તથા બ્રોકર દ્વારા કરવામાં આવી રહી છે જેના કારણે જૉ કોઈ બ્રોકર અથવા બિલ્ડર ફુલેકું કરી જાય તો કોઈ પણ પ્રકારની કાયદાકીય કાર્યવાહી શકે તેમ નથી. 

શું છે અશેષ અગ્રવાલ કેસ?

અમદાવાદના બોપલમાં એસ્ટેટ શેર બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થવાની પરિવારજનો એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, છેલ્લા કેટલાક સમયથી અશેષનો કોઈ પત્તો ન મળતા પરિવાજનોજ સેટેલાઈટ પોલીસ મથકે પહોંચ્યા હતા અને અશેષ ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેલા એસ્ટેટ શેર બ્રોકર અશેષ અગ્રવાલ ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી જેને આધારે પોલીસ તપાસનો દોર શરૂ કર્યો છે બ્રોકર અશેષ અગ્રવાલનું છેલ્લું લોકેશન વસ્ત્રાપુરમાંથી મળી આવ્યું છે, બ્રોકર અશેષ અગ્રવાલના 2 મોબાઈલ અને કાર રહસ્યમય રીતે ગુમ થયા હતા પરતું પોલીસ કોલ લોકેશન ટ્રેસના આધારે ડિટેઈલ્સ મેળવી તપાસ શરૂ કરી હતી જેમાં અશેષ અગ્રવાલનું છેલ્લું લોકેશન વસ્ત્રાપુરમાંથી મળી આવ્યું છે મહત્વનું છે કે અશેષ અગ્રવાલના પરિવારજનો દ્વારા બ્રોકર અશેષ ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. 

પોલીસ તપાસમાં અશેષના શેરબજારમાં કરોડો ડૂબ્યા હોવાથી શંકા સેવાઈ રહી છે તથા અશેષ કરોડોનું ફુલેકુ ફેરવ્યુ હોવાની માહિતી ચર્ચાઈ રહી છે હાલ તો અશેષના પરિવારે આ મામલે નિષ્પક્ષ તપાસની માગ કરી છે તથા પરિવારે અશેષના ભાગીદાર રિપલ પટેલ આ મામલે જાણતો હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.પરિવાર દ્વારા મીડિયા મારફતે અશેષ સહી સલામત ઘરે પરત ફરે તેવી અપીલ કરવામાં આવી છે પરંતું હજુ સુધી અશેષનો કોઈ પત્તો લાગ્યો નથી ત્યારે સેટેલાઈટ પોલીસે પરિવાર,મિત્રો તથા રોકાણકારોની તપાસ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ