બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / After the win against Pakistan, the former Gujarat player climbed on the table and danced

PAK vs AFG / VIDEO: પાકિસ્તાન સામે જીત બાદ પૂર્વ ગુજરાતી ખેલાડીએ ટેબલ પર ચઢીને કર્યો ડાન્સ, બસમાં લુંગી ડાન્સ પર ઝૂમી ઉઠ્યા અફઘાની ખેલાડીઑ

Priyakant

Last Updated: 02:19 PM, 24 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PAK vs AFG News: અફઘાનિસ્તાને ખિતાબ જીતવાના પ્રબળ દાવેદાર ગણાતા પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું, અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનથી બસ સુધી આ મોટી જીતની ઉજવણી કરી

  • અફઘાનિસ્તાને પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું 
  • ખેલાડીઓએ મેદાનથી બસ સુધી આ મોટી જીતની ઉજવણી કરી 
  • અફઘાનિસ્તાને તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું 

ક્રિકેટનો મહાકુંભ એટલે કે 2023 ODI વર્લ્ડ કપ ભારતમાં ચાલી રહ્યો છે. સોમવારે વર્લ્ડ કપમાં મોટો અપસેટ જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાને ખિતાબ જીતવાના પ્રબળ દાવેદાર ગણાતા પાકિસ્તાનને 8 વિકેટથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ મેદાનથી બસ સુધી આ મોટી જીતની ઉજવણી કરી હતી.

વાત જાણે એમ છે કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ક્રિકેટ જગતમાં મોટી હરીફ છે. જ્યારે પણ બંને વચ્ચે મેચ થાય છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ પહોંચી જાય છે. છેલ્લા ઘણા વર્ષોમાં બંને ટીમો વચ્ચે ઘણી નજીકની મેચો થઈ છે. એવું કહેવું ખોટું નહીં હોય કે અફઘાનિસ્તાનની ટીમ ઘણી વખત પાકિસ્તાન સામે જીતેલી મેચ હારી ચૂકી છે પરંતુ 2023ના વર્લ્ડ કપમાં સોમવારે આવું ન થયું. આ વખતે અફઘાનિસ્તાને તેના કટ્ટર હરીફ પાકિસ્તાનને આઠ વિકેટે હરાવ્યું હતું. 

ખેલાડીઓએ પાકિસ્તાન સામે જીતની ઉજવણી કરી 
અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પાકિસ્તાન સામે જીતની ઉજવણી કરી હતી. પાકિસ્તાન સામેની જીત બાદ સ્ટેડિયમથી હોટલ તરફ જતી વખતે અફઘાનિસ્તાનના ખેલાડીઓ બસમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલા અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ડ્રેસિંગ રૂમમાં આ જીતની ઉજવણી કરી હતી, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. 

આ રીતે અફઘાનિસ્તાને પલટી દીધી બાજી 
ચેન્નાઈમાં પ્રથમ રમત રમ્યા બાદ અબ્દુલ્લા શફીક 58 અને સુકાની બાબર આઝમની 74 રનની શાનદાર ઈનિંગની મદદથી પાકિસ્તાને 50 ઓવરમાં 7 વિકેટે 282 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બેટિંગ કરવા આવેલી અફઘાનિસ્તાનની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાન વચ્ચે 130 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. રહેમાનુલ્લાહ ગુરબાઝ 53 બોલમાં 65 રન બનાવીને શાહીન આફ્રિદીનો શિકાર બન્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ઇબ્રાહિમ ઝદરાનને હસન અલીએ આઉટ કર્યો હતો. ઈબ્રાહિમ ઝદરાને 113 બોલમાં 87 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. અફઘાન ટીમને બીજો ફટકો 190 રનના સ્કોર પર લાગ્યો હતો.

આ પછી અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદી અને રહમત શાહે જવાબદારી લીધી. બંને ખેલાડીઓ વચ્ચે 96 રનની ભાગીદારી નોંધાઈ હતી. રહમત શાહે 84 બોલમાં 77 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 5 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ 45 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. આ બંને અફઘાનિસ્તાનને જીત તરફ દોરી જતાં અણનમ પરત ફર્યા હતા.

અજય જાડેજાનો સિંહ ફાળો 
ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન અજય જાડેજા ભારત વિરુદ્ધ પાકિસ્તાનની રાઈવલરીનો ભાગ રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આ રાઈવલરો 1992ના વર્લ્ડ કપથી ચાલી રહી છે, જ્યાં ભારતીય ટીમ હજી સુધી પાકિસ્તાન સામે હારી નથી. અજય જાડેજા 1996ના વર્લ્ડ કપમાં ભારત માટે મેચ વિનિંગ ઇનિંગ્સ રમવામાં સફળ રહ્યો હતો. આવી સ્થિતિમાં,જ્યારે અફઘાનિસ્તાનની ટીમે વર્લ્ડ કપ 2023ની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું ત્યારે તેનું નામ ફરીથી સામે આવ્યું છે. નોંધનીય છે કે, હાલમાં આજે જાડેજા અફઘાનિસ્તાન ટીમનો મેન્ટર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ