બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / After the success of Chandrayaan 3, PM Modi gave a new task to the youth of the country

ISROથી નવો ટાસ્ક / ચંદ્રયાન 3ની સફળતા બાદ PM મોદીએ દેશના યુવાનોને આપ્યો નવો ટાસ્ક: કહ્યું ગુલામીના કાળખંડમાં વિજ્ઞાનનો ખજાનો દબાઈ ગયો છે

Priyakant

Last Updated: 11:42 AM, 26 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi In ISRO News: PM મોદીએ કહ્યું કે, ભારત એ દેશ છે જેણે હજારો વર્ષ પહેલા જ અંતરીક્ષમાં જોવાનું શરૂ કરી દીધું હતું,  ભારતના શાસ્ત્રોમાં જે ખગોળીય સૂત્ર છે, તેના અધ્યયન તથા તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે યુવાનો આગળ આવે

  • PM મોદી વિદેશયાત્રા પૂર્ણ કર્યા બાદ સીધા જ ISRO પહોંચ્યા
  • ISROથી PM મોદીએ યુવાનોને આપ્યો નવો ટાસ્ક
  • વિજ્ઞાનનો ખજાનો છે એ ગુલામીના કાળમાં છુપાઈ ગયો: PM મોદી
  • શાસ્ત્રોના ખગોળીય સૂત્રના અધ્યયન કરવા માટે યુવાનો આગળ આવે: PM મોદી

ચંદ્રયાન 3ની સફળતા બાદ PM મોદી વિદેશયાત્રા પૂર્ણ કર્યા બાદ સીધા જ ISRO પહોંચ્યા હતા. આ દરમિયાન PM મોદીએ વૈજ્ઞાનિકોની સાથે સાથે દેશના યુવાઓને પણ સંબોધિત કર્યા હતા. PM મોદીએ કહ્યું કે, ભારત એ દેશ છે જેણે હજારો વર્ષ પહેલા જ અંતરીક્ષમાં જોવાનું શરૂ કરી દીધું હતું. PM મોદીએ કહ્યું કે, ભારત પાસે જે વિજ્ઞાનનો ખજાનો છે એ ગુલામીના કાળમાં છુપાઈ ગયો છે, હવે આપણે તે દુનિયાને બતાવવાનું છે. 

ISROથી PM મોદીએ યુવાનોને આપ્યો નવો ટાસ્ક
બેંગલુરુમાં ISRO ખાતેથી PM મોદીએ દેશના યુવાનો અને વૈજ્ઞાનિકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન PM મોદીએ વૈજ્ઞાનિકોને અભિનંદન આપવાની સાથે યુવાઓને નવો ટાસ્ક આપ્યો હતો. PM મોદીએ કહ્યું કે, ભારતના શાસ્ત્રોમાં જે ખગોળીય સૂત્ર છે, તેના અધ્યયન તથા તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે યુવાનો આગળ આવે. 

આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય યાદ કરી શું કહ્યું ? 
PM મોદીએ ISRO થી સંબોધન દરમિયાન કહ્યું કે, ભારત એ દેશ છે જેણે હજારો વર્ષ પહેલા જ અંતરીક્ષમાં જોવાનું શરૂ કરી દીધું હતું. આપણે ત્યાં સદીઓ પહેલા જ આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત અને ભાસ્કરાચાર્ય થઈ ગયા. ધરતીના આકારને લઈને ભ્રમ હતો તે સમયે જ આર્યભટ્ટે પૃથ્વીની ગોળાકારને લઈને વિસ્તારથી માહિતી આપી હતી. 

ગ્રહણની જાણકારી આપણાં કેટલાય ગ્રંથોમાં 
PM મોદીએ કહ્યું કે, સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથોમાં પણ પૃથ્વી ગોળ હોવાનો શ્લોક છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકબીજાની વચ્ચે આવવાના કારણે ગ્રહણની જાણકારી આપણાં કેટલાય ગ્રંથોમાં આપેલી છે. આ સાથે કહ્યું કે, અન્ય ગ્રહોની માહિતી પણ આપના પ્રાચીન ગ્રંથોમાં મળે છે. ગ્રહોની મદદથી આપણાં ત્યાં સેંકડો વર્ષ આગળના પંચાંગ બનાવવામાં આવ્યા છે, અને એટલે જ નવો ટાસ્ક નવી પેઢીને આપવા માંગુ છું કે, ભારતના શાસ્ત્રોમાં જે ખગોળીય સૂત્ર છે, તેના અધ્યયન તથા તેને વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા માટે યુવાનો આગળ આવે. ભારત પાસે કે વિજ્ઞાનનો ખજાનો છે એ ગુલામીના કાળમાં છુપાઈ ગયો છે, હવે આપણે તે દુનિયાને બતાવવાનું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ