બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / After the Rajasthan hospital fire checking will be conducted in all hospitals of the state

પગલા / રાજસ્થાન હોસ્પિટલ આગ દુર્ઘટનાના પડઘા: રાજ્યની તમામ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરી અપાશે આ મહત્વનો આદેશ

Kishor

Last Updated: 09:11 AM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ બાદ રાજ્યનું તંત્ર કામે લાગ્યું છે. જેના ભાગરૂપે જવે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે.

  • અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગ કેસ
  • રાજ્યની તમામ હોસ્પિટલમાં હાથ ધરાશે ચેકિંગ
  • આરોગ્ય વિભાગ રાજ્યની તમામ હોસ્પિટલમાં થશે ચેકિંગ

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદની આ આગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બની છે. જેને લઈને હવે સબંધિત વિભાગ દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ચેકીંગ દરમિયાન જો કોઈ તૃટી સામે આવશે. તો જરૂરી પગલાં લેવામાં આવશે.

હોસ્પિટલમાંથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરવા સૂચના આપવામાં આવશે
વધુમાં રાજસ્થાન હોસ્પિટલમાં બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી હતી. જેને લઈને આ ચેકીંગ દરમિયાન રાજ્યની હોસ્પિટલમાંથી બિનજરૂરી વસ્તુઓ દૂર કરવા સહિતની સૂચનાઓ પણ આપવામાં આવશે. નોંધનીય છે કે રાજસ્થાન હોસ્પિટલમાં ગત રવિવારે આગ ભભૂકી ઊઠ્યાં બાદ તંત્રને ચેકીંગનું જ્ઞાન લાધ્યું છે. બીજી બાજુ એ તો સ્વીકારવું જ રહ્યું કે આરોગ્ય હોય કે કોઈ પણ વિભાગ હોય તેમાં દુર્ઘટના કે અઘટિત ઘટના બાદ જ તંત્રને કામગીરીનું શૂરાતન ચડે છે. ભૂતકાળમાં પણ આવા બનાવો બાદ જ કાર્યવાહી કરાઇ છે. આથી દુર્ઘટના બાદ પગલાં લેવાએ જાણે તંત્રની તાસીર બની ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે.

રાજસ્થાન હોસ્પિટલમાં રવિવારે લાગી હતી આગ

મહત્વનું છે કે ગઈકાલે (તા. 30 જુલાઈ) ના રોજ સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસન સહિતના તમામ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ  હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ઘટનાની જાણ ફાયરને થતા 29 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી બાજુ બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી હતી. રાજસ્થાન હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ