બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

VTV / after coronavirus infection recovery people should be alert

મોટા સમાચાર / કોરોનામુક્ત થયેલા દર્દીઓમાં જોવા મળી ચિંતાજનક સમસ્યા, શરીરમાં આવા કોઇ લક્ષણ દેખાય તો થઇ જજો સાવધાન

Kavan

Last Updated: 05:41 PM, 11 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાની બીજી લહેરે ચિંતા વધારી છે અને દરરોજ દેશભરમાં 3500થી વધુ લોકોના મૃત્યું થઈ રહ્યા છે. ત્યારે હવે એક ચોંકાવનારી વિગત સામે આવી છે.

  • કોરોનાના દર્દીમાં જોવા મળી વધુ એક સમસ્યા 
  • રિકવર થઈ રહેલા લોકોના મગજમાં જામી જાય છે લોહીની ગાંઠ
  • નિષ્ણાંતોએ વ્યક્ત કરી ચિંતા 

મળતી જાણકારી પ્રમાણે, કોરોના સંક્રમણના દર્દીઓમાં નવી-નવી બિમારીઓ સામે આવી રહી છે. હવે કોરોનાથી મુક્ત થયાં બાદ લોકોમાં બ્રેન ક્લોટિંગની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈને નિષ્ણાંતોએ ફરી ચિંતા વ્યક્ત કરી છે અને કોરોનાના દર્દીઓને સાવધાન રહેવાની પણ સલાહ આપી છે. 

શું છે સમસ્યા ? 

દિલ્હીમાં કોરોના સામે લડી રહેલા અને રિકવર થઈ ચૂકેલા લોકોને સ્કેન કરતા બ્રેન ક્લોટિંગ, હ્રદયમાં ક્લોટિંગ અને મ્યુકોર્માયકોસિસના મામલા સામે આવ્યા છે. જો કે, કોરોનાની પહેલી લહેરમાં એવી સમસ્યાઓ જોવા મળી નહોતી. પરંતુ બીજી લહેરમાં આ સમસ્યાના કારણે દર્દીના મોત પણ થયાં હોવાનું સામે આવ્યું છે. 

હોસ્પિટલથી પરત ફરેલા દર્દીઓ રાખે ખાસ ધ્યાન 

નિષ્ણાંતોનું માનવું છે કે, હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીએ ઘરે પરત ફર્યા બાદ વધુ સતર્ક રહેવાની જરૂર છે. તેમને રિકવર થયાં બાદ જો છાતીમાં ભાર લાગે, શ્વાસમાં તકલીફ થાય તો તેમણે ફેફસાનું સીટી સ્કેન, કાર્ડિયોગ્રામ કરાવી લેવો જોઇએ. તો શરીરના કોઇ ભાગમાં અશક્તિ અનુભવાય અથવા સુન્ન થઈ જવા જેવા લક્ષણો જોવા મળે તો બ્રેઇનનો MRI તરત કરાવી લેવો જરૂરી છે.  

corona crisis continues in the country but new cases continue to decline see todays data

AB અને B બ્લડ ગ્રુપના લોકોને કોરોના થવાનું જોખમ વધુ 

દેશમાં એપ્રિલ અને મે મહિનામાં કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. જો કે, તાજેતરમાં થયેલ એક સંશોધન પ્રમાણે, AB અને B બ્લડ ગ્રુપના લોકો કોરોનાથી વધુ પ્રભાવિત થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ રિસર્ચ CSIR દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં દાવો કરવામાં આવ્યો છે. કે 2 બ્લડ ગ્રુપવાળા લોકોને કોરોના થવાનો ખતરો વધી જાય છે. 

CSIRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 
 
CSIRના આ સર્વે અંગે સિનિયર ફિઝિશિયન ડો.એસ.કે. કાલરા કહે છે, 'આ સર્વેનો માત્ર એક નમૂના છે. ત્યાં કોઈ વૈજ્ઞાનિક સંશોધન પેપર નથી જેની સમીક્ષા કરવામાં આવી છે. તેથી વૈજ્ઞાનિક સમજ વિના વિવિધ બ્લડ ગ્રુપના લોકોમાં સંક્રમણનો દર કેવી રીતે નક્કી કરી શકાય છે. ઓ બ્લડ ગ્રુપ લોકોમાં સંક્રમણ સામે લડવાની ઉત્તમ ઇમ્યુનિટી હોય છે, તેવું કહેવું ખૂબ જ વહેલું છે. તેથી, આ માટે મોટા પાયે સર્વે થવો જોઈએ.

AB બ્લડ ગ્રુપ ધરાવતા લોકોમાં વધુ સંક્રમણનો ઙભય

સર્વેમાં સામે આવ્યું કે, કોરોના સંક્રમિત થનાર લોકોમાં સૌથી વધુ લોકો AB ગ્રુપવાળા છે. ત્યારબાદ કોરોના સંક્રમિત થનાર લોકોમાં બીજો નંબર B બ્લડ ગ્રુપનો છે. 

નોનવેજીટેરિયન લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ 

આ સીએસઆઈઆર રિપોર્ટ, દેશવ્યાપી ઝીરોપોઝિટિવ સર્વે પર આધારિત છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે શાકાહારીઓ કરતાં માંસાહારી લોકોને કોવિડ -19 નું વધુ જોખમ છે. આ સંશોધન દેશભરના લગભગ 10 હજાર લોકોના નમૂના પર આધારિત છે. તેમનું વિશ્લેષણ કરવા પર, 140 ડોકટરોની ટીમે જાણવા મળ્યું કે શાકાહારી ખોરાક વધારે ફાયબરને કારણે શાકાહારીઓમાં સંક્રમણ ઘટી રહ્યું છે. 

ભારતમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ

ભારતમાં કોરોનાનો કહેર યથાવત છે. જો કે રોજ સામે આવનારા નવા મામલામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકમાં 3.29 લાખ નવા મામલા સામે આવ્યા છે. ગત દિવસોની સરખામણીએ લગભગ 37 હજાર ઓછા છે. 

અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા 

ઉલ્લેખનીય છે કે 3,29,379 દર્દીની સાથે ભારતમાં અત્યાર સુધી કુલ મામલા 2,29,91,927 થઈ ચૂક્યા છે.  કોરોનાના નવા મામલામાં ઘટાડા ઉપરાંત એક્ટિવ કેસમાં ઘટાડો રાહત આપનારો છે. દેશમાં ગત 24 કલાકમાં 3, 55745 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 1, 90,21, 207 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત અત્યાર સુધીના મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ગત 24 કલાકમાં 3877 દર્દીના જીવ ગયા છે. આ સાથે અત્યાર સુધીમાં 2, 50, 025 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં 30 માર્ચ બાદ સૌથી ઓછા કેસ

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જારી આંકડા અનુસાર મહારાષ્ટ્રમાંસ સોમવારે કોરોના વાયરસના 37, 236 નવા મામલા સામે આવ્યા છે. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 51,38,973 થઈ ગઈ છે. હાલ રાજ્યમાં 5, 90,818 એક્ટિવ કેસ છે. જેમની સારવાર ચાલી રહી છે. 549 લોકોના મોત બાદ કુલ મોતનો આંકડો વધીને 76398 થઈ ગયો છે. અત્યાર સુધી કુલ સાજા થનારા દર્દીની વાત કરીએ તો આ સંખ્યા  44,69,425 થઈ ગઈ છે. ગત એક દિવસમાં 61, 607 લોકો સાજા થઈ ચૂક્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ