બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

VTV / મનોરંજન / બોલિવૂડ / After Bollywood, Janhvi Kapoor will debut with this actor in South Industry! The shooting of the film will start in March

મનોરંજન / બોલિવુડ બાદ હવે સાઉથ ઇન્ડસ્ટ્રીમાં આ એક્ટર સાથે ડેબ્યુ કરશે Janhvi Kapoor! માર્ચમાં સ્ટાર્ટ થશે ફિલ્મનું શૂટિંગ

Megha

Last Updated: 01:22 PM, 14 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી કપૂર ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે, છેલ્લે તે ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી. હવે ચાહકો એક્ટ્રેસ જાહ્નવીના સાઉથ ડેબ્યૂને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

  • જાહ્નવી જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ કરવા જઈ રહી છે
  • આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી
  • જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર હવે સાઉથની ફિલ્મોમાં જોવા મળશે. બોલીવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગથી ચાહકોના દિલ જીતનાર જાહ્નવી કપૂર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પોતાની પકડ જમાવવા માટે તૈયાર છે. શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી જાહ્નવી   કપૂર ઘણી હિટ ફિલ્મોમાં જોવા મળી છે, છેલ્લે તે ફિલ્મ 'મિલી'માં જોવા મળી હતી. હવે ચાહકો એક્ટ્રેસ જાહ્નવીના સાઉથ ડેબ્યૂને લઈને સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. જાહ્નવી કપૂર સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર સાથે તેલુગુ ફિલ્મ કરવા જઈ રહી છે, આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી. કોરાતલા શિવા ફિલ્મનું નિર્દેશન કરશે. 'જનતા ગેરેજ' પછી જુનિયર એનટીઆર અને કોરાતલા શિવા ફરી એકવાર ફિલ્મ 'એનટીઆર 30'માં સાથે કામ કરી રહ્યા છે.

જાહ્નવી કપૂરને સાઈન કરી!
ફિલ્મના યુનિટના એક સૂત્રએ પુષ્ટિ કરી છે કે મેકર્સે તાજેતરમાં જ જાહ્નવી કપૂરને સાઈન કરી છે. તે ટૂંક સમયમાં જુનિયર એનટીઆર સાથે ફોટોશૂટ માટે ટીમમાં જોડાશે. સૂત્રોએ કહ્યું કે, એક્ટ્રેસ જાહ્નવી કપૂરને સાઈન કરવામાં આવી છે. નિર્માતાઓ પાસે થોડા વિકલ્પો હતા, પરંતુ આખરે બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરે સાઈન કરવામાં આવી છે. થોડા અઠવાડિયામાં ટીમ ફિલ્મના મુખ્ય કલાકારો સાથે ફોટોશૂટ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ પ્રોજેક્ટ આવતા મહિને શરુ થશે. જ્યારે ફિલ્મની સત્તાવાર જાહેરાત કરવામાં આવી ત્યારે ચાહકો સતત તેના અપડેટની માંગ કરી રહ્યા હતા.

જુનિયર એનટીઆરએ ચાહકોને આ અપીલ કરી હતી
હાલમાં જ જુનિયર એનટીઆરએ ચાહકોને અપીલ કરી હતી કે તે દરેક સમયે અપડેટ્સ ન માંગે કારણ કે તેનાથી લોકો પર દબાણ પડે છે. તેમના ભાઈ કલ્યાણ રામની ફિલ્મ 'એમિગોસ'ના પ્રી-રિલીઝ ઈવેન્ટમાં બોલતા NTRએ તેમના ચાહકોને આ અપીલ કરી હતી. તેણે કહ્યું હતું કે, કેટલીકવાર   જ્યારે અમે કોઈ ફિલ્મ પર કામ કરતા હોઈએ છીએ ત્યારે કહેવા માટે વધુ માહિતી હોતી નથી. અમે દરરોજ અથવા કલાકદીઠ અપડેટ્સ આપી શકતા નથી. જેટલુ હું તમારી એક્સાઈટમેન્ટને સમજું છું, તેનાથી ક્યારેક નિર્માતાઓ અને અમારા પર દબાણ પડે છે.

એક્ટ્રેસ જાહ્નવી કપૂરે ફિલ્મ ધડકથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એક્ટ્રેસના ચાહકો તેની એક્ટિંગને ખૂબ જ પસંદ કરે છે. જાહ્નવી કપૂર પોતાની ફિટનેસને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. એક્ટ્રેસ ફિટ રહેવા માટે જિમ અને યોગા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ