બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / મનોરંજન / after adipurush prabhas mega budget upcoming films are salaar project k spirit

Entertainment / પ્રભાસની અપકમિંગ મુવી પર કરોડોનો દાવ, 'આદિપુરૂષ' બાદ હવે મોટા બજેટવાળી આ ફિલ્મો કતારમાં!

Manisha Jogi

Last Updated: 02:41 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાહુબલીની ભવ્ય સફળતા પછી પ્રભાસ પૈન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. ફિલ્મ ‘આદિપુરુષ’ પછી પ્રભાસની અન્ય કેટલીક ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે.

  • ફિલ્મ ‘આદિપુરુષ’ આજે રિલીઝ થઈ
  • મેકર્સે આ ફિલ્મ પર કરોડોનો દાવ રમ્યો
  • ફિલ્મ ‘આદિપુરુષ’ની સાથે પ્રભાસની અન્ય ત્રણ ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર

સાઉથ સુપરસ્ટાર પ્રભાસ બાહુબલીની ભવ્ય સફળતા પછી પૈન ઈન્ડિયા સ્ટાર બની ગયા છે. આ એક્ટરની ફિલ્મ ‘આદિપુરુષ’ આજે રિલીઝ થઈ છે. જે પૌરાણિક કહાની અને VFXના કારણે ચર્ચાનો વિષય બની ગઈ છે. મેકર્સે આ ફિલ્મ પર કરોડોનો દાવ રમ્યો છે. ફિલ્મ ‘આદિપુરુષ’ પછી પ્રભાસની અન્ય કેટલીક ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર છે. આ ફિલ્મ પર ખૂબ કરોડો રૂપિયા લગાવવામાં આવ્યા છે. આવો પ્રભાસની અપકમિંગ ફિલ્મ વિશે જાણીએ.

સાલાર (Salaar)
આ ફિલ્મમાં લોકો પ્રભાસ કરતા ડાયરેક્ટર પ્રશાંત નીલના કારણે વધુ રસ દાખવી રહ્યા છે. પ્રશાંત નીલ, KGF-1, KGF-2 જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર શાનદાર કલેક્શન કર્યું છે. KGF પછી લોકો ભારતમાં તેમની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. જેથી ફિલ્મ ‘સાલાર’ની જાહેરાત થતા લોકો આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રુતિ હસન અને જગપતિ બાબી લીડ રોલમાં છે. આ ફિલ્મનું શુટીંગ પૂર્ણ થયું હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રોજેક્ટ કે (Project K)
આ ફિલ્મમાં પ્રભાસની સાથે સાથે બોલીવુડના લિજેન્ડ એક્ટર અમિતાભ બચ્ચન પણ શામેલ છે. ઉપરાંત દીપિકા પાદુકોણ અને દિશા પટની પણ આ ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળશે. છેલ્લા કેટલાક મહિનાથી હૈદરાબાદની રામોજી ફિલ્મ સિટીમાં આ ફિલ્મનું શુટીંગ થઈ રહ્યું છે. આ ફિલ્મ માટે વિશાળ સેટ તૈયાર કરવામાં આવ્યો છે. નાગ અશ્વિન આ ફિલ્મનું ડાયરેક્શન કરી રહ્યા છે. 

સ્પિરિટ (Spirit)
પ્રભાસની ત્રીજી સૌથી મોટી ફિલ્મ ‘સ્પિરિટ’ છે. આ ફિલ્મનું ડાયરેક્શન સંદીપ વાંગા રેડ્ડી કરી રહ્યા છે અને તેમણે ફિલ્મ ‘કબીર સિંહ’નું પણ ડાયરેક્શન કર્યું છે. હાલમાં તેઓ રણબીર કપૂર સાથે આવનારી ફિલ્મ ‘એનિમલ’ ના કારણે ચર્ચામાં આવી ગયા છે. ફિલ્મ સાલાર અને પ્રોજેક્ટ કેની જેમ સ્પિરિટ પણ પ્રભાસની મોંઘી ફિલ્મોના લિસ્ટમાં શામેલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ