બ્રેકિંગ ન્યુઝ
MayurN
Last Updated: 10:42 AM, 16 May 2022
ADVERTISEMENT
ભારતીય બજારમાં તેજી જોવા મળી
વૈશ્વિક બજારના સારા સંકેતો બાદ દેશના મુખ્ય શેરબજારમાં સપ્તાહના પહેલા કારોબારમાં ઉછાળ જોવા મળ્યો હતો. સોમવારે સેન્સેક્સ લીલા નિશાન સાથે 52,946.32 પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ફિફ્ટી 15,845.10 ના સ્તર પર ખુલ્યું. આજના ટ્રેડીંગ સત્રમાં 1604 શેરમાં ખરીદારી જોવા મળી રહી છે, જ્યારે 572 શેર વેચાવાલી છે અને 105 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સના માંથી 23 શેર ગ્રીન કલર સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ સોમવારે નિફ્ટીના ટોપ ગેઇનર્સ Eicher Motors, JSW Steel, Maruti, Titan અને Tata Stell હતા. તે જ સમયે, નિફ્ટીના ટોપ લૂઝર્સમાં Ultratech Cement, Shree Cement, Tech Mahindra, NTPC અને Dr Reddy હતા.
અમેરિકી બજારમાં જબરદસ્ત ઉછાળો
અમેરિકન માર્કેટમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. ટ્વિટર ડીલ હોલ્ડ કરવાની એલન મસ્કની જાહેરાત બાદ ટ્વિટરના શેરમાં ૯ ટકાથી વધુનો ઘટાડો થયો હતો. તો બીજી તરફ ટેસ્લાના શેરમાં 5.7 ટકાનો ઉછાળો નોંધાયો હતો. યુરોપિયન બજારોમાં પણ ૨ થી ૨.૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
તાજેતરના સપ્તાહે બજારની સ્થિતિ
સતત છ માર્કેટ પડ્યા બાદ શુક્રવારે માર્કેટના અંતે સેન્સેક્સ ઘટીને 52,793.62 પર બંધ થયો હતો. તે જ સમયે, નિફ્ટી 25.85 પોઇન્ટ તૂટીને 15,782.15 પર બંધ રહ્યો હતો. સપ્તાહના છેલ્લા કારોબારી દિવસના કારણે બજારમાં નફાવસૂલીનો સમયગાળો પણ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.