બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અમદાવાદ / After a long break in the city of Ahmedabad, the Meteorological Department has made this prediction

વાતાવરણમાં પલટો / લાંબા વિરામ બાદ અમદાવાદમાં વરસાદનું આગમન: જાણો આગામી ચાર દિવસની શું છે આગાહી

Malay

Last Updated: 01:26 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક, શહેરના રસ્તાઓ થઈ ગયા પાણી-પાણી.

  • અમદાવાદમાં લાંબા વિરામ બાદ વરસાદ
  • વસ્ત્રાપુર, SG હાઈવે પર વરસાદ પડ્યો
  • શહેરના અનેક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે સવારે 11 વાગ્યા પછી અમદાવાદમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદ પડ્યો હતો. શહેરમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદ પડતા શહેરના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. તો લાંબા સમય પછી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. 

ગુજરાતના અમુક જિલ્લામાં વરસાદ તો અમુકમાં ભારે ઠંડીની આગાહી: શિયાળુ પાક લેતા  ખેડૂતો જાણી લેજો | In Gujarat the Meteorological Department has predicted  cold wave along with ...

આ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ 
આજે સવારે 11 વાગ્યા પછી અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જે બાદ શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના સેટેલાઈટ, બોડકદેવ, વસ્ત્રાપુર, SG હાઈવે સહિતના વિસ્તારમાં વરસાદ પડતા રસ્તાઓ ભીના થઈ ગયા હતા. જોકે, શહેરમાં થોડીવારમાં વરસાદ બંધ પણ થઈ ગયો હતો. 

4 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી
આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિએ માત્ર રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય છે. આ સર્ક્યુલેશનના કારણે સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ગુજરાતમાં અન્ય કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં એકથી બે સ્થળે જ ભારે વરસાદી ઝાપટું પડી શકે છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદની જ સંભાવના જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી
બીજી તરફ વરસાદની આગાહી કરતા અંબાલાલ પટેલે કહ્યું છે કે, આગામી 15 ઓગસ્ટ સુધી રાજ્યનાં જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. તો જન્માષ્ટમી દરમિયાન પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઝાપટા પડવાની શક્યતા છે. શ્રાવણ અમાસથી ભાદરવા મહિના સુધી વરસાદ રહેશે. સાથે જ તેમણે કહ્યું છે કે 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. 

અરબ સાગરમાં ઊભું થશે ચક્રવાત! અંબાલાલ પટેલે કરી આંધી અને વંટોળની આગાહી, જુઓ  કયા વિસ્તારો માટે ઍલર્ટ | A cyclone will arise in the Arabian Sea! Ambalal  Patel predicted ...

'ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી સંભાવના'
તેઓએ જણાવ્યું છે કે, ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે. પવનની ગતિ ધીમી થયા બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. તેઓએ જણાવ્યું છે કે, ખેડૂતો માટે હાલ ઉઘાડ છે, હાલ વરસાદી ઝાપટાં પડશે. પવન ઓછો થયા બાદ વરસાદ માટે સિસ્ટમ બનશે. આપને જણાવી દઈએ કે, અન્ય કેટલાક હવામાન નિષ્ણાંતોએ વરસાદના ચોથા રાઉન્ડ દરમિયાન તા.19થી 21 ઓગસ્ટ વચ્ચે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ