બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વિશ્વ / afghanistan taliban leader anas haqqani visited mahmud ghaznavi shrine somnath temple
Last Updated: 10:16 AM, 6 October 2021
ADVERTISEMENT
અનસ હક્કાની મહમ્મદ ગજનવીની કબ્ર પર પહોચ્યો
અફઘાનિસ્તાનની સત્તા પર કબ્જો કર્યા બાદ દોઢ મહિના જેટલો જ સમય થયો છે અને તાલિબાને રંગ બતાવવાનું ચાલુ કરી દીધું છે. તાલિબાની નેતા અનસ હક્કાનીએ મંગળવારે મહમ્મદ ગજનવીની કબ્ર પર પહોચ્યા. ત્યાં પહોંચીને તેમણે ગજનવીના વખાણ કર્યા અને સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
ADVERTISEMENT
Today, we visited the shrine of Sultan Mahmud Ghaznavi, a renowned Muslim warrior & Mujahid of the 10th century. Ghaznavi (May the mercy of Allah be upon him) established a strong Muslim rule in the region from Ghazni & smashed the idol of Somnath. pic.twitter.com/Ja92gYjX5j
— Anas Haqqani(انس حقاني) (@AnasHaqqani313) October 5, 2021
ADVERTISEMENT
અનસ હક્કાનીએ ગજનવીના વખાણ કરતા સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ કરતા ગર્વ કર્યો
મહમ્મદ ગજવીએ ગુજરાતના સોમનાથ મંદિરને તોડ્યું હતુ. તેણે ભારત પર 17 વાર હુમલો કર્યો હતો. તેમની દરગાહ પર અનસ હક્કાની પહોંચ્યો હતો. અહીં પહોંચીને હક્કાનીએ ગર્વ સાથે સોમનાથ મંદિર તોડવાનો ઉલ્લેખ કર્યો. હક્કાનીએ ટ્વીટ કરી, આજે અમે 10મી સદીના મુસ્લિમ યોદ્ધા અને મુઝાહિદ મહમૂદ ગજનવીની દરગાહની મુલાકાત લીધી. ગજનવીએ એક મજબૂત મુસ્લિમ શાસન સ્થાપિત કર્યુ હતુ અને સોમનાથની મૂર્તિ તોડી હતી.
ADVERTISEMENT

વર્ષ 1026માં થયો મંદિર પર હુમલો
ADVERTISEMENT
ભારતના 12 જ્યોતિર્લિંગોમાંથી એક સોમનાથ મંદિર પર 1026માં મહમૂદ ગજનવીએ હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે અરબ યાત્રી અલ બરુનીના પ્રવાસ વૃતાન્તમાં મંદિરનો ઉલ્લેખ જોઈને ગજનવીએ લગભગ 5 હજાર સાથીઓની સાથે આવીને આ મંદિર પર હુમલો કર્યો હતો. તેણે મંદિરની સંપત્તિ પણ લૂંટી લીધી હતી. સોમનાથ મંદિર પર આની પહેલા અને આના પછી પણ અનેક વાર હુમલો થયો અને તેને તોડી નાંખવામાં આવ્યું. પરંતુ દર વખતે તેનું પુનઃ નિર્માણ થયુ. છેલ્લી વાર સરદાર વલ્લભભાઈ પટેલના આદેશ પર આનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતુ. હાલ પીએમ મોદી શ્રી સોમનાથ મંદિરના અધ્યક્ષ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.