બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / advantages of dowry system bsc nursing book

વિવાદ / શરમજનક: દહેજના કારણે કદરૂપી છોકરીઓના થઈ જાય છે લગ્ન, Bscના સિલેબસમાં ગણાવ્યા દહેજના 4 ફાયદા

Pravin

Last Updated: 01:40 PM, 5 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કૂલ કોલેજમાં ભણાવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જે બીએસસી નર્સિંગના એક પાઠ્યપુસ્તકને લઈને વિવાદ થયો છે.

  • નર્સિંગના સિલેબસને લઈને વિવાદ ઉભો થયો
  • દહેજ પ્રથાના ફાયદા ગણાવ્યા
  • સિલેબસને તાત્કાલિક ધોરણે હટાવાની માગ

સ્કૂલ કોલેજમાં ભણાવામાં આવતા પાઠ્યપુસ્તકોની સામગ્રીને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. જે બીએસસી નર્સિંગના એક પાઠ્યપુસ્તકને લઈને વિવાદ થયો છે. આ બુકમાં દહેજ પ્રથાના ફાયદા ગણાવામાં આવ્યા છે. આ બુકનું નામ 'ટેક્સ્ટબુક ઓફ સોશિયલોજી ફોર નર્સિસ' જેને લખ્યું છે ટીકે ઈંદ્રાણીએ, જે ખુદ એક મહિલા છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેના વિરુદ્ધ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને ફરિયાદ પણ કરી છે. તેમણે આ ટેક્સ્ટને મહિલાઓનું અપમાન અને સમાજ માટે શરમજનક ગણાવતા તેને સિલેબસમાંથી હટાવાની માગ કરી છે. તો વળી ભારતીય નર્સિંગ કાઉંસિલ તરફથી આ મામલે સ્પષ્ટીકરણ પણ આપવામાં આવ્યું છે. 

પાઠ્યપુસ્તકમાં ગણાવ્યા ફાયદા

 

  1. દહેજ નવી ગૃહસ્થી વસાવવામાં મદદરૂપ થાય છે. બેડ, ગાદલા, ટીવી, પંખા, ફ્રીઝ, વાણસ, કપડા અને ત્યાં સુધી કે, ગાડી આપવાની પ્રથા ભારતના કેટલાય ભાગોમાં દહેજ તરીકે જોવા મળે છે. 
  2. દહેજ તરીકે છોકરીને પોતાના માતા-પિતાની સંપત્તિનો એક ભાગ મળે છે 
  3. દહેજના કારણે છોકરીઓમાં શિક્ષણનો પ્રસાર થાય છે કારણ કે, દહેજના બોઝથી બચવા માટે કેટલાય વાલીઓ પોતાની દિકરીઓને ભણાવાનું શરૂ કર્યું છે, જેથી છોકરીઓ ભણે ગણે અને નોકરી કરશે, ત્યારે દહેજની માગ ઓછી થશે. એટલા માટે તેનો એક અપ્રત્યક્ષ રીતે ફાયદો છે. 
  4. કદરૂપી દેખાતી છોકરીના લગ્ન આકર્ષક દહેજની સાથે એક સારા અથવા કદરૂપા છોકરા સાથે થઈ શકે છે. 

દેશ અને સંવિધાન માટે શરમજનક

બીએસસી નર્સિંગના સેકંડ ઈયરમાં ચાલી રહેલી આ બુકમાં આપવામાં આવેલા કંટેટ વિરુદ્ધ ફરિયાદ કરતા શિવસેના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખ્યો છે. તેમણે કહ્યું કે, આ મહિલાઓ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ છે. અહીં હેરાન કરનારી વાત એ છે કે, આ પ્રકારના વાહિયાત ટેક્સ્ટને ભણાવામાં આવી રહ્યા છે. દહેજના ફાયદા બતાવતી પુસ્તક આપણા સિલેબસમાં છે, તે દેશ અને તેના સંવિધાન માટે શરમજનક બાબત છે. 

તેમણે આગળ લખ્યું છે કે, આ દુર્ભાગ્યપૂર્ણ છે કે, જ્યાં દહેજ એક અપરાધ છે, ત્યાં આ પ્રકારની જૂની વિચારધારા પ્રસારિત કરવામા આવી રહી છે. સ્ટૂડેંટ્સને આવી રીતે વિરોધાભાસી વસ્તુઓ ભણાવામાં આવી રહી છે, તે અત્યંત ચિંતાજનક છે. અત્યાર સુધીમાં તેના પર કોઈ કાર્યવાહી થઈ નથી. આ પ્રકારની પુસ્તકો તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ. તેને સિલેબસમાંથી બહાર કાઢી નાખવી જોઈએ. સાથે તેના વિરુધ્ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આ પ્રકારના મહિલા વિરોધી કંટેટને ભણાવામાં ન આવે. તેને પ્રોત્સાહન ન આપવું જોઈએ.

નર્સિંગ કાઉંસિલની સ્પષ્ટતા

આ મામલા પર ઈંડિયન નર્સિંગ કાઉંસિલે પણ સ્પષ્ટતા કરી છે અને એક નોટિફિકેશન જાહેર કર્યું છે. તેમાં લખ્યું છે કે, આઈએનસી આ પ્રકારના કોઈ પણ જાતના અપમાનજનક કંટેટની બિલ્કુલ વિરુધ્ધમાં છે. જે દેશના કાયદા વિરુદ્ધ છે. આ સ્પષ્ટ કરવામા આવે છે કે, નર્સિંગ કાઉંસિલ ફક્ત તે સિલેબસ જ નક્કી કરે છે, જે આઈએનસીની વેબસાઈટ પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ