બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Adults Free To Marry, Live With Person Of Their Choice: Allahabad High Court

મોટો ચુકાદો / પુખ્ય વયના થવા પર છોકરો કે છોકરી લગ્ન કરવા કે સાથે રહેવા સ્વતંત્ર, હેરાનગતિમાં મળશે રક્ષણ- HC

Hiralal

Last Updated: 02:48 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અલ્હાબાદ હાઈકોર્ટ ફરી વાર ભારપૂર્વક જણાવ્યું છે કે પુખ્યવયના છોકરા-છોકરી તેમની પસંદગીના વ્યક્તિ સાથે રહેવા કે લગ્ન કરવા સ્વતંત્ર છે.

  • અલ્હાબાદ હાઈકોર્ટનો ફરી ચુકાદો
  • પુખ્યવયના છોકરા-છોકરી તેમની પસંદગીના વ્યક્તિ સાથે રહેવા સ્વતંત્ર 
  • માતાપિતા સહિત કોઈ પણ વ્યક્તિ તેમનામાં હસ્તક્ષેપ ન કરી શકે

અલ્હાબાદ હાઈકોર્ટે ફરી એક વખત એવું ઠરાવ્યું છે કે છોકરો કે છોકરી પુખ્તવયે પહોંચી જાય ત્યારે તેની પસંદગીની વ્યક્તિ સાથે લગ્ન કરવા કે તેની સાથે રહેવા માટે સ્વતંત્ર છે અને તેના માતા-પિતા સહિત કોઈ પણ વ્યક્તિ તેના જીવનસાથીની પસંદગીની સ્વતંત્રતાના અધિકારમાં હસ્તક્ષેપ ન કરી શકે. જસ્ટીસ સુરેન્દ્રસિંહે સાથે રહેતા વિવિધ ધર્મોના લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી સંયુક્ત અરજીનો નિકાલ કરતી વખતે નિર્દેશ આપ્યો હતો કે જો અરજદારોના શાંતિપૂર્ણ જીવનમાં કોઈ ખલેલ જોવા મળે છે, તો તેઓ આદેશની નકલ સાથે સંબંધિત પોલીસ અધિક્ષકનો સંપર્ક કરશે જે તેમને તાત્કાલિક સુરક્ષા પૂરી પાડશે.

આંતરધર્મીય લગ્ન કરનારે કરી હતી અરજી 
હાલની રિટ પિટિશનમાં મુસ્લિમ યુવતી અને હિન્દુ છોકરાએ કોર્ટ પાસે એવો નિર્દેશ માગ્યો હતો કે તેઓ તેમના પરિવારના સભ્યોને તેમના શાંતિપૂર્ણ જીવનમાં દખલ ન દેવી જોઈએ અને તેમની પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવી જોઈએ. અરજાદારો (કપલ)ની વિનંતીને ધ્યાનમાં લઈને હાઈકોર્ટે આવો ચુકાદો આપ્યો હતો. 

અરજદારોના વકીલે શું કહ્યું 
અરજદારોના વકીલે એવી દલીલ કરી હતી કે બંને અરજદારો પુખ્ત વયના હતા અને તેમની પોતાની મરજીથી સાથે રહેતા હતા. યુવતીની માતા અને તેના પરિવારના સભ્યો આ સંબંધની વિરુદ્ધ છે અને યુવતીની માતા, પરિવારના અન્ય સભ્યો સાથે મળીને અરજદારોને પરેશાન કરી રહી છે અને તેમને ભયંકર પરિણામોની ધમકી પણ આપી હતી.

હજુ બે દિવસ પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટે આપ્યો હતો આવો જ ચુકાદો 
6 સપ્ટેમ્બર 2023 (હજુ બે જ દિવસ પહેલા) અલ્હાબાદ હાઈકોર્ટે એવું ઠરાવ્યું કે જો કોઈ યુવાન કે યુવતી લિવ ઈનમાં રહેવા માગતા હોય તો તેમના માતાપિતાને પણ તેમને રોકવાનો અધિકાર નથી.  જો બાળકો પોતાના પાર્ટનર સાથે લિવ ઇનમાં રહેતા હોય તો તેમના માતા-પિતા તેમાં દખલ ન કરી શકે, પછી ભલેને ધર્મ અલગ હોય. કોર્ટે કહ્યું છે કે લિવ ઈનમાં રહેતા આંતરધર્મી દંપતીને ધમકી મળે તો તેમને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે.

શું હતો કેસ 
યુવાને અલ્હાબાદ કોર્ટનો સંપર્ક કરીને વિનંતી કરી હતી કે તેની માતા અને સંબંધીઓ તેના જીવનસાથી સાથેના તેના સંબંધોની વિરુદ્ધ છે. અરજદારે કહ્યું હતું કે તેનાથી તેના જીવનમાં મોટી તકલફ પડી રહી છે અને તે ખૂબ પરેશાન છે.તેની માતાએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી છે અને તેને ઓનર કિલિંગનો ભય છે. આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે આ ટિપ્પણી કરી છે. કોર્ટમાં જતા પહેલા અરજદારે ગૌતમ બૌદ્ધ નગર પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી હતી, પરંતુ તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજદારે કહ્યું હતું કે, તે આગામી વર્ષોમાં લગ્ન કરવા માગે છે. તે શાંતિથી રહેવા માંગે છે તેથી તેણે સંબંધીઓ વિરુદ્ધ કોઈ એફઆઈઆર નોંધાવી ન હતી.સરકારી વકીલે કોર્ટમાં આ બાબતનો વિરોધ કર્યો હતો અને જણાવ્યું હતું કે, બંને અરજદારો અલગ અલગ ધર્મના છે અને લીવ ઈન મુસ્લિમ પર્સનલ લોમાં રહેવું જરૂરી છે. કિરણ રાવત કેસનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, અલ્હાબાદ હાઈકોર્ટે આ પહેલા લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેતા કપલ્સને સુરક્ષા આપવાનો ઈનકાર કરી દીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ