બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Adultery can be ground for divorce but not for child custody- HC verdict

ન્યાયિક / પતિ કે પત્નીનું લફરુ પકડાય તો લઈ શકાય છૂટાછેડા? HCનો ચુકાદો, બાળકની કસ્ટડી અંગે મત

Hiralal

Last Updated: 09:17 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોમ્બે હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં એવું જાહેર કર્યું કે આડાસંબંધો છૂટાછેડાનો આધાર બની શકે છે.

લગ્નજીવનમાં કોઈ પતિ કે પત્નીના આડાસંબંધો સામે આવે તો બેમાંથી કોઈ એક પાર્ટનર છૂટાછેડા લઈ શકે છે. વ્યભિચાર છૂટાછેડાનો આધાર બની શકે છે તેવું એક હાઈકોર્ટે જાહેર કર્યું છે. બોમ્બે હાઈકોર્ટે કહ્યું કે આડાસંબંધો છૂટાછેડાનો આધાર બની શકે પરંતુ બાળકની કસ્ટડીનો નહીં. નવ વર્ષની બાળકીની કસ્ટડી તેની માતાને સોંપતા બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે લગ્નેતર સંબંધો છૂટાછેડા માટેનું કારણ બની શકે છે, પરંતુ બાળકની કસ્ટડી આપવા માટે નહીં. જસ્ટિસ રાજેશ પાટીલની સિંગલ બેન્ચે 12 એપ્રિલે ફેમિલી કોર્ટના ફેબ્રુઆરી 2023ના નિર્ણયને પડકારતી મહિલા પૂર્વ ધારાસભ્યના પુત્રની અરજીને ફગાવી દીધી હતી.

શું છે સમગ્ર મામલો?
ફેમિલી કોર્ટે પણ બાળકીની કસ્ટડી તેની માતાને સોંપી દીધી હતી. આ કેસમાં દંપતીના લગ્ન 2010માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 2015માં થયો હતો. વ્યવસાયે ડૉક્ટર, મહિલાએ દાવો કર્યો હતો કે તેને 2019માં ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હતી, જ્યારે અરજદારે આરોપ લગાવ્યો હતો કે તેની પત્નીએ પોતાની મરજીથી ઘર છોડી દીધું હતું.
અરજીકર્તાના વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટમાં દલીલ કરી હતી કે મહિલાના ઘણા લગ્નેત્તર સંબંધો હતા, તેથી બાળકીની કસ્ટડી તેને સોંપવી યોગ્ય નથી. સારી પત્ની ન હોવાનો અર્થ એ નથી કે તે સારી માતા નથી.

અરજીમાં શું કહેવામાં આવ્યું?
અરજદારે અરજીમાં દાવો કર્યો હતો કે તેની પુત્રી તેની માતાથી ખુશ નથી અને તેના વર્તનમાં કેટલાક ફેરફારો જોવા મળ્યા છે. તેથી દીકરીના હિતમાં તેને તેની અને તેના માતા-પિતા સાથે રહેવા દેવી જોઈએ. જયસિંહે કોર્ટને જણાવ્યું કે છોકરીની શાળાએ અરજદારની માતાને તેના વર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા ઈ-મેઈલ પણ લખ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેને સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

કોને કહેવાય લગ્નેત્તર સંબંધો
લગ્ન બહારના સંબંધોને લગ્નેત્તર સંબંધો કહેવાય છે. હાઈકોર્ટના ચુકાદા બાદ સ્પસ્ટ થયું છે કે જો પતિ કે પત્નીનું લફરુ પકડાય તો બેમાંથી એક પાર્ટનર છૂટાછેડા લઈ શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ