બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Administrators start pocketing heavy as schools open, Rajkot's 3 schools hike fees, FRC says

કાર્યવાહી થશે? / શાળાઓ શરૂ થતાં જ સંચાલકોએ ખિસ્સા ભારે કરવાના ચાલુ કર્યા, રાજકોટની 3 સ્કૂલની ફીમાં વધારો, FRC નેવે

Vishal Khamar

Last Updated: 10:17 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટની 3 સ્કૂલો દ્વારા ફી માં વધારો કરવામાં આવ્યો છે. જેમાં સેન્ટમેરી, એસએનકે અને નિર્મલા સ્કૂલે ફી માં વધારો કર્યો છે. સ્કૂલોએ FRC ની મંજૂરી વિના 30 ટકા સુધી ફી વધારો કર્યો છે.

  • રાજકોટની 3 સ્કૂલની ફીમાં વધારો
  • સેન્ટમેરી,SNK અને નિર્મલા સ્કૂલે ફીમાં કર્યો વધારો
  • સ્કૂલોએ FRCની મંજૂરી વિના 30% સુધી ફી વધારી

રાજ્યની કોઈપણ શાળાએ ફીમાં વધારો કરવો હોય તો FRCની મંજૂરી લેવાની હોય છે.. પરંતુ રાજકોટની સેન્ટમેરી, SNK અને નિર્મલા સ્કૂલે તો કોઈપણ પ્રકારની મંજૂરી વગર જ ફીમાં 30 ટકા જેટલો ધરખમ વધારો કરી દીધો છે. જેને લઈને વાલીઓમાં રોષ ફેલાયો છે.અચાનક સ્કૂલો દ્વારા ફી વધારો કરવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ અને એનએસયુઆઈ કાર્યકરો દ્વારા FRCની ઓફિસ સામે જ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 

સૌરાષ્ટ્ર ઝોનની 5 હજાર 500માંથી 250 સ્કૂલોએ ફી વધારો માંગ્યોઃ FRCના સભ્ય અજય પટેલ
સ્કૂલોમાં ફી વધારા અંગે FRCના સભ્ય અજય પટેલે જણાવ્યું હતું કે, અનેક શાળાઓની ફી વધારાની દરખાસ્ત આવી છે.  "સૌરાષ્ટ્ર ઝોનની 5 હજાર 500માંથી 250 સ્કૂલોએ ફી વધારો માંગ્યો છે. તેમજ રાજકોટમાં 4 થી 5 શાળાઓએ ફી માં વધારો કર્યો છે.  ફીમાં વધારો અપાયો નથી છતાં કેટલીક શાળાઓએ ફી વધારો કર્યો છે. ફીમાં વધારો કરનારી સ્કૂલોએ વિદ્યર્થીઓને ફી પરત કરવી પડશે.  ફી વધારા મામલે અલગ બાબતોની તપાસ કરવામાં આવશે. 

હાલ તો FRCનું એવું કહેવું છે કે, સ્કૂલોએ ફી વધારી હશે તો તે પરત કરવી પડશે. તેવામાં જોવાનું એ રહેશે કે, મનમાની પર ઉતરી આવેલી આ સ્કૂલો સામે આગામી કોઈ કાર્યવાહી થાય છે કે, નહીં..

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ