બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush Audience Review: People like Prabhas entry questions raised on Ravana look and Hanuman dialogue

FILM REVIEW / Adipurush ઓડિયન્સ રિવ્યુ: પ્રભાસની એન્ટ્રી પર લોકોએ મારી સિટીઓ તો રાવણના લુક અને હનુમાનના ડાયલોગ પર ઉઠાવ્યા સવાલ, જુઓ

Megha

Last Updated: 01:06 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ આદિપુરુષને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે આ સાથે ટ્વિટર પર લોકો ફિલ્મના સીનને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે

  • ફિલ્મ આદિપુરુષને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી
  • લોકો ફિલ્મના સીનને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે
  • લોકોએ રાવણનું પાત્ર ભજવતા સૈફ અલી ખાનના દેખાવ પર નિરાશા વ્યક્ત કરી

આદિપુરુષ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને ઘણી હાઈપ થઈ હતી, ઘણા વિવાદો થયા હતા. આ ફિલ્મને લઈને સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. સોશિયલ મીડિયા પર પ્રભાસની ફિલ્મને લઈને ઘણો ક્રેઝ છે. પ્રભાસના ચાહકો ખુશ છે. તેઓ સિનેમાઘરોમાંથી બહાર આવીને જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. ટ્વિટરના રિએક્શન પ્રમાણે પ્રભાસની ફિલ્મ હિટ છે. 

લોકો ફિલ્મના સીનને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. પ્રભાસનો એન્ટ્રી સીન ચાહકોને સૌથી વધુ પસંદ આવ્યો છે. એક્શન સિકવન્સ પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો જ્યાં આદિપુરુષ અને પ્રભાસના અભિનયની પ્રશંસા કરી રહ્યા છે. 

ત્યારે કેટલાક લોકોએ રાવણનું પાત્ર ભજવતા સૈફ અલી ખાનના દેખાવ પર નિરાશા વ્યક્ત કરી છે. ફોટો શેર કરતી વખતે એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે 10 માથાવાળા રાવણને જોઈને લાગે છે કે VFX ટીમે ફિલ્મ નિર્માતાઓને કરોડોની છેતરપિંડી કરી છે. આ સાથે જ લોકો હનુમાનના એક ડાયલોગ પર પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે રામાનંદ સાગરની રામાયણ વર્ષો પહેલા કોઈપણ ટેક્નોલોજીની મદદ વગર બની હતી, પરંતુ આદિપુરુષ કરતાં વધુ સારી છે.

આદિપુરુષના એડવાન્સ બુકિંગ અને બમ્પર ઓપનિંગ સાથે એવું લાગે છે કે તે ઘણા રેકોર્ડ તોડી નાખશે. Sacnilkના રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મ પહેલા દિવસે 85 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી શકે છે. જો કે સાચા આંકડા આજ રાત સુધીમાં જ બહાર આવશે.

આ છે ફિલ્મનો માઇનસ પોઈન્ટ 
આદિપુરુષ ફિલ્મના કેટલાક માઈનસ પોઈન્ટ પણ છે. VFXમાં થોડો સુધારો કરી શકાયો હોત. VFXની ટીકા થઈ રહી છે. આમ છતાં લોકો માને છે કે આ ફિલ્મને તક આપવી જોઈએ. યુઝર્સે તેને આધુનિક યુગની રામાયણ ગણાવી છે.

આદિપુરુષનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. ફિલ્મમાં પ્રભાસે રામનો રોલ કર્યો છે અને કૃતિ સેનને સીતાનો રોલ કર્યો છે. સૈફ અલી ખાન રાવણ બન્યો છે. હનુમાનની ભૂમિકા દેવદત્ત નાગે ભજવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ