બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / Activities including illegal boat rides and paragliding have been stopped at Shivrajpur beach

દ્વારકા / શિવરાજપુર બીચ પર હવે આ એક્ટિવિટીની મજા નહીં માણી શકે ટૂરિસ્ટો, લોકોની સુરક્ષા માટે કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ

Dinesh

Last Updated: 12:20 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shivrajpur beach: શિવરાજપુર બીચ પર ગેરકાયદે ચાલતી બોટ રાઇડ, પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાવાઇ છે, યાત્રિકોની સલામતીને લઇ કલેક્ટરએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

  • શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે કાર્યવાહી 
  • બીચ પર તમામ ગેરકાયદે ચાલતી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાઇ 
  • દ્વારકા કલેક્ટરે બીચ પરની ગેરકાયદે એક્ટિવિટી બંધ કરાવી

dwarka news: દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે કાર્યવાહી દોર ચલાવવામાં આવ્યો છે. બીચ પર તમામ ગેરકાયદે ચાલતી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરાઇ છે. દ્વારકા કલેક્ટરે બીચ પરની ગેરકાયદે એક્ટિવિટી બંધ કરાવી છે.  

મહત્વપૂર્ણ નિર્ણય
પેરાગ્લાઇડિંગ કરતો યાત્રિક અકસ્માતનો ભોગ બનતાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. બોટ રાઇડ, પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટી બંધ કરાવાઇ છે. યાત્રિકોની સલામતીને લઇ કલેક્ટરએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 

અગાઉ દુર્ઘટના ઘટી હતી
દ્વારકાનાં શિવરાજપુર બિચ પર યાત્રીક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો. પેરાગ્લાઈડિંગ કરતા સમયે યાત્રીક નીચે પટકાયો જેના લીધે તેને સામાન્ય ઈજા પહોંચી હતી. દ્વારકાનાં બિચ પર પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે. જેમાં યાત્રીક પૈસા આપીને મજા માણવા ઊતરતાં હોય છે. પેરાગ્લાઈડિંગ દરમિયાન જ્યારે યાત્રીક સાથે બનાવ બન્યો ત્યારે અન્ય પર્યટકો બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણતા નજરે પડ્યા હતાં.એટલું જ નહીં કેટલાક યાત્રીકો સ્કુબાનો જોખમી રીતે આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતાં.

મંજૂરી વિના વેપાર ચાલતો હતો
દ્વારકામાં એવા ઘણાં લોકો છે જે બિચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટી મંજૂરી વિના કરે છે. સુરક્ષા વ્યવસ્થા વિના જ બોટ રાઈડ્સ,પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા ડાઈવિંગ ચલાવાઈ રહ્યું છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે પર્યટકોનાં જીવનું જોખમ વધે છે. મંજૂરી વિનાનો આ પ્રકારનો વેપાર શિવરાજપુર, ગોમતી ઘાટ, બેટ દ્વારકા પર ચાલી રહ્યો છે. જો કે, હવે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ