બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Action taken against TRB troopers for vandalism in Ahmedabad, both troopers relieved of duty

VTV IMPACT / VIDEO :TRB જવાન માટે રેડ એલર્ટ.! અમદાવાદમાં તોડ કરતા TRB જવાન ફરજ મુક્ત, 200 રૂપિયા ખંખેર્યા હતા

Dinesh

Last Updated: 10:52 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad TRB Jawan Viral Video : અમદાવાદના ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક TRB જવાનોએ કરેલા તોડ મામલે કાર્યવાહી કરાઈ છે, તોડબાજ 2 TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે

  • અમદાવાદમાં તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી
  • VTV NEWSના અહેવાલ બાદ 2 TRB જવાનને કરાયા ફરજ મુક્ત
  • માનદ સેવા દરમિયાન શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે કાર્યવાહી


રાજ્યમાં ફરી એકવાર TRB જવાનનો તોડ કરતો વિડીયો સામે આવ્યો હતો. અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું હતુ. જો કે, તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી કરાઈ છે. VTVના અહેવાલ બાદ 2 TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.  

શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે કાર્યવાહી
માનદ સેવા દરમિયાન શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે બંન્ને તોડ બાજ TRB જવાન વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક TRB જવાનોએ તોડ કર્યો હતો. વાહન ચાલકને 2 હજારનો દંડ આપવાનું કહીને 200 રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું. વાયરલ વીડિયોના આધારે TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે. 

તોડ કરતા TRB જવાન કેમેરામાં કેદ થયા હતા
વાયરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે, શરૂઆતમાં વાહનચાલક કહી રહ્યો છે કે, પેલું જોઇ લ્યો ને એક પણ મેમો પેન્ડિંગ છે ખરી ? આ તરફ TRB જવાન જવાબ આપે છે કે, ના નથી. આ પછી વાહનચાલક કહે છે કે, અત્યારે 200નો મેમો આપશો તમે ? એટલે TRB જવાન કહે છે 200નો મેમો ના આવે. એટલે વાહન ચાલક કહે છે કે, તો એમને એમ 200 રૂપિયા આપું ? એટલે TRB જવાન કહે છે કે, તમારે ઇન્સ્યુરન્સ નથી તેનો 2000નો મેમો હોય. આ દરમિયાન વાહનચાલક કહે છે કે, તમે 200 કીધું એટલે મને એમ કે, મેમો આપતા હતા. જે બાદમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 200 રૂપિયા લેતા વીડિયોમાં જોઇ શકાય છે.

સમગ્ર મામલો
અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક એક વાહન ચાલકને TRB જવાને રોક્યો હતો. જે બાદમાં TRB જવાને કથિત રીતે 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે વાહનચાલકે આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ત્યારબાદ બંન્ને તોડબાજ TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ