બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action plan of Rajkot police to teach Romyogiri lesson in Navratri

બાજનજર / નવરાત્રીમાં રોમિયોગીરીને પાઠ ભણાવવા રાજકોટ પોલીસનો એક્શન પ્લાન, ટ્રેડિશનલ ડ્રેસમાં SHE ટીમ કરી રહી છે બહેનોની સુરક્ષા

Malay

Last Updated: 11:44 AM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: નવરાત્રીના પર્વને લઇ રાજકોટ શહેર પોલીસ સતર્ક, કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ બહેનો મન મૂકીને ગરબાની મજા માણી શકે તે માટે શહેર પોલીસ એક્શન મોડમાં

  • રાજકોટ શહેરમાં SHE ટીમ દ્વારા કામગીરી 
  • ટ્રેડિશનલ ડ્રેસમાં અસામાજિક તત્વો પર વોચ રાખી રહી છે પોલીસ
  • મહિલાઓ વચ્ચે દારૂ પીતા શખ્સને SHE ટીમે ઝડપી પાડ્યો
  • SHE ટીમે શખ્સને ઝડપી A ડિવિઝન પોલીસને સોંપ્યો

Rajkot News: નવરાત્રીનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે. રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની રાત્રે જાણે ચોકે ચોક ગરબીઓ અને અર્વાચીન ગરબાઓનું આયોજન થતું હોય છે, પરંતુ આ નવ દિવસમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. કારણ કે આ નવ દિવસમાં શક્તિરૂપી બહેનોની સુરક્ષાની જવાબદારી પોલીસની રહેતી હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા બહેનોની સુરક્ષા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ જ નહીં પરંતુ ગરબી ગ્રાઉન્ડમાં અંદર જઈને પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. 

ત્રિકોણ બાગ ખાતે બાંબુ બીટ્સ દાંડિયામાંથી નશેડીને ઝડપ્યો 
ગઈકાલે રાજકોટ શહેર 'શી ટીમ' અર્વાચીન ગરબાઓમાં ટ્રેડિશનલ ડ્રેસમાં અસામાજિક તત્વો પર વોચ રાખી રહી હતી, તે દરમિયાન ત્રિકોણ બાગ ખાતે આવેલા બાંબુ બીટ્સ દાંડિયા ખાતે મહિલાઓ વચ્ચે દારૂ પીતા શખ્સને ટીમે ઝડપી પાડ્યો હતો. 'શી ટીમ' દ્વારા આ શખ્સને ઝડપી એ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો, પોલીસે આ શખ્સને ઝડપી કાર્યવાહી કરી છે.

ચણીયાચોલીમાં ગ્રાઉન્ડમાં હાજર રહે છે મહિલા પોલીસ
રાજકોટના DCP પૂજા યાદવે જણાવ્યું કે, મહિલા પોલીસની ખાસ 'શી' ટીમને પાંચ અલગ-અલગ ટીમોમાં ડિવાઈડ કરવામાં આવી છે. જે ટીમોની  મહિલા પોલીસ કર્મચારીઓ પોતે ટ્રેડિશનલ એટલે કે ચણીયા ચોલી વગેરે પહેરી ગરબીના ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહે છે. આવરા તત્વ કે રોમિયો યુવતીની છેડતી કરતો દેખાય તો તેને તાત્કાલિક પકડી 'શી ટીમ' દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે છે. રોમિયોગીરી કરતા શખ્સને તે ખબર પણ નહીં હોય કે તેની સામે જ ટ્રેડિશનલ ડ્રેસકોડમાં રમતી યુવતી કોઈ સામાન્ય યુવતી નહીં, પરંતુ પોતે પોલીસ કર્મચારી છે.

પૂજા યાદવ (DCP, રાજકોટ)

સવારના 4 વાગ્યા સુધી કરે છે પેટ્રોલિંગ 
તેઓએ જણાવ્યું કે, આ તમામ 5 ટીમને શહેરના અલગ-અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યાં છે. જે પોતાના વિસ્તારમાં ગરબા ચાલુ થાય ત્યારથી સવારના 4 વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરે છે. એક ટીમમાં કુલ પાંચ મેમ્બર છે. આ ટીમ અલગ અલગ મોટા મોટા ગરબામાં જઈને વિઝિટ કરી અને ત્યાંની મહિલાઓ સાથે વાતચીત પણ કરે છે અને વેશ પલટો કરી ગરબાના ગ્રાઉન્ડ પર સેફ માહોલ છે કે નહીં તેની તમામ અપડેટ જે-તે પોલીસ સ્ટેશનને આપે છે. જો કોઈ વિસ્તારમાં અનિચ્છનીય બનાવ બને છે. પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને કાર્યવાહી કરે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ