બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Action Plan for Ganesh Dissolution in Ahmedabad: More than 50 cranes staff including 166 firemen will serve

ભાવભીની વિદાય / અમદાવાદમાં ગણેશ વિસર્જનનો એક્શન પ્લાનઃ 50થી વધુ ક્રેન, 166 ફાયરમેન સહિત 269  ફાયરકર્મી ખડેપગે, આ જગ્યાઓ પર બનાવાયા ગણેશકુંડ

Kishor

Last Updated: 09:30 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં અનંત ચતુર્દશીના દિવસે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ચાર ડિવિઝનલ ફાયર ઓફિસર વગેરે ઉચ્ચ અધિકારીની સાથે મોટી મૂર્તિનાં વિસર્જન માટે તંત્ર દ્વારા દરેક કુંડ પાસે લગભગ એક મળીને કુલ ૫૦થી પણ વધુ ક્રેન તહેનાત કરાશે.

  • અમદાવાદમાં ૮૦૦થી વધુ પંડાલમાં બિરાજમાન દૂંદાળા દેવનું વિસર્જન કરાશે
  • વિસર્જન વખતે ૫૦થી વધુ ક્રેન તહેનાત કરાશે
  • ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના રહેશે ખડેપગે

હિંદુઓમાં પ્રથમ પૂજનીય એવા ગણપતિ દાદાનો ગણેશ ઉત્સવ ભારે ધામધૂમથી અમદાવાદમાં ઉજવાઈ રહ્યો છે. હજારો ભક્તોએ ગજાનંદ ગણેશજીની પૂજા-અર્ચના કરવા માટે ઘરગણેશના સ્વરૂપે તેમની મંગલકારી મૂર્તિની સ્થાપના કરી છે અને સાર્વજનિક પંડાલમાં પણ ગણરાયાને બિરાજમાન કર્યા છે. શહેરમાં ૮૦૦થી વધુ પંડાલમાં બિરાજમાન દૂંદાળા દેવ સહિતની નાની મોટી મૂર્તિઓનું ભાવભીનું વિસર્જન કરવાના દિવસ હવે ઢૂકડા આવ્યા છે. અનંત ચતુર્દશીના વિસર્જનના દિવસે મ્યુનિ. ફાયર બ્રિગેડ ભાવિક ભક્તોની સુરક્ષા માટે સવારથી છેક મોડી રાત સુધી ખડેપગે રહેશે.

ગણેશ વિર્સજન હોય કે, તાજિયા ઠારવા હોય, બંને સાબરમતીમાં નહી પરંતુ કુંડમાં  થશેઃ મનપા | ganesh visarjan and tajiya both can not enter in sabarmati river
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીમાં તેમજ શહેરના અન્ય તળાવમાં મૂર્તિનાં વિસર્જન માટે કડક પ્રતિબંધ મુકાયો છે. આ પ્રતિબંધના પગલે તંત્ર દ્વારા છેલ્લાં કેટલાંક વર્ષથી કૃત્રિમ વિસર્જન કુંડ તૈયાર કરાઈ રહ્યા છે. આ નાના-મોટા કુંડમાં ભક્તજનો મૂર્તિનું વિસર્જન કરી શકે છે. 

Action Plan for Ganesh Dissolution in Ahmedabad: More than 50 cranes staff including 166 firemen will serve

૫૫ ગણેશકુંડ બનાવાયા

શહેરમાં હવે ગણેશ ઉત્સવની ભારે ધૂમ મચી છે. અગાઉ ફક્ત વડોદરા અને સુરત જેવાં શહેરોમાં દસ-દસ દિવસ સુધી ગણપતિ બાપ્પા મોરિયાનો જયઘોષ સંભળાતો હતો, પરંતુ હવે અમદાવાદમાં પણ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ઘેર ઘેર ગણપતિ બાપ્પા મોરિયાનો જયનાદ સાંભળવા મળી રહ્યો છે. અનંત ચતુર્દશીના ગણેશ વિસર્જનના છેલ્લા દિવસે હજારો નાની-મોટી મૂર્તિઓનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન થવાનું હોઈ તંત્રએ કુલ ૫૫ ગણેશકુંડ બનાવ્યા છે. આ ગણેશકુંડ ખાતે શ્રદ્ધાળુઓની સલામતી માટે તેમજ મોટી મૂર્તિઓનું ક્રેન મારફતે કુંડમાં આદરપૂર્વક વિસર્જન થાય તેવા હેતુથી ફાયર બ્રિગેડનો સ્ટાફ તહેનાત રહેશે.

ચાર ફાયરમેન વિસર્જનના દિવસે ખડે પગે રહેશે

ફાયર બ્રિગેડના વડા જયેશ ખડિયા આ અંગે વધુ માહિતી આપતાં કહે છે, થલતેજના ગુલમહોર પાર્ટી પ્લોટની બાજુના પ્લોટમાં ગણેશ વિસર્જન માટે એક સ્ટેશન ઓફિસર, બે ડ્રાઇવર અને ચાર ફાયરમેન, ચાંદલોડિયાના ઉમાદર્શન સામેના તંત્રના ખુલ્લા પ્લોટના ગણેશકુંડમાં એક સબઓફિસર અને બે ફાયરમેન, બોડકદેવમાં મહિલા તળાવ પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, બે ડ્રાઇવર અને ચાર ફાયરમેન, સોલામાં આર.કે. રોયલ હોલની બાજુના ગણેશકુંડમાં એક જમાદાર અને ત્રણ ફાયરમેન, ગોતાના મ્યુનિ. પ્લોટના ગણેશકુંડમાં એક જમાદાર, ત્રણ ફાયરમેન, પ્રેરણાતીર્થ રોડના ગણેશકુંડમાં એક સ્ટેશન સબ ઓફિસર, બે ડ્રાઇવર, ચાર ફાયરમેન, જોધપુરના વ્રજધામ હવેલી રોડ પરના ગણેશકુંડમાં એક જમાદાર, બે ફાયરમેન, રિવેરા આર્કેડની પાછળના ગણેશકુંડમાં બે ફાયરમેન, સરખેજ ગામના શકરી તળાવ પાસેના ગણેશકુંડમાં એક જમાદાર, બે ફાયરમેન, એક ડ્રાઇવર, મકરબા ગામના ગણેશકુંડમાં ત્રણ ફાયરમેન, સાબરમતીના અચેર સ્મશાનગૃહ પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, ચાર ફાયરમેન વિસર્જનના દિવસે ખડે પગે રહેશે.

 

૧૪ સ્ટેશન ઓફિસર ફરજ બજાવશે

પાલડી વોર્ડના એનઆઇડી પાછળના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, નવરંગપુરામાં વલ્લભ સદન પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, સાબરમતી નદી નજીકના રણમુક્તેશ્વર પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, સૈજપુર તળાવ પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, ઇન્દિરાબ્રિજ નીચેના છઠ ઘાટ ખાતેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, શાહપુરના દધીચિ બ્રિજ પાસેના ખુલ્લા પ્લોટના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર અને પિકનિક હાઉસ પાસેના ખુલ્લા પ્લોટના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, જમાલપુરમાં સરદાર બ્રિજની ડાબી બાજુના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, શાહીબાગમાં દશામા મંદિર પાસેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર, બહેરામપુરામાં આંબેડકર બ્રિજના છેડેના ગણેશકુંડમાં એક સ્ટેશન ઓફિસર મળીને કુલ ૧૪ સ્ટેશન ઓફિસર ફરજ બજાવશે. ઉપરાંત ૧૧ સબ ઓફિસર, ૪૧ ડ્રાઇવર, ૨૩ જમાદાર, ૧૬૬ ફાયરમેન પણ ખડે પગે રહેશે તેમ પણ ફાયર બ્રિગેડના વડા જયેશ ખડિયા કહે છે.

અમદાવાદમાં ૮૦૦થી પણ વધુ પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાને ભક્તો ગુરુવારે અનંત ચતુર્દશીના દિવસે ભાવભીની વિદાય આપશેઃ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મ્યુનિ. ફાયર બ્રિગેડ તહેનાત રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ