બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Action on ferry boat service running between Okha-Bet Dwarka license of 25 boats suspended for 7 days

ખીચોખીચ / આખરે જાગ્યા..ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ પર કાર્યવાહી, 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે સસ્પેન્ડ

Kishor

Last Updated: 11:19 PM, 1 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીની ઘટના બાદ દેવભૂમિ દ્વારકાનું તંત્ર જાગ્યું છે અને સલામતીના ભાગરૂપે 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધો છે.

  • મોરબીની ઘટના બાદ દેવભૂમિ દ્વારકાનું તંત્ર જાગ્યું
  • 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોક્કસ મુદ્દત માટે સસ્પેન્ડ 
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડે સસ્પેન્ડ કર્યો પરવાનો 

મોરબીની દર્દનાક ઘટનાની આખું ગુજરાત હચમચી ગયું છે. ત્યારે આ કરુણ ઘટના બાદ દેવભૂમિ દ્રારકા જિલ્લાનું તંત્ર પણ સફળુ જાગ્યું છે. ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ અંગેના મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. તંત્ર દ્વારા તાબડતોબ પગલાં લઇને 25 જેટલી બોટનો પરવાનો 7 દિવસ માટે અને 1 બોટનો પરવાનો અચોકસ મુદત માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત મેરી ટાઇમ બોર્ડની આ કાર્યવાહીને લોકોએ આવાકારી હતી. ફેરી બોટ ધારકો દ્વારા ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભરતા તેમજ નિયત નિયમોનું પાલન ન કરતા તંત્રએ લોક હિતમાં સલામતીના ભાગરૂપે નિર્ણય લીધો હતો.


ગઇકાલે વિડિયો વાયરલ થયો હતો
મોરબીમાં બનેલી દર્દનાક ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. મોરબીની ઘટના બાદ ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટનો વીડિયો વાયરલ થયો હતો. જોકે ફેરી સર્વિસના વીડિયો સામે આવતા તંત્ર સામે અનેક સવાલો ઉભા થયા હતા. જેમાં ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું સામે આવ્યુ હતું. ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. જેમાં  ફેરી બોટમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જર ભર્યા હોવાનું દેખાઈ રહ્યું હતું.  આ સાથે નિયમોનુસારના લાઇફ જેકેટ કે અન્ય કોઈ સુરક્ષાના સાધનો પણ નહી હોવાનું પણ સામે આવતા ચકચાર મચી ગઈ હતી.  જો કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ રહેશે તે સવાલ પણ હાલ પંથકમાં ઉઠી રહ્યો હતા. 

તંત્ર દ્વારા હાલ આકરી કાર્યવાહી કરાઇ
મહત્વનું છે કે, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીને લઈ ગુજરાત મેરિટાઈમ બોર્ડ અને ઓખા મરીન પોલીસના આંખ આડાકાન કરી રહી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા  જોકે અહી સૌથી મોટો સવાલ એ છે કે,  સ્થાનિક તંત્ર દ્વારા લોકોની આવડી મોટી ભીડ વચ્ચે પણ કોઇ સુરક્ષા કેમ નહી ? જો મોરબી જેવી કોઈ દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? ત્યારબાદ તંત્ર દ્વારા હાલ આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ