બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / Accusing husband of having illicit relationship with his own mother amounts to cruelty: Chhattisgarh High Court

આવો આરોપ / 'પતિને માતા સાથે ખોટો સંબંધ છે', કહેવું માનસિક ક્રૂરતા ગણાય, બની શકે છુટાછેડાનો આધાર-HC

Hiralal

Last Updated: 10:12 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ હાઈકોર્ટની એક મહત્વની ટીપ્પણી છે કે કોઈ પત્ની તેના પતિ અને મા વચ્ચે સંબંધનો આરોપ લગાવે તો તે માનસિક ક્રૂરતા ગણાય અને તે છૂટાછેડાનો આધાર બની શકે.

  • 'પતિને માતા સાથે છે સંબંધ', કેસ છત્તીસગઢ હાઈકોર્ટમાં ચાલ્યો 
  • હાઈકોર્ટે પત્નીની લાંછનભરેલી ટીપ્પણી પર દાખવ્યું કડક વલણ 
  • 'પતિને માતા સાથે છે સંબંધ', તેવા પત્નીના આરોપને માનસિક ક્રૂરતા ગણાવી

છત્તીસગઢ હાઈકોર્ટે તાજેતરમાં જ છૂટાછેડાના એક કેસની સુનાવણી દરમિયાન ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે જો કોઈ પત્ની તેના પતિ અને તેની માતા વચ્ચેના ગેરકાયદેસર સંબંધોનો આરોપ લગાવે છે, તો તે માનસિક ક્રૂરતા સમાન છે જે તેને છૂટાછેડાનો અધિકાર આપે છે. જસ્ટીસ ગૌતમ ભાદુરી અને સંજય અગ્રવાલની ડિવિઝન બેંચે દુર્ગની ફેમિલી કોર્ટ દ્વારા પસાર કરેલા માર્ચ 2020ના આદેશને પડતો મૂક્યો હતો જેમાં તેણે પતિ-પત્નીના છુટાછેડા મંજૂર કર્યા નહોતા. 

પતિને માતા સાથે ગેરકાયદેસર સંબંધ છે કહેવું માનસિક ક્રૂરતા 
હાઈકોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ આરોપ લગાવ્યો હતો કે તેના પતિ અને તેની માતાના ગેરકાયદેસર સંબંધો છે અને તેના સસરા તેના પર ખરાબ નજર રાખે છે. ખંડપીઠે કહ્યું હતું કે આવા આરોપથી પત્ની દ્વારા તેની સાસુના ચારિત્ર્યનું "ઉલ્લંઘન" કરવામાં આવ્યું છે અને તે એક ક્ષણિક આરોપ છે એમ કહીને તેને નકારી શકાય નહીં. આવું કહેવું પતિ-પત્નીની પ્રતિષ્ઠા અને મૂલ્યને નષ્ટ કરે છે અને તેને સામાન્ય અથવા એકલદોકલ ઘટના ન કહી શકાય. જ્યારે પત્ની વિવિધ મંચો પર આપેલા પોતાના નિવેદનની પુષ્ટિ કરે છે, આરોપો લગાવે છે અને માતા-પુત્રના પવિત્ર સંબંધો પર લાંછનજનક હુમલો કરે છે ત્યારે તે 
માનસિક ક્રૂરતા તરફ દોરી જશે. 

શું હતા પતિના આરોપ 
આ કેસમાં સંડોવાયેલા કપલે 5 નવેમ્બર, 2011ના રોજ લગ્ન કર્યા હતા અને પશ્ચિમ બંગાળના દુર્ગાપુર શિફ્ટ થઈ ગયા હતા. જો કે પતિએ આરોપ લગાવ્યો હતો કે, લગ્ન બાદ પત્નીનું વર્તન તેના પ્રત્યે સારું ન હતું અને તે તેને અને તેની માતાને ગાળો આપતી હતી. તેણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેની પત્ની ઘણીવાર રસોઈ બનાવતી નથી, જેના કારણે તેને ભૂખ્યું રહેવું પડતું અથવા તો બહાર જમવું પડતું. પત્ની તેને ધમકી આપતી હતી કે તે તેની સામે ખોટો કેસ દાખલ કરશે. પતિનો આરોપ છે કે, ડિસેમ્બર 2013માં જ્યારે તેઓ છત્તીસગઢના ભાટાપારામાં તેમના માતા-પિતાના ઘરે ગયા હતા, ત્યારે તે (પત્ની) ત્યાં 2 દિવસથી વધુ સમય સુધી રહી ન હતી, પરંતુ ભિલાઈમાં તેના માતા-પિતાના ઘરે ગઈ હતી અને તે પછી ક્યારેય પરત ફરી ન હતી. 

પત્નીએ શું આપ્યાં જવાબ 
પત્નીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને દાવો કર્યો હતો કે, જ્યારે તે કામ કરતી હતી, ત્યારે તેનો સંપૂર્ણ પગાર પતિના પરિવારના સભ્યોને જતો હતો. જ્યારે પણ તેણે સંતાનની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પતિએ એમ કહીને ના પાડી દીધી કે તેમને દીકરી થઇ શકે છે. ડિસેમ્બર 2013માં જ્યારે તે દુર્ગાપુરથી ભાટાપરા આવી ત્યારે તેને બિલાસપુર રેલવે સ્ટેશન પર ઉતારી દેવામાં આવી હતી અને પતિએ તેને પોતાની સાથે લઈ જવાની ના પાડી દીધી હતી અને તેથી તે તેના માતા-પિતાના ઘરે ગઈ હતી. પત્નીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે મેલીવિદ્યાના નામે તેનું અપમાન કરવામાં આવી રહ્યું છે.

પત્નીને આપવું પડશે ભરણપોષણ 
દલીલો અને રેકોર્ડ પરના પુરાવાઓની તપાસ કર્યા બાદ કોર્ટે ફેમિલી કોર્ટના આદેશને બાજુએ મૂકીને દંપતીને છૂટાછેડા આપી દીધા હતા. પીઠે પતિને પત્નીને માસિક ભરણપોષણ પેટે 35 હજાર રૂપિયા આપવાનો આદેશ પણ આપ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ