બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / Accused hatched a conspiracy to hatch a policy and killed a beggar in 2006 Ahmedabad Police

પર્દાફાશ / પોલિસી પકવવા આરોપીએ ઘડ્યું ગજબ કાવતરું: 2006માં કરી ભિક્ષુકની હત્યા, બાદમાં UPથી આવ્યો અમદાવાદ, તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

Kishor

Last Updated: 06:00 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિમાના રૂ 80 લાખ રૂપિયા મેળવવા માટે 17 વર્ષ પહેલાં UPના આગ્રામાં ભિક્ષુકને જીવતો સળગાવી દીધા બાદ કેસને અકસ્માતમાં ખપાવી દેવાયો હતો. ત્યારબાદ આરોપી યુપીથી અમદાવાદ આવી ગયો હતો. જોકે પોલીસે કઈ રીતે સમગ્ર કાંડ ઉઘાડું પાડ્યું? જાણો વિસ્તારથી

  • રૂપિયા 80 લાખની વીમા પોલિસી પકાવવા ભિક્ષુકની હત્યા 
  • આરોપીએ પોતાના નામે લીધેલી પોલિસી પકાવવા 2006માં ભિક્ષુકની હત્યા કર્યાનો ખુલાસો 
  • આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમારે પોતાના મૃત્યુનું નાટક રચી લીધા વીમાના પૈસા 

80 લાખ રૂપિયાની પોલિસી પકવવા આરોપીએ ભિક્ષુકની હત્યા કરી હોવાના કેસનો પર્દાફાશ થયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અનિલસિંઘ વિજયપાલસિંઘ ચૌધરીને દબોચી લીધો છે. જેની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. વર્ષ 2006 થી આરોપી અમદાવાદમાં રાજકુમાર વિજયકુમાર ચૌધરીના નામે મનમોહનનગર નિકોલ ખાતે રહેતો હતો. પોલીસ ઝપટે ચડેલ આ આરોપી પાસેથી રાજકુમારના નામના તમામ ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા છે. જેની તપાસ કરતા તે તમામ દસ્તાવેજ ખોટા બનાવવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. 

Topic | VTV Gujarati

અમદાવાદમાં નકલી પુરાવા બનાવીને જીવન જીવી રહ્યો હતો આરોપી
વધુમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોધી તપાસ કરતા 17 વર્ષ પહેલા આગ્રામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. જોકે આગ્રા પોલીસ તે બનાવને માત્ર એક અકસ્માત સમજી તપાસ કરતી હતી. પરંતુ  ક્રાઈમ બ્રાન્ચે તે હત્યાના ખતરનાક ગુનાનો ભેદ ઉકેલ્યો અને 80 લાખનો વીમો પકવવા માટે એક ભિક્ષુકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો કર્યો અને આરોપીની ધરપકડ કરી છે.


ઝડપાયેલ આરોપી અનિલસિંઘ ઉર્ફે રાજકુમારની બોગસ દસ્તાવેજોના ગુનામાં ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ તેનો ભાઈ અને તેના મિત્રએ મળી વર્ષ 2004 માં હત્યાનું કાવતરું રચ્યું હતું. જે કાવતરાના ભાગરૂપે 2004 માં અનિલના નામે LIC ની જીવન મિત્ર નામની 20 લાખની પોલિસી લેવામાં આવી હતી, જે પોલીસીમાં જો પોલિસી ધારકનું અકસ્માતે મૃત્યુ થાય તો ચાર ગણા એટલે કે 80 લાખ રૂપિયા મળવાના હતા. જેથી વર્ષ 2006 ના જાન્યુઆરી મહિનામાં અનિલના પિતા વિજય પાલે અનિલના નામે એક સેન્ટરો ગાડી લીધી અને તેનો પણ વીમો ઉતરાવ્યો હતો.

80 લાખ રૂપિયાની પોલીસી પણ પકવી લીધી

બાદમાં 31 જુલાઈ 2006 ના રોજ અનિલે ઘનકોરથી ગાઝિયાબાદ જતી ટ્રેનમાં ભિક્ષુકવૃત્તિ કરતા યુવકને જમાડવાના બહાને પોતાની સાથે લઈ ગયો, અને બેભાન કરી પોતાની ગાડીનો અકસ્માત સર્જી તેને આગ લગાવી દીધી હતી. જોકે તે ગાડીમાં મૃતક અનિલ નહીં પરંતુ ભિક્ષુક હતો, તે વાત જાણતા હોવા છતાં અનિલના પરિવારે કે મૃતદેહ સ્વીકાર્યો હતો અને તેના અંતિમ સંસ્કાર પણ કર્યા હતા. પરિવાર તથા સમાજ માટે અનિલને મૃત જાહેર કરી તેને 80 લાખ રૂપિયાની પોલીસી પણ પકવી લીધી હતી.


31 જુલાઈ 2006 માં થયેલી હત્યાની માહિતી આગ્રા પોલીસને આપી

બાદમા તે 17 વર્ષથી અમદાવાદમાં  આવી રાજકુમારના નામે રહેવા લાગ્યો હતો. જોકે હત્યારાની ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી અને તપાસ કરતા આગ્રામાં થયેલા ભિક્ષુકની હત્યાનો ભેદ ઉકેલાયો છે. હવે આ બનાવટી દસ્તાવેજો ક્યાં બનાવ્યા કોની પાસે બનાવ્યા તેની તપાસ કરી રહી છે. સાથે જ 31 જુલાઈ 2006 માં થયેલી હત્યાની માહિતી આગ્રા પોલીસને આપતા પોલીસે અકસ્માતના ગુનામાં હત્યાની કલમો ઉમેરી અનિલસિંઘ તેના પિતા વિજયપાલસિંઘ સહિત ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ અને ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે. 


પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી

ખાસ વાત તો એ છે કે આરોપી અનિલ ઉર્ફે રાજકુમાર એટલો ચાલાક હતો કે, હત્યાને અંજામ આપી ગણતરીના કલાકોમાં અમદાવાદ આવી ગયો અને અને છેલ્લા 17 વર્ષથી તેની પત્ની અને બાળકોથી પણ આ વાત છુપાવી હતી. સાથે જ જો તેના પરિવારના કોઈ વ્યક્તિને મળવું હોય તો દિલ્હી અથવા સુરત મળવા આવી જતો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ