બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / According to experts tea should be drunk only two to three times a day

તમારા કામનું / શિયાળામાં ચાની ચૂસકી વધારે મારતા હોય તો ચેતી જજો! નહીંતર પેટ ભરીને પસ્તાશો, જાણો કેટલી વખત ચા પીવી ફાયદાકારક

Kishor

Last Updated: 09:04 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિષ્ણાંતોના મતે ચા દિવસમાં બેથી ત્રણ વખત જ પીવી જોઈએ. જો ચા 3 વખત કરતા વધારે પીવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડે છે.

  • ઝેર સમાન બની જાય છે વધુ ઉકાળેલી ચા
  • શિયાળામાં આદુવાળી ચા થી રહો દુર
  •  આદુ, લવિંગ અને એલચી વાળી ચા વધુ  ઉકાળવાથી બહાર આવે છે ટેનીન 

ચા એવું પીણું છે જેનો ચાહક વર્ગ અલગ જ છે. તેમાં પણ ચા એટલે ગુજરાતીઓની પહેલી પસંદ. એવા ઘણા લોકો છે જેમની સવાર ચા વગર થતી નથી. એમાં પણ એવુ કહેવામાં આવે કે શિયાળાની ઋતુમાં એક કપ ગરમ ચા ઠંડી ઉડાવી દે છે. પણ ચાનું સેવન પણ બરાબર માત્રામાં કરવું જોઈએ. જો શિયાળામાં તમે હદ કરતા વધારે ચા પીવો છો તે તમારા શરીરને નુકસાન કરે છે. હેલ્થ એક્સપર્ટ શિયાળામાં વધુ ચા પીવાની ના પાડે છે. તેમનું કહેવુ છે કે ઠંડીની ઋતુમાં ચાની સાઈડ ઈફેક્ટ વધી જાય છે. જે શરીરને નુકસાન પહોંચાડે છે. ત્યારે આવો જાણીએ કેમ ચા ઓછી પીવી જોઈએ.

તો ઝેર સમાન બની જશે ચા, બનાવતા સમયે ક્યારેય ન કરવી જોઈએ આ એક ભૂલ | Experts  say that tea should not be consumed in excess

આદુવાળી ચા પીવાનું ટાળો
શિયાળામાં આદુની ચા પીવાથી આપણને શાંતિ મળે છે. આદુવાળી ચા પીવાથી શરદી-ઉધરસમાં રાહત મળે છે. પણ વધુ માત્રામાં પીવાથી  વારંવાર પેશાબ આવવાની સમસ્યા વધી જાય છે. જેથી નિષ્ણાંતો પણ આદુવાળી ચા ન પીવાની સલાહ આપે છે. એકસ્પર્ટનું કહેવુ છે કે ચામાં આદુ, લવિંગ અને એલચી ઉમેરીને વધુ ઉકાળવાથી તેમાં રહેલા ટેનીન બહાર આવી જાય છે. જે શરીરમાં એસિડિટી બનાવે છે. જેથી ચાને વધુ માત્રામાં ઉકાળવી નહીં.

વધુ વાંચો:આ લાલ શાકના જ્યુસથી વધશે ચહેરાની ચમક, પેટ રહેશે સાફ અને પથરીનો ખતરો થશે ઓછો

ચામાં ટેનીન શું હોય છે
ટેનીન એક પ્રકારનું એન્ટીઓક્સીડેન્ટ છે. જે ચાના પાંદડામાં જોવા મળે છે. જ્યારે આપણા શરીરમાં ટેનિન વધી જાય છે ત્યારે પેટમાં ગેસ બને છે.  જો ચા પીધા પછી લાંબા વધારે સમય સુધી ગેસ થતો હોય તો પેટમાં સોજો પણ આવી શકે છે. જે આપણા આતરડાને નુકસાન પહોંચાડે છે. જે લોકોને પેટ સંબંધિત સમસ્યા છે તેમને ચાથી દુર રહેવુ જોઈએ.

એક દિવસમાં કેટલી ચા પીવી જોઈએ?
નિષ્ણાંતોના મતે ચા દિવસમાં બેથી ત્રણ વખત જ પીવી જોઈએ. જો ચા 3 વખત કરતા વધારે પીવામાં આવે તો તે શરીરને નુકસાન પહોંચાડે છે. શિયાળાની ઋતુમાં ચા માટે સારી માનવામા આવે છે. પણ દિવસમાં 3થી4 વખત જ પીવી જોઈએ. નહીં તો તે નુકસાન પહોંચાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ