બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Accident between KhedBrahma to Kheroj in Sabarkantha:

અકસ્માત / સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે અકસ્માત: મીની ટેમ્પોએ પલટી મારતા 25થી 30 લોકો ઇજાગ્રસ્ત, ખસેડાયા હોસ્પિટલ

Mahadev Dave

Last Updated: 04:45 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જ્યાં મીની ટેમ્પોએ પલટી મારતા 25થી 30 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

  • સાબરકાંઠાના ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે અકસ્માત
  • ટેમ્પો પલટી થતા 25 થી 30 લોકો ઈજાગ્રસ્ત 
  • મીની ટેમ્પોમાં સવાર હતા 30 થી વધુ લોકો

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. દિવસેને દિવસે અનેક સ્થળોએ અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે અકસ્માતની વણઝાર વચ્ચે સાબરકાંઠામાં આજે રક્ષાબંધનના પવિત્ર દિવસે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં ખેડબ્રહ્માથી ખેરોજ રોડ વચ્ચે ટેમ્પો પલટી મારી જતા 25 થી 30 લોકોને ગંભીર ઇજા થવા પામી હતી. મીની ટેમ્પોમાં લગભગ 30 જેટલા લોકો સવાર હતા. આ દરમિયાન કોઈ કારણોસર ટેમ્પોના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટેમ્પો પલટી ગઈ હતી.

વડાલી ખાતે કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા
વડાલી ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોકો જઈ રહ્યા હતા. આ વેળાએ ખેડબ્રહ્માથી ખેરોજ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  જેમાં એકીસાથે 25 થી 30 લોકોને ઈજા પહોંચતા દેકારો બોલી ગયો હતો અને તાત્કાલિક 108 નો સંપર્ક કરવામાં આવ્યો હતો. 108 દ્વારા ઇજાગ્રસ્તોને મેટોડાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી બાજુ અકસ્માતની આ ઘટનાને લઇ રોડ ઉપર સ્થાનિક લોકો અને રાહદારીઓના ટોળેટોળા જોવા મળ્યા હતા. તો થોડીવાર માટે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Khedbrahma Sabarkantha accident અકસ્માત ખેડબ્રહ્મા સાબરકાંઠા accident case in sabarkantha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ