બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / બોલિવૂડ / aashiqui 3 marks kartik aaryan and anurag basu first on screen collaboration

મનોરંજન / કાર્તિક આર્યન કરશે આશિકી, ફિલ્મનાં ત્રીજા ભાગમાં ડાયરેક્ટર અનુરાગ બાસુ, અભિનેત્રી કોણ?

Arohi

Last Updated: 01:15 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાર્તિક આર્યન પહેલીવાર અનુરાગ બાસુ સાથે કામ કરવા જઈ રહ્યો છે. 'આશિકી 3'ની જાહેરાતની સાથે કાર્તિકે એક પ્રોમો વીડિયો પણ શેર કર્યો છે.

  • પહેલી વખત અનુરાગ બાસુ સાથે કામ કરશે કાર્તિક 
  • આશિકી-3ની થઈ જાહેરાત 
  • કાર્તિકે શેર કર્યો પ્રોમોમ વીડિયો 

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનને હાલ એક બાદ એક મોટા પ્રોજેક્ટ મળી રહ્યા છે. 'ભૂલ ભુલૈયા 2'ની અપાર સફળતા બાદ તેની અપકમિંગ ફિલ્મોની એક પછી એક જાહેરાતો થઈ રહી છે. હવે કાર્તિકની વધુ એક ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

કાર્તિક આર્યન 'આશિકી 3'માં જોવા મળશે. ફિલ્મની જાહેરાતની સાથે જ તેણે એક પ્રોમો પણ શેર કર્યો છે. જેના પર 'આશિકી 3' લખેલું છે. અનુરાગ બાસુ ફિલ્મનું નિર્દેશન કરશે. જ્યારે ભૂષણ કુમાર અને મુકેશ ભટ્ટ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.

એક્ટ્રેસના નામ પર સસ્પેન્સ યથાવત
'આશિકી 3'માં કાર્તિક આર્યન લીડ રોલમાં જોવા મળશે, પરંતુ હાલમાં આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂરનું સ્થાન કઈ અભિનેત્રી લેશે તેની જાહેરાત થઈ નથી. તમને જણાવી દઈએ કે 1990માં આવેલી ફિલ્મ 'આશિકી'એ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. 

રાહુલ રોય આ ફિલ્મમાં અનુ અગ્રવાલ સાથે જોવા મળ્યો હતો. આ જોડી સાથે ફિલ્મના ગીતને ઘણી લોકપ્રિયતા મળી હતી. 2013માં ફિલ્મ 'આશિકી 2' એ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેમાં આદિત્ય રોય કપૂરની જોડી શ્રદ્ધા કપૂર સાથે જોવા મળી હતી.

કાર્તિકના અપકમિંગ પ્રોજેક્ટ્સ 
તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન આ દિવસોમાં પોતાની ફિલ્મોમાં ખૂબ જ વ્યસ્ત છે. તેની આગામી ફિલ્મો 'શહેજાદા' અને 'સત્ય પ્રેમ કી કથા' છે. હાલ કાર્તિક કિયારા અડવાણી સાથે 'સત્ય પ્રેમ કી કથા'ના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મી પડદે આ જોડીને ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'માં ખૂબ પસંદ કરવામાં આવી હતી.

'આશિકી 3' ની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ હવે વિચારી રહ્યા છે કે આ ફિલ્મમાં કઈ અભિનેત્રી કાર્તિક આર્યન સાથે રોમાન્સ કરતી જોવા મળશે. કાર્તિક પ્રથમ વખત અનુરાગ બાસુ સાથે કામ કરવા જઈ રહ્યો છે. કાર્તિકે ફિલ્મની જાહેરાત સાથે અનુરસ બાસુ સાથે કામ કરવા અંગેનો ઉત્સાહ વ્યક્ત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ