બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aarti performed by saints in Kundaldham, work on 54 feet idol in full swing

VIDEO / 'કિંગ ઑફ સાળંગપુર'ના કરો પ્રથમ દર્શન: કુંડળધામમાં સંતોએ મુખની ઉતારી આરતી, 54 ફૂટની મૂર્તિનું કામ પૂરજોશમાં

Malay

Last Updated: 11:25 AM, 19 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કુંડળ ધામ ખાતે સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી. તેમજ પ્રસાદ ધરાવાયો હતો.

  • કિંગ ઓફ સાળંગપુર પ્રોજેક્ટ પુરજોશમાં
  • 54 ફૂટની હનુમાનજી દાદાની મૂર્તિ સ્થપાશે
  • કુંડળધામ ખાતે હનુમાનજી મહારાજના મુખારવિંદનું સ્વાગત
  • આરતી ઉતારી પ્રસાદ ધરાવવામાં આવ્યો

સાળંગપુર ધામે કિંગ ઓફ સાળંગપુર. 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિ મુકવાની છે જે મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચતાં કુંડળ ધામ ખાતે સંતો અને મહંતો દ્વારા દાદાની મૂર્તિના મુખનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ સાળંગપુર જવા રવાના થયેલ જ્યારે આવતીકાલે સવારે સાળંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા વિધિવત પૂજન કરવામાં આવશે. 

બોટાદ જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામ આવેલું છે. એવું કહેવાય છે કે શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. જે હવે આગામી દિવસોમાં 'કિંગ ઓફ સાળંગપુર'ના નામથી પણ ઓળખાશે. કારણ કે આજે હજારો લોકોના આસ્થાના આ મંદિર પર લોકો દર્શન કરવા દેશ અને વિદેશથી અહીં આવતા હોય ત્યારે આગામી દિવસોમાં માત્ર ધામ નહિ પણ એક પર્યટક સ્થળ બને અને યુવા વર્ગ પણ અહીં દાદાના દરબારમાં આવે તે વાત અને સંતોના વિચાર સાથે હાલ અહિંયા વિરાટ 54 ફૂટની બોર્ઝની હનુમાનજી દાદાની મૂર્તિની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મૂર્તિના પગ અને છાતીનો ભાગ અગાઉ આવી ગયેલ હોઈ જેને ફીટીગ કરવાની કામગીરી શરુ કરવામાં આવી છે. 

દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ પહોંચ્યો હતો કુંડળ ધામ 
આજે હનુમાનજી દાદાની મૂર્તિનું મુખ અને છાતીનો ભાગ કુંડળ ધામ આવી પહોંચ્યો હતો. કુંડળ ધામ ખાતે સંતો, મહંતો દ્વારા હનુમાનજી દાદાની મૂર્તિના મુખના ભાગનું વિધિવત પૂજન કરી આરતી ઉતારવામાં આવી હતી, તેમજ પ્રસાદ ધરાવાયો હતો અને ત્યારબાદ મૂર્તિ સાળંગપુર જવા રવાના થઈ હતી. આવતીકાલે સાળંગપુર મંદિરના પટાંગણમાં સંતો દ્વારા પૂજન વિધિ કરવામાં આવશે.  

1,35,000 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં સ્થાપિત કરાશે 54 ફૂટ ઊંચી મૂર્તિ
અત્રે ઉલ્લેખનીય છે કે, સાળંગપુર મંદિરના પટાંગણમાં 'કિંગ ઑફ સાળંગપુર’ પ્રોજેક્ટ અંતર્ગત 1,35,000 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં હનુમાનજીની 54 ફૂટ ઊંચી મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. જેનું વજન 30 હજાર કિલો છે. આ મૂર્તિ હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિને દક્ષિણ મુખે રાખવામાં આવશે. સાળંગપુરમાં 54 ફુટ ઉંચી હનુમાનજી દાદાની મૂર્તિની સ્થાપના થયા બાદ ભક્તો સાત કિલોમીટર દૂરથી દાદાની મૂર્તિના દર્શન કરી શકશે. 

સંકળાયેલા મુદ્દાઓ

KING OF SARANGPUR Kundaldham કષ્ટભંજન દેવ કિંગ ઓફ સાળંગપુર કુંડળધામ KING OF SARANGPUR
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ