બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / AAP tried to capture votebank through OTP formula

ઇલેક્શન 2022 / ગુજરાતમાં કેજરીવાલે AAPના 'બ્રહ્માસ્ત્ર'નું કર્યું એલાન: KHAMની જેમ OTP ફોર્મ્યુલા, જાણો શું છે સમીકરણ

Malay

Last Updated: 03:14 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દરેક રાજકીય પક્ષે ચૂંટણી લડવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

 

  • AAPએ 'ઓટીપી' ફોર્મ્યુલા દ્વારા વોટબેંક કબજે કરવાનો પ્રયાસ કર્યો
  • OTP એટલે  OBC,  ટ્રાઇબલ અને પાટીદાર
  • 'AAP'ની હારની ભવિષ્યવાણી કરતો સર્વે સાચો નથીઃ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટી (AAP)એ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એન્ટ્રી કરીને ચૂંટણીને ખૂબ જ રસપ્રદ બનાવી છે. દિલ્હી અને પંજાબની જેમ આમ આદમી પાર્ટી ગુજરાતમાં પણ મફત વીજળી-પાણી, શિક્ષણ અને સ્વાસ્થ્યને લગતા અનેક વચનો આપીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ સાથે AAPએ KHAM થિયરીની જેમ 'ઓટીપી' ફોર્મ્યુલા દ્વારા ગુજરાતમાં વોટબેંક મેળવવાનો પ્રયાસ કર્યો છે.

'OTP' ફોર્મ્યુલાનો ઉલ્લેખ 
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે એક ટીવી શોમાં 'OTP' ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે કેવી રીતે તેમની પાર્ટી પોતાનો જનાધાર વધારી રહી છે. AAP નેતાએ કહ્યું હતું કે, OTPમાં O એટલે OBC છે, T એટલે ટ્રાઇબલ  અને P એટલે પાટીદાર છે અને અમને દરેકનો ભરપૂર પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે.

લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાનઃ કેજરીવાલ
સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે અને અહીંના લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પરેશાન છે. અમારી સરકાર બન્યા બાદ અમે લોકોને આ સમસ્યાઓમાંથી મુક્તિ અપાવીશું. દરેકને મફત વીજળી અને પાણી મળશે. દરેકને સારી સારવાર મળશે અને દરેકના બાળકોને સારું શિક્ષણ મળશે.

'AAP'ની હારની ભવિષ્યવાણી કરતો સર્વે ખોટોઃ અરવિંદ કેજરીવાલ
તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 'AAP'ની હારની ભવિષ્યવાણી કરતો સર્વે સાચો નથી, કારણે આ પ્રકારના સર્વેના માધ્યમથી કોઈપણ નવી પાર્ટીના પ્રદર્શનની ભવિષ્યવાણી કરી શકતા નથી. 

શું છે ખામ(KHAM) થિયરી?
વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી ગુજરાતમાં 149 બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈપણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શક્યું. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ K-ક્ષત્રિય, A-આદિવાસી, H-દલિત અને M-મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખૂબ જ સફળ રહ્યો હતો.

બે તબક્કામાં થશે મતદાન
નોંધનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 182 સીટોવાળી ગુજરાત વિધાનસભા માટે બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં 89 સીટો પર 01 ડિસેમ્બરે મતદાન થશે તથા 93 સીટો પર 05 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જ્યારે મતગણતરી 08 ડિસેમ્બરના રોજ થશે. 

'આપ'એ OBC ચહેરાને બનાવ્યો CM ફેસ 
AAPએ આગામી મહિને યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પૂર્વ ટીવી એન્કર અને પત્રકાર ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવ્યા છે. અરવિંદ કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે, પાર્ટી દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં 40 વર્ષીય ગઢવીને 73 ટકા મત મળ્યા છે. ગઢવીની સામે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા હતા, જેમણે પાટીદાર સમાજના આંદોલનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ