બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / AAP MLA Bhupat Bhayani to resign, heat up Gujarat politics ahead of Lok Sabha polls

BIG BREAKING / AAP MLA ભૂપત ભાયાણી આપશે રાજીનામું, લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો, જોડાઇ શકે ભાજપમાં!

Priyakant

Last Updated: 10:01 AM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhupat Bhayani Latest News: લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ફટકો લાગ્યો, આ ધારાસભ્ય આપશે રાજીનામું

  • ગુજરાતમાં આપને મોટો ઝટકો 
  • ધારાસભ્ય ભૂપત ભાયાણી આપશે રાજીનામુ
  • ધારાસભ્ય પદેથી ભૂપત ભાયાણી આપશે રાજીનામુ

Bhupat Bhayani : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં AAPને મોટો ફટકો લાગ્યો છે. વાત જાણે એમ છે કે,  AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી રાજીનામું આપશે. વિગતો મુજબ ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે.વિસાવદર બેઠક પરથી ચૂંટણી જીતેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. 

કોણ છે ભૂપત ભાયાણી  ? 
સૌરાષ્ટ્રની વિસાવદર બેઠક રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની પરંપરાગત બેઠક ગણાતી હતી. કેશુભાઈ બાદ હર્ષદ રિબડિયા કોંગ્રેસની ટિકિટ પર બે વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા પરંતુ AAPના ઉમેદવાર ભૂપત ભાયાણીએ તેમને લગભગ 7 હજારના માર્જીનથી હરાવ્યા હતા. ભાયાણી BJP ગોત્રના છે તેઓ બે વર્ષ પહેલા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ પહેલા તેઓ સરપંચ પણ રહી ચુક્યા છે. 

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર રચાય તે પહેલા પાર્ટીનો આંકડો 156થી વધીને 157 પર પહોંચે તે નિશ્ચિત છે. બીજી તરફ 3 અપક્ષ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા છે.  ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા ધવલસિંહ ઝાલા, વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર ગોહિલ અને બનાસકાંઠાની ધાનેરા બેઠક પરથી અપક્ષ ચૂંટણી જીતેલા માવજીભાઈ દેસાઈ પણ ભાજપમાં જોડાવા માટે તૈયાર છે.  જો બધુ બરાબર રહેશે તો આગામી દિવસોમાં આ ત્રણ ધારાસભ્યો પણ ભાજપના પક્ષમાં આવશે. આ ત્રણેય પણ ભાજપના ગોત્રના હોવાથી ટિકિટ ન મળવાને કારણે બળવાખોર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

AAPને મોટો ફટકો Bhupat Bhayani ભૂપત ભાયાણી ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે રાજકારણ લોકસભા ચૂંટણી Bhupat Bhayani News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ