બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અમદાવાદ / A youth was robbed by two persons in Naranpura Ahmedabad

લૂંટ / 'તમારા હાથમાં સરસ સુગંધ આવે છે', હાથ સૂંઘતા જ શખ્સ બેભાન, સોનાની વિંટી-રોકડ 18000 લઇ ઠગ લૂંટારાઓ રફુચક્કર, બેની ધરપકડ

Malay

Last Updated: 09:26 AM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahemedabad News: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં સરનામું પૂછવાના બહાને દિલ્હીના યુવકને બેભાન કરીને લૂંટી લીધો. યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગ લૂંટારાની કરી ધરપકડ.

  • સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો
  • દિલ્હી જઈને યુવકે નોંધાવી ફરિયાદ 
  • યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગની કરી ધરપકડ

અમદાવાદમાં દિલ્હીના યુવકને સરનામું પૂછવાના બહાને બે ઠગ ભાઈઓએ લૂંટી લીધો હોવાની ફરિયાદ નોંધાતા નારણપુરા પોલીસે ગણતરીની કલાકોમાં જ બંને ઠગ ભાઈઓને દબોચીને જેલના સળીયાની પાછળ ધકેલી દીધા છે. 

દિલ્હીની કંપનીના માર્કેટિંગ મેનેજર સાથે લૂંટ
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે અમદાવાદ આવ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશભાઈ બીજે દિવસે વડોદરા જવા નીકળ્યા હતા. પોતાની હોટલથી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા, તે દરમિયાન નારણપુરા ઈન્કમટેકસ અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશભાઈ પાસે સરનામું પૂછવામાં બહાને પોતાની કાર ઊભી રાખી હતી.

યુવકને બેભાન કરીને ચલાવી લૂંટ
આ દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશભાઈનો હાથ પકડી કહ્યું હતું કે તમારા હાથમાં સરસ સુગંધ આવે છે તેમ કહેતા મુકેશભાઈએ પોતાનો હાથ સુંઘતા બેભાન થઈ ગયા હતા અને કાર ચાલકે મુકેશભાઈની સોનાની વિટી અને રોકડા 18000 લઇને નાસી છૂટ્યા હતા. મુકેશભાઈએ દિલ્હી પહોંચી ઓનલાઇન અરજી કરી હતી અને એક મહિના બાદ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.

લૂંટ કરવાના ઈરાદે જ નીકળ્યા હતા બંને ભાઈઓઃ ACP 
સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ACP એચ.એમ.કણસાગરાએ જણાવ્યું કે, પકડાયેલા આરોપી ગોવિંદ મદારી અને તેનો ભાઈ પ્રકાશ મદારીની પૂછપરછમાં સામે આવ્યું કે બંને ભાઈઓ કોઈ પણ વ્યક્તિ પાસેથી લૂંટ કરવાના ઇરાદે નીકળ્યા હતા. ગોવિંદ મદારીએ શરીર ઉપર ભભુત લગાડી હતી અને સાધુ બાવા જેવો વેશ ધારણ કર્યો હતો અને હાથમાં અતર જેવી સુગંધિત પ્રવાહી છાંટ્યું હતું કે જેનાથી સામેની વ્યક્તિ થોડી વાર માટે બેભાન થઈ જાય. 

પોલીસે હાથ ધરી બંનેની પૂછપરછ
હાલતો પોલીસે મુકેશભાઈની ફરિયાદને આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બંને ભાઈઓએ અગાઉ પણ બોડકદેવ વિસ્તારમાં કોઈ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બંને ભાઈઓએ અન્ય કોઈ ગુનો આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે..

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ